આ રાશિઓને ભૂલથી પણ આપો નહિ આ ગિફ્ટ, જાણો કોને કેવા ગીફ્ટ આપવા અને કેવા ન આપવા.

0
804

આજના સમયમાં ભલે વધુ લોકો ધર્મ અને જ્યોતિષ ઉપર વિશ્વાસ નથી કરતા, પરંતુ આજે પણ તેનું મહત્વ છે. માણસ ભલે કેટલો પણ વિકાસ કેમ ન કરી લે, આ બન્ને વસ્તુ તેમના જીવનનો મહત્વનો ભાગ જ રહેશે. કોઈના માનવા ન માનવાથી સત્ય નથી બદલાઈ શકતું. જ્યાં ધર્મ કોઈ માણસને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવે છે, અને જ્યોતિષ બતાવે છે કે માણસના જીવનમાં ક્યારે શું થશે અને તેને ક્યા ક્યા કામોથી દુર રહેવું જોઈએ.

આજના સમયમાં ઘણા લોકો એવા પણ છે જે પોતાના જીવનના મહત્વના નિર્ણય જ્યોતિષની સલાહ વગર નથી લેતા. તેઓ દરેક કામ કરતા પહેલા કોઈ જ્યોતિષ પાસે સલાહ લઈને પછી જ તે કામ કરે છે. તેમના મુજબ જ્યોતિષની સલાહ વગર કરવામાં આવેલા કામ નિષ્ફળ રહે છે.

જો કે જ્યોતિષ શાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા કામો હંમેશા સફળતા આપે છે. ઘણા લોકો પોતાના પ્રવાસ પણ જ્યોતિષ શાસ્ત્રના નિયમોના હિસાબે જ કરે છે. દરરોજના વિષે કહેવામાં આવે છે કે આવા પ્રકારના પ્રવાસ ન કરો. એવી જ ભેટ વિષે પણ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.

આમ તો કોઈને ભેટ આપવાનો કોઈ સમય નથી હોતો અને ન તો તેના માટે વ્યક્તિને જોવાની જરૂર રહે છે, પરંતુ કોઈ વિશેષ પ્રસંગે આપના મિત્રો કે સંબંધીને કાંઈ આપતા પહેલા થોડું વિચારી લેવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો આપના મિત્રો, સંબંધીઓ અને કુટુંબ વાળાને તેમની રાશિના હિસાબે ભેટ આપવામાં આવે છે તો ઘણું જ શુભ રહે છે. આજે આપણે જોઈશું કે કોઈપણ વ્યક્તિને તેમની રાશિના હિસાબે કઈ ભેટ આપવી જોઈએ અને કઈ ભેટ ન આપવી જોઈએ.

રાશિને ધ્યાનમાં રાખીને આપો ભેટ :

મેષ રાશિ :

આ રાશિના લોકોને લાલ રંગનો મોબાઈલ કે પછી લાલ રંગની કોઈપણ વસ્તુ આપી શકાય છે. તે તેના માટે શુભ હોય છે.

વૃષભ રાશિ :

આ રાશિ વાળા લોકો એ ચમકદાર રંગનું ફ્રેન્ડશીપ બેલ્ટ કે પરફ્યુમ ભેટ આપવું વધુ શુભ માનવામાં આવે છે. તેમને કોઈ વિશેષ પ્રસંગ ઉપર આ વસ્તુ આપવી જોઈએ.

મિથુન રાશિ :

મિથુન રાશિ વાળા લોકો માટે વિશેષ પ્રસંગના સમયે લીલા રંગનો ડ્રેસ કે પછી પુસ્તક આપવું શુભ માનવામાં આવે છે.

કર્ક રાશિ :

આ રાશિ વાળા લોકોને સફેદ રંગનો ફ્રેન્ડશીપ બેલ્ટ આપવો જોઈએ, સાથે જ તેને એક્વેરિયમ આપવું પણ શુભ માનવામાં આવે છે.

સિંહ રાશિ :

આ રાશિના લોકોને ઓરેન્જ રંગની કોઈપણ વસ્તુ આપવી શુભ રહે છે.

કન્યા રાશિ :

કન્યા રાશિના લોકોને જો કોઈ ભેંટ આપવાની હોય તો તેને ભૂરા રંગની ફ્રેન્ડશીપ બેલ્ટ, પર્સ કે સ્ટાઈલીસ્ટ ઘડિયાળ આપી શકાય છે.

તુલા રાશિ :

આ રાશિના લોકોને જો કોઈ ભેટ આપવાની છે તો તેને ચાંદી માંથી બનેલી કોઈપણ વસ્તુ ભેટમાં આપો.

વૃશ્ચિક રાશિ :

આ રાશિ વાળા લોકોને લાલ રંગની કોઈપણ વસ્તુ જેમ કે લાલ ટી-શર્ટ, લાલ ચશ્માં આપી શકો છો.

ધન રાશિ :

આ રાશિ વાળા લોકોને સોનાની વસ્તુ આપવી શુભ માનવામાં આવે છે. જો તમારું ખિસ્સું તેના માટે રજા આપે છે તો તેને જરૂર સોનાની કોઈ વસ્તુ ભેટમાં આપો.

મકર રાશિ :

આ રાશિ વાળા લોકોને વાદળી કે લાલ રંગની કોઈ વસ્તુ આપો. તે તેમના માટે શુભ રહે છે.

કુંભ રાશિ :

આ રાશિ વાળા લોકોને વાદળી, આસમાની કે પિંક કલર જેવા આછા રંગની વસ્તુ આપવી શુભ માનવામાં આવે છે.

મીન રાશિ :

આ રાશિ વાળા લોકોને મેંગો, પીળો અને એકવા બ્લુ કલરની કોઈપણ વસ્તુ ભેટમાં આપી શકો છો. તે તેમના માટે શુભ રહે છે.