જોક્સ :
શિક્ષક : બાળકો તમને ખબર છે કયામત ક્યારે આવશે?
રમેશ : હા સર…
શિક્ષક : તો મને જણાવો ક્યારે આવશે?
રમેશ : જ્યારે વેલેન્ટાઈન ડે અને રક્ષાબંધન એક જ દિવસે હશે.
જોક્સ :
છોકરો : તને મારામાં સૌથી વધુ શું ગમે છે?
છોકરી : સમય સાથે લોકો બદલાય છે, પણ તમે નથી બદલતા.
છોકરો : તે કેવી રીતે?
છોકરી : હું તમને મળી ત્યારે તમે બેરોજગાર હતા અને આજે પણ બેરોજગાર છો.
જોક્સ :
લગ્નમાં દુલ્હનનો એક્સ બોયફ્રેન્ડ પણ આવ્યો હતો.
દુલ્હનના પિતા : તમે કોણ છો?
એક્સ બોયફ્રેન્ડ : હું સેમી ફાઈનલમાં બહાર થઈ ગયો હતો.
હવે હું ફાઈનલ જોવા આવ્યો છું.
જોક્સ :
છોકરી : હું મારા પપ્પાની પરી છું.
છોકરો : હું પણ મારા પપ્પાનો પારો છું.
છોકરી : પારો? એ શું છે?
છોકરો : મને જોતા જ તેમનો પારો ચડી જાય છે.
જોક્સ :
પત્ની : હું આખું ઘર સંભાળું છું… હું રસોડું સંભાળું છું… હું બાળકોનું ધ્યાન રાખું છું… તમે શું કરો છો?
પતિ : તારી સુંદરતા જોઈને હું મારી જાતને સંભાળું છું.
પત્ની : તમે પણ છે ને…. બોલો આજે તમારી પસંદગીનું શું બનાવું.
જોક્સ :
ગર્લફ્રેન્ડ : હવે આપણે ઘણા વધારે બદનામ થઈ ગયા છીએ,
તો આપણે જલ્દી જ લગ્ન કરી લેવા જોઈએ.
બોયફ્રેન્ડ : પણ એ તો જણાવ આટલી બદનામી પછી,
આપણી સાથે લગ્ન કોણ કરશે?
જોક્સ :
પત્ની રાત્રે પોતાના પતિને દા-રૂ-ડિ-યા સુધારવા કાળા કપડા પહેરીને વાળ આગળ કરીને ઊભી રહી.
પતિ : તમે કોણ છો?
પત્ની : ચૂડેલ.
પતિ : ચાલો હાથ મીલાવો, હું તમારી બહેનનો પતિ છું.
જોક્સ :
મહિલા : મારા પતિ એક અઠવાડિયાથી ગાયબ છે.
પોલીસ : તેમની કોઈ નિશાની છે?
મહિલા : હા, આ સુરેશ 6 વર્ષનો છે અને આ રમેશ 4 વર્ષનો છે.
જોક્સ :
છોકરી : તારા પ્રેમમાં હું લૂં-ટા-ઈ ગઈ, બરબાદ થઈ ગઈ, બદનામ થઈ ગઈ.
છોકરો : તો ડાર્લિંગ તારા પ્રેમમાં હું કયો ડોક્ટર કે એન્જિનિયર બન્યો છું.
જોક્સ :
શિક્ષક : આજે કેમ મોડી આવી?
છોકરી : સર, એક છોકરો મારી પાછળ આવી રહ્યો હતો.
શિક્ષક : પણ આવી સ્થિતિમાં તારે વહેલા આવવું જોઈતું હતું ને?
છોકરી : સર, તે ખૂબ ધીમેથી ચાલતો હતો.
જોક્સ :
ટિકિટ ચેકર : માસી, તમારી ટિકિટ ધીમી ટ્રેનની છે, તમે ફાસ્ટ ટ્રેનમાં કેવી રીતે બેઠા?
માસી : આમાં મારો શું વાંક છે, જઈને તમારા ડ્રાઈવરને કહો કે ગાડી ધીમે ચલાવે.

જોક્સ :
કાલે એક બાબા મળ્યા,
મેં પૂછ્યું : કેમ છો બાબાજી?
બાબાજી બોલ્યા : અમે તો સાધુ છીએ દીકરા,
અમારા રામ અમને જેમ રાખે એમ રહીએ છીએ.
તું તો સુખી છે ને દીકરા?
મેં કહ્યું : અમે તો સંસારી લોકો છીએ બાબાજી,
અમારી સીતા અમને જે રીતે રાખે છે, અમે એ રીતે જ રહીએ છીએ.
જોક્સ :
એક માણસ પોતાના સાસરે ગયો.
સાસુએ સાત દિવસ સુધી તેને પાલકનું શાક ખવડાવ્યું.
પછી આઠમા દિવસે સાસુએ પૂછ્યું,
આજે શું ખાશો જમાઈ રાજા?
જમાઈ : તમે ફક્ત ખેતર દેખાડી દો,
હું જાતે જ ચરી લઈશ.