ભારત દેશમાં ઘણા ધર્મોના લોકો સદીઓથી ભેગા મળીને રહેતા આવે છે. દરેક ધર્મના પોતાના થોડા અલગ મંત્ર છે. તેમજ દરેક ધર્મના લોકોની ભગવાન પ્રત્યે પોતાની અલગ અલગ ધારણા છે. તેમજ જો હિંદુ ધર્મની વાત કરીએ તો ગાયત્રી મંત્રને સૌથી શુભ મંત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાયત્રી મંત્રમાં ॐ જેવી જ અપાર શક્તિઓ સમાયેલી છે.
આ ગાયત્રી મંત્રમાં સ્વૃતિ દેવની ઉપાસના છે, માટે એને અમુક લોકો સાવિત્રી મંત્રના નામથી પણ ઓળખે છે. જો કોઈ ભક્ત સાચા મનથી આ મંત્રનો જાપ કરે છે તો એને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને આ મંત્રનો અર્થ, મહત્વ, ચમત્કાર અને લાભ જણાવવાં જઈ રહ્યા છે. જેને જાણીને તમે પણ આશ્ચર્ય પામી જશો.

ગાયત્રી મંત્ર :
ॐ भूर्भुवः स्वः
तत्सवितुर्वरेण्यं
भर्गो देवस्यः धीमहि
धियो यो नः प्रचोदयात्
ગાયત્રી મંત્રનો અર્થ :
ગાયત્રી મંત્ર સુર્યની સ્તુતિમાં ગાવામાં આવે છે. આ મંત્રનો શાબ્દિક અર્થ કંઈક આ પ્રકારે છે.
એ પ્રાણસ્વરૂપ, દુઃખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંત:કરણમાં ધારણ કરીએ. એ પરમાત્મા અમારી બુદ્ધિને સાચા માર્ગમાં પ્રેરિત કરે.
ગાયત્રી મંત્રનું મહત્વ :
ગાયત્રી મંત્રને ભારતીય સંસ્કૃતિમાં ‘માં’ કહેવામાં આવે છે. હિંદુ ધર્મના શાસ્ત્રોમાં આ મંત્રની મહાનતા જણાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ગાયત્રી વેડ માતા છે અને મનુષ્યના બધા પાપોનો નાશ કરે છે. ગાયત્રીને સૌથી શક્તિશાળી દેવી કહેવામાં આવ્યા છે.
માટે તે હિંદુ ધર્મનો સૌથી શ્રેષ્ઠ મંત્ર છે. આ ત્રણ પ્રકારના દુઃખો માટે જાણવામાં આવે છે – સ્થૂળ શરીર, સુક્ષ્મ શરીર અને કારણ શરીર. માટે આ મંત્રનો જાપ ત્રણ સમયે કરવામાં આવે છે.
સવારે સૂર્યોદય પહેલા અને સૂર્યોદય થાય ત્યાં સુધી.
પછી બપોરના સમયે.
પછી સાંજના સમયે સુર્યાસ્તના થોડા સમય પહેલા જાપ શરુ કરવો જોઈએ.
ગાયત્રી મંત્રનો લાભ :
હિંદુ ધર્મમાં ગાયત્રી મંત્રને સૌથી સિદ્ધ મંત્ર માનવામાં આવે છે. ઘણી શોધો અનુસાર પ્રમાણિત કરવામાં આવ્યું છે, કે જો કોઈ મનુષ્ય રોજ આ મંત્રનો જાપ કરે છે તો એને માનસિક શાંતિ અને ખુશી મળે છે. એના સિવાય આ મંત્ર ગુસ્સા પર નિયંત્રણ રાખી ઈન્દ્રિયોને સારી બનાવે છે. ચાલો જાણીએ આ મંત્રના ચમત્કાર અને લાભ કયા કયા છે.
વિદ્યાર્થીઓ માટે ઉપયોગી :
ગાયત્રી મંત્રનો રોજ જાપ કરવાથી વિદ્યાર્થીઓનું મગજ વધારે વિકસિત થાય છે, અને એમને બધા પાઠ્યક્રમ લાંબા સમય સુધી યાદ રહે છે. આ મંત્રનો જાપ કરનાર વિદ્યાર્થી દરેક પ્રકારની મુશ્કેલ વિદ્યામાં પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે.
દરિદ્રતાનો કરે નાશ :
જો તમને તમામ પ્રયત્નો પછી પણ વ્યાપાર, નોકરી વગેરેમાં સફળતા નથી મળી શકતી, અથવા આવક ઓછી અને ખર્ચ વધતો જઈ રહ્યો છે, તો ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવાથી તમને ઘણો લાભ પહોચે છે. ખરેખર, આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તે દરેક પ્રકારની દરિદ્રતાને નષ્ટ કરી દે છે, અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે.
સંતાન સંબંધી પરેશાનીઓ દુર કરવાં માટે :
કોઈ દંપતીને સંતાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે, અથવા સંતાનથી દુઃખી છો, અથવા સંતાન રોગગ્રસ્ત છે, તો સવારે પતિ-પત્ની એક સાથે સફેદ વસ્ત્ર ધારણા કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો. સંતાન સંબંધી કોઈ પણ સમસ્યાથી ઝડપથી મુક્તિ મળશે.