ફોટામાં દેખાતી યુવતી 110 દિવસ સુધી રસ્તા પર દોડી છે, જાણો તેણીએ કયા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

0
415

પોતાના પેશન માટે આ યુવતીએ એવિએશનની નોકરી છોડી દીધી, દોડી દોડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ.

દોડવીર સુફિયા ખાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં તેમણે સૌથી ઓછા સમયમાં ગોલ્ડન ચતુર્ભુજ શહેરોનું અંતર કાપીને રેકોર્ડ બનાવ્યો છે.

તેમણે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ સાથે જોડાયેલા રોડ પર દોડીને આ રેકોર્ડ બનાવ્યો છે. સુફિયા ખાને દોડવાના પેશનને ફોલો કરવા માટે એવિએશનની નોકરી પણ છોડી દીધી છે.

સુફિયા ખાન દિલ્હીની રહેવાસી છે. આ રેકોર્ડ રનિંગની શરૂઆત તેમણે દિલ્હીથી જ કરી હતી. તેમણે 110 દિવસ, 23 કલાક અને 24 મિનિટમાં 6002 કિમીનું અંતર કાપ્યું. તેમણે 16 ડિસેમ્બર 2020 ના રોજ દોડવાનું શરૂ કર્યું અને 6 એપ્રિલ 2021 ના ​​રોજ રેસ પૂરી કરી.

કાશ્મીરથી કન્યાકુમારીનું અંતર સૌથી ઓછા સમયમાં કાપવાનો રેકોર્ડ પણ સુફિયા ખાનના નામે છે.

રેકોર્ડ બનાવવા બાબતે દોડવીર શું બોલી?

સુફિયા ખાને કહ્યું કે તે જે શહેરોમાંથી પસાર થઈ રહી હતી, લોકો તેમને સપોર્ટ કરી રહ્યા હતા. જેમાં સાઇકલ સવારો, દોડવીરોનો સમાવેશ થતો હતો. ઘણી વખત નાના શહેરોના લોકોએ તેમને રાત્રિભોજન અને રોકાણ માટે પણ આમંત્રણ આપ્યું હતું.

સુફિયાએ જણાવ્યું કે આ રેસ દરમિયાન તે ઘણી વખત હોટલોમાં અને ઘણી વખત રસ્તાની બાજુના શેલ્ટરમાં રોકાઈ હતી. સુફિયા ખાને કહ્યું કે વધુ અંતર સુધી દોડવું એ તેમનો શોખ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.