જોક્સ :
સાત સાધુ આશ્રમમાં સાત ચટાઈ પર બેઠા હતા.
ત્યારે પિન્ટુ ત્યાં આવ્યો અને સૌથી મોટા સાધુને પૂછ્યું,
બાબા, પત્ની કંટ્રોલ નથી થતી, શું કરું?
સાધુ (સૌથી નાના સાધુને) – એક ચટાઈ વધુ પાથરીને આ ભાઈ માટે.
જોક્સ :
છોકરો : તારું નામ શું છે?
છોકરી : તમન્ના.
છોકરો : તો તો તારા પપ્પાનું નામ સરફરોશી હશે.
છોકરી : કેમ?
છોકરો : કારણ કે ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ.’
જોક્સ :
છોકરી : મારા હોઠ કેટલા કાળા છે.
ડોક્ટર : પ્લાસ્ટિક સર્જરી કરાવી લે.
છોકરી : કેટલા રૂપિયા થશે?
ડોક્ટર : છ લાખ રૂપિયા.
છોકરી : જો પ્લાસ્ટિક હું લઇ આવું તો કેટલા રૂપિયા થાય?
ડોક્ટર : ફેવિકોલ પણ લેતી આવજે, ફ્રી માં ચિપકાવી દઈશ.
જોક્સ :
એક સુંદર છોકરીએ રીક્ષા વાળાને પૂછ્યું – ભાઈ એયરપોર્ટ જવાના કેટલા રૂપિયા થશે.
રિક્ષા વાળો – 400 રૂપિયા.
છોકરી (હાથથી ઈશારો કરીએ) : અરે આટલું નજીક તો છે એયરપોર્ટ, ત્યાંના આટલા બધા રૂપિયા થોડી થાય.
રિક્ષા વાળો : બેન, મોઢા પર દુપ્પટો ઓઢી લો, આટલા નજીકથી ફ્લાઇટ લેન્ડ થશે તો ધુમાડાથી તમારી સુંદરતા ખરાબ થઇ જશે.
જોક્સ :
પત્ની : મારા જુના કપડાં દાન કરું કે?
પતિ : ફેંકી દે, દાન શા માટે કરવા?
પત્ની : નહીં, દુનિયામાં ઘણી ગરીબ, ભૂખી-તરસી મહિલાઓ છે, બિચારી કોઈ પણ પહેરી લેશે.
પતિ : તારા માપના કપડાં જેને આવશે, તે ભૂખી તરસી થોડી હોય.
જોક્સ :
બાપ : તું ભણવામાં ધ્યાન કેમ નથી આપતો?
દીકરો : કારણ કે ભણતર ફક્ત બે કારણે જ કરવામાં આવે છે.
પહેલું કારણ છે ડર અને બીજું કારણ છે શોખ,
આવા નકામા શોખ હું રાખતો નથી,
અને ડરતો તો હું કોઈના બાપથી પણ નથી.

જોક્સ :
બાળક : મમ્મી, શું હું ભગવાન જેવો દેખાઉં છું?
મમ્મી : ના, પણ તું આવું કેમ પૂછી રહ્યો છે દીકરા?
બાળક : કારણ કે હું ક્યાંય પણ જાઉં છું તો બધા એજ કહે છે કે,
હે ભગવાન તું ફરી આવી ગયો.
જોક્સ :
એક પત્નીની વ્યથા.
મારા પતિદેવ પણ ‘કોન બનેગા કરોડપતિ’ ના અમિતાભ બચ્ચનથી ઓછા નથી.
જયારે પણ પૈસા માંગુ ત્યારે પૂછે છે,
શું કરશો તમે આટલી ધન રાશિનું?
જોક્સ :
મોલમાં બિસ્કિટ ચોરી કરતી એક સુંદર મહિલા પકડાઈ ગઈ.
જજ : તમે બિસ્કિટમાં એક પેકેટ ચોર્યું, તેમાં 30 બિસ્કિટ હતા,
તેના માટે તમને 30 દિવસની સજા સંભળાવવામાં આવે છે.
મહિલાનો પતિ બોલ્યો – જજ સાહેબ મારી પત્નીએ સોજીનું પેકેટ પણ ચોર્યું છે.
જજ મૂંઝવણમાં મુકાઈ ગયો કે હવે કેટલી સજા આપવી.
જોક્સ :
ક-સા-ઈ બકરો કા-પ-વા જઈ રહ્યો હતો.
બકરો મેં… મેં… કરી રહ્યો હતો.
એક બાળકે પૂછ્યું – તમારો બકરો બૂમો કેમ પાડી રહ્યો છે?
ક-સા-ઈ : હું તેને કા-પ-વા માટે જઈ રહ્યો છુંને એટલે.
બાળક : અચ્છા… મને લાગ્યું તમે તેને સ્કૂલે લઇ જઈ રહ્યા છો એટલે બૂમો પાડી રહ્યો છે.