વધતી મોંઘવારીમાં લોકોએ વર્ષો જૂની પ્રથામાં કર્યો ફેરફાર, તેને જોઇને IPS અધિકારી પણ ચુપ રહી ન શક્યા.
એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને દેશમાં ખૂબ જ જોરદાર ગરમી પડવા લાગી છે. અને ઉનાળામાં લોકોના ઘરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એક વસ્તુ છે લીંબુ. જો કે દેશમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘવારી હોવાને કારણે તે સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ ગયાં છે.
ફની તસવીર વાયરલ થઈ :
છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર લીંબુના ભાવને લઈને મજેદાર મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. ભલે આ ઉનાળામાં લીંબુના ભાવે લોકો માટે ખરાબ સ્થિતિ ઉભી કરી હોય, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તેના જોક્સ શેર કરવામાં ભાગ લઈ રહ્યા છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોઈને તમારું પેટ હસી હસીને ફૂલી જશે. તસવીર માં તમે લસણને મરચા સાથે લટકતું જોઈ શકો છો.

હકીકતમાં તસવીરમાં લીંબુને બદલે લસણ લટકાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ખરાબ નજરથી દૂર રહેવા માટે લોકો પોતાની દુકાનો અને ઘરોમાં લીંબુ સાથે મરચાં લટકાવી દે છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે લોકોની દુકાન અને ઘર પર કાળી નજર નથી પડતી. જો કે, વાયરલ થઈ રહેલી તસવીરમાં લોકો લીંબુને બદલે લસણ ખાવાની મજા માણી રહ્યાં છે. એ રમુજી તસવીર તમે અહીં જોઈ શકો છો.
IPS અધિકારીએ તસવીર શેર કરી :
આ ફની તસવીર IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે તેમણે એક ફની કેપ્શન પણ લખ્યું છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું, ‘વધતી મોંઘવારીને જોતા લીંબુની ગેરહાજરીમાં લસણને સત્તા પર મૂકવામાં આવ્યું છે. લસણે આજે ચાર્જ સંભાળ્યો. IPS ઓફિસરની આ પોસ્ટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સિવાય લોકો પોસ્ટ પર ફની કમેન્ટ પણ કરી રહ્યા છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.