ગરીબીથી બચવા માટે કરો આ 5 શાસ્ત્રીય ઉપાય, ધન સંબંધિત પરેશાની થશે દૂર

0
159

આ સંસારમાં દરેક વ્યક્તિની એ જ ઈચ્છા રહે છે કે એની પાસે ઘણું બધું ધન હોય. જેથી તે બધી સુખ સુવિધાઓની વસ્તુ પ્રાપ્ત કરી શકે, જેના માટે તે દિવસ-રાત મહેનત કરતો હોય, જેથી તે વધારે ધન કમાઈ શકે. પરંતુ લાખ પ્રયત્ન કરવા છતાં પણ વ્યક્તિએ ધન કમાવવા માટે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિ પાસે બિલકુલ પૈસા રહેતા નથી. ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યમાં ધન ખર્ચ થઈ જાય છે, અને વ્યક્તિએ આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

વ્યક્તિ ધનની બચત કરવા માટે દરેક સંભવ પ્રયત્નમાં લાગેલો રહે છે. પરંતુ તે સફળ નથી થઈ શકતો. જો તમારી સાથે પણ એવા પ્રકારની પરેશાની ચાલી રહી છે અને નિર્ધનતા તમારો પીછો નથી છોડી રહી, તો તમે થોડા શાસ્ત્રીય ઉપાય અપનાવીને આ સમસ્યાઓથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો.

શાસ્ત્રોમાં થોડી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને તમે તમારા ઘરમાં રાખીને પોતાના ઘર પરિવારની દરિદ્રતા અને ગરીબીને દૂર કરી શકો છો. તમે આ ઉપાયથી પોતાની પરેશાનીઓ માંથી મુક્તિ પ્રાપ્ત કરી શકો છો.

આવો જાણીએ ગરીબીથી બચવાના ઉપાય :

મધ :

પુરાણોમાં મધને ઘણું પવિત્ર માનવામાં આવ્યું છે. તે ઘરની નકારાત્મક ઉર્જાને હટાવીને ત્યાં સકારાત્મક ઉર્જાને સ્થાપિત કરવાનું કામ કરે છે. માટે તમારા ઘરમાં મધ હોવું જરૂરી છે. પરંતુ તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે મધ સ્વચ્છ સ્થાન પર રાખો. જો તમે એવું કરો છો તો તમારા ઘરના ખર્ચમાં ઘટાડો થવા લાગશે અને તમારા ઘર પરિવારમાં બરકત પણ થશે.

શુદ્ધ દેશી ઘી નો દીવો :

ભગવાન કૃષ્ણએ કહ્યું કે જે ઘરમાં પ્રતિદિન ગાયના ઘી નો દીવો પ્રગટાવવામાં આવે છે, એ ઘરમાં દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. જો તમે પોતાના ઘરમાં રોજ નિયમિત રૂપથી શુદ્ધ દેશી ઘી નો દીવો પ્રગટાવો છો તો એનાથી તમારા ઘરમાં ગરીબીનો વાસ ક્યારેય નહીં થાય.

તિલક :

સૂર્યમંડળના ગ્રહ મનુષ્યના જીવનને ઘણા પ્રભાવિત કરે છે. જો તમે રોજ ગ્રહો હિસાબે પોતાના માથા પર તિલક લગાવો છો, તો એનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. માટે તમે રોજ ગ્રહોના દિવસ અનુસાર પોતાના માથા પર તિલક લગાવો.

વીણા :

હકીકતમાં વીણાને દેવી સરસ્વતીનું રૂપ માનવામાં આવે છે. માટે જે ઘરમાં વીણા રહે છે એ ઘરની ઉપર ક્યારેય કોઈ આર્થિક સંકટ નહીં આવે છે. જો તમે પોતાના ઘરમાં એ રાખો છો, તો તમને ઘણો લાભ પ્રાપ્ત થશે.

પીવાનું પાણી :

જેવું કે તમે બધા લોકો જાણો છો કે આપણા જીવનમાં પાણીનું ઘણું મહત્વ હોય છે. જો પૃથ્વી પર પાણી ન હોય તો મનુષ્યનું જીવન સંભવ નહીં રહે. માત્રે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે પોતાના ઘરે આવતા મહેમાનોને સૌથી પહેલા પાણી આપો છો, તો એનાથી અશુભ ગ્રહ ટળી જાય છે, અને તમારા પર કોઈ પણ પરેશાની નથી આવતી. તમારા ઘર માંથી ધનની સમસ્યા પણ દૂર થાય છે. ગ્રહોથી થનાર ખરાબ પ્રભાવ દૂર થાય છે. માટે જયારે પણ તમારા ઘરમાં કોઈ મહેમાન આવે તો સૌથી પહેલા એને પાણી પીવા માટે અવશ્ય આપો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)