મજેદાર જોક્સ : ઘરે એકલી છોકરી બોયફ્રેડને ફોન કરીને કહે છે, છોકરી – જાનુ… ઓ… જાનું…

0
8945

આમ તો જોઈએ તો દરેકને જીવનમાં કાંઈને કાંઈ તકલીફોનો સામનો કરવો પડે છે. જેમે કારણે જ વ્યક્તિ તણાવમાં રહે છે. આમ તો કહેવામાં આવે છે કે લગભગ દરેક આજકાલ વ્યસ્ત છે. કેરિયરને લઈને બાળકો આજકાલ સમય પહેલા જ ઘરડા થઇ જાય છે, તો તેને પણ કેરિયરને લઈને ઘણો બધો તણાવ હોય છે અને લોકો જે સારા એવા હોદ્દા ઉપર છે તે પણ પોતાના જીવનથી સંતુષ્ટ નથી અને એટલા માટે તે લોકો પણ કોઈને કોઈ પ્રકારનો તણાવ મગજમાં લઈને ચાલે છે.

સોસીયલ મીડિયાના જમાનામાં ઘણા બધા જોક્સ વાયરલ થાય છે. પરંતુ ઘણી વખત આ જોક્સ એવા હોય છે જે તમને ખરેખરમાં હસવા માટે મજબુત કરી દે છે અને ઘણી વખત તો એમ જ જે વાચતા જ તમે હસી હસીને લોથપોથ થઇ જાવ છો. આ જોક્સને વાચ્યા પછી તમે હસતા હસતા તમારા તણાવને તો જરૂર ભૂલી જશો. આજે પણ ઘણા એવા જ જોક્સ આપણી સામે આવે જેને અમે તમારા માટે લઈને આવ્યા છીએ.

બીમાર પતિને લઈને પત્ની ડોક્ટર પાસે પહોચી,

ડોક્ટર એ દર્દીની તપાસ કરી અને બહાર આવીને તે મહિલાને કહ્યું :

તમારા પતિને રોજ પોષ્ટિક નાસ્તો આપવો. તેને હંમેશા આનંદમાં રાખવા. તકલીફ ઉપર તેની સાથે ચર્ચા ન કરશો. ટીવી સીરીયલ જોવાનું છોડી દો.

ટેન્શન આપવા વાળા કામ જેવા કે નવા કપડા અને ઘરેણાની માગણી ન કરો. જો તમે એક વર્ષ સુધી આમ કરશો તો તમારા પતિ એકદમ ઠીક થઇ જશે.

ત્યાંથી પાછા ફરતી વખતે પતિએ પોતાની પત્નીને પૂછ્યું : ડોકટરે શું જણાવ્યું?

પત્ની : ડોકટરે કહ્યું છે કે બચવું મુશ્કેલ છે.

૧) એક સુંદર છોકરીએ જીમ જોઈન્ટ કર્યું.

ટ્રેનર એ કહ્યું : પહેલા એબ્સથી શરુ કરીશું.

છોકરી : એબ્સ, બાઈસેપ્સ, ટ્રાઈસેપ્સ એ બધું મને ખબર છે,

તો તે સિવાય બીજું મને તો બસ આઇબ્રોની કસરત શીખડાવી દો, તે લેટેસ્ટ છે.

૨) પત્નીએ પતિને કોલ કર્યો : ક્યાં છો હજુ સુધી ઘેર નથી આવ્યા?

પતિ : તને તો સોનીની દુકાન તો યાદ છે. જ્યાં તને હીરાનો એક હાર પસંદ આવ્યો હતો?

પરંતુ ત્યારે મારી પાસે એટલા પૈસા ન હતા કે તને અપાવી શકું.

પત્ની : હા યાદ છે.

પતિ : પછી મેં કહ્યું હતું જયારે મારી પાસે પૈસા હશે હું તને જરૂર અપાવીશ.

પત્ની : બસ હું તે દુકાનની સામે વાળા સલુનમાં વાળ કપાવી રહી છું. થોડી મોડી આવીશ.

૩) ભારતમાં બે જ બિસ્કીટ બનાવનારી કંપનીઓ ફેમસ છે

૧. મેંરી ગોલ્ડ અને

૨. પારલેજી

એક કપમાં જતું નથી

બીજું કપમાં જાય છે તો પાછું આવતું નથી

૪) એક દિવસ પતિ પોતાના ઘરની લાઈટ ઠીક કરી રહ્યો હતો.. ત્યારે તેને પોતાની પત્નીને બુમ મારી,

પત્ની : શું છે? પતિ જરા અહિયાં તો આવ.

પત્ની : લો આવી ગઈ, હવે બોલો?

પતિ : આ બે તાર છે. જરા તેમાંથી કોઈ એક હાથમાં પકડને

પત્ની : કેમ?

પતિ : અરે તું પકડ તો ખરી એક વખત

પત્ની : આ લો પકડી લીધો,

પતિ : કાંઈ થયું?

પત્ની : નહિ તો?

પતિ : સારું તેનો અર્થ કરંટ બીજા તારમાં છે.

૫) ઘરે એકલી છોકરી બોયફ્રેન્ડને ફોન કરીને કહે છે.

છોકરી : જાનું, ઘરે કોઈ નથી સાંજે આવી જજે.

છોકરો ઘરે ગયો અને થોડી વારમાં છોકરીના ઘર વાળા આવી ગયા.

છોકરી : જલ્દી ભાગ મારા ઘર વાળા આવી ગયા છે.

છોકરો : અરે યાર, મ-રા-વી નાખ્યો આજે.

છોકરી : જલ્દી બારી માંથી નીચે કૂદ.

છોકરો : અરે પણ આ તો ૧૩ મો માળ છે.

૬) એક માણસ ઘણા સમય સુધી પોતાના કાન સાથે મોબાઈલ લગાવીને ઉભો હતો, પણ તેના મોઢા માંથી એકપણ શબ્દ નહોતા નીકળતા ન હતા.

ઘણી વાર સુધી આવું થતા મારાથી ન રહેવાયું અને છેવટે મેં તે માણસને પૂછી જ લીધું.

ભાઈ સાહેબ! તમે ક્યાય ફોન લગાવ્યો પણ છે? કે એમ જ ૨૯ મોનીટથી ફોન પકડીને ઉભા છો, અને એક પણ શબ્દ નથી બોલ્યા,

માણસ એ જવાબ આપ્યો : ભાઈ સાહેબ તમે જરા ચુપ રહેશો, હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું.