તમારા હાથની આંગળીઓની જગ્યા ખોલે છે, તમારા ઘણા રહસ્ય, જાણો આના વિષે.

0
1814

જ્યોતિષ વિદ્યા દ્વારા વ્યક્તિ વિષે ઘણી બધી જાણકારીઓ મેળવી શકાય છે, વ્યક્તિની કુંડળીથી વ્યક્તિના આવનારા સમય અને તેના સ્વભાવ વિષે જાણી શકાય છે, પરંતુ શું તમે જાણો છો? કે હાથની આંગળીઓ વચ્ચેનું અંતર પણ તમારા સ્વભાવ વિષે ઘણી બધી વાતો જણાવી શકે છે.

એક અધ્યયન મુજબ હાથની આંગળીઓ વચ્ચે કેટલું અંતર છે? એટલે બે આંગળીઓ વચ્ચે કેટલું અંતર છે? તેના દ્વારા વ્યક્તિના સ્વભાવ વિષે અનુમાન લગાવી શકાય છે. આજે અમે તમને હાથની આંગળીઓ વચ્ચેના અંતર કે કોઈપણ આંગળીઓ વચ્ચેના અંતર તમારા વિષે કેવા પ્રકારનું જણાવે છે તેના વિષે જાણકારી આપવાના છીએ.

જો તમે તમારા હાથની આંગળીઓના અંતર દ્વારા તમારા વિષે જાણકારી મેળવવા માગો છો? તેના માટે તમારે તમારા હાથ આરામદાયક અવસ્થામાં સામે રાખવા પડશે, તમને તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમારા હાથ ઉપર કોઈ પ્રકારનું જોર ન પડે.

તેને આરામથી સામે રાખી લો અને તે હાથમાં કોઈ મુવમેંટ ન હોવી જોઈએ, ત્યાર પછી તમારે એ જોવાનું રહેશે કે તમારા હાથની આંગળીઓ વચ્ચે કેટલું અંતર છે? અધ્યયન મુજબ આંગળીઓના વચ્ચેના અંતરને ૩ ભાગમાં વહેચવામાં આવ્યું છે.

૧) જો તમારી આંગળીઓ વચ્ચેનું અંતર ‘ટાઈપ એ’ નું છે તો સર્વે મુજબ તમે ઘણા જ ખુલ્લા મન ના વ્યક્તિ છો જેટલું તમારી આંગળીઓ વચ્ચેનું અંતર હશે, તમે એટલા જ ખુલ્લા વિચારો વાળા સાબિત થશો, તમે ઘણા સમજુ પણ છો, ક્યાં સમયે શું કરવું? તે બધાની જાણકારી તમને બરોબર હોય છે.

તમારે શું કામ કરવું છે? અને કઈ વ્યક્તિ માટે સમય આપવો અને કઈ વ્યક્તિને સમય નથી આપવો તે બધાની તે જાણકારી તમને સારી રીતે રહે છે. તમારા જે પણ મનમાં હોય છે તે અચકાયા સિવાય કે અચકાયા વગર સ્પષ્ટ શબ્દોમાં બોલી નાખો છો, તમે કોઈપણ વાત ફેરવી ફેરવીને નથી કરતા અને ન તો કોઈ વાત તમારા મનમાં છુપાવી રાખો છો. તમારા મિત્ર પણ ઘણા હોય છે પરંતુ જેને તમારાથી ઈર્ષા થાય છે તે તમારી પાસે પણ નથી ફરકતા.

૨) જો તમારા હાથની આંગળીઓનું અંતર ‘ટાઈપ બી’ નું છે તો અધ્યયન મુજબ તમે ઘણા જ રોચક વ્યક્તિ છો. રોચક એટલા માટે કહેવામાં આવી રહ્યા છે, કેમ કે તમારા વિષે જાણવા અને સમજવા માટે બીજી વ્યક્તિએ થોડી મહેનત કરવી પડી શકે છે, તમે તમારી વાત કોઈ વ્યક્તિ સાથે વહેચી શકો છો, પરંતુ કોણ તમારા માટે સાચા છે અને કોણ તમારા માટે ખોટા છે. તે વાતની માહિતી પહેલાથી જ મેળવી લો છો. જે તમારા ગંભીર સ્વભાવને દર્શાવે છે.

પરંતુ તમે તમારું જીવન ઘણું જ મોજ મસ્તી સાથે પસાર કરો છો, તમે તમારા જીવનનો સપૂર્ણ આનંદ ઉઠાવો છો તમે ઘણા જ રમુજી પ્રકારના વ્યક્તિ છો, જો કોઈ વ્યક્તિ દુ:ખી બેઠો હોય ત્યારે તમે તે વ્યક્તિ સામે વાત એવી બોલો છો કે તેનો મુડ એકદમ સારો થઇ જાય છે, એટલા માટે તમારી સાથે હરકોઈ વાત કરવા માંગે છે.

૩) જો તમારા હાથની આંગળીઓનું અંતર ‘ટાઈપ સી’ છે. તો તમારો સ્વભાવ ઘણો જ ગંભીર છે. તમે વધુ વાત કરવાનું પસંદ નથી કરતા. તમે તમારા પોતાનામાં જ ખોવાયેલા રહો છો. તમે કોઈ બીજા ઉપર વિશ્વાસ નથી કરતા.

તમને તમારા જીવનમાં કોઈ બીજી વ્યક્તિની દખલગીરી જરાપણ પસંદ નથી, પરંતુ જે વ્યક્તિ તમારા વિશ્વાસને લાયક હોય છે. તેની ઉપર તમે વિશ્વાસ કરી શકો છો, પરંતુ તમારા વિશ્વાસ પાત્ર બનવા માટે વ્યક્તિએ ખુબ મહેનત કરવી પડશે, કેમ કે તમે તરત કોઈ ઉપર વિશ્વાસ નથી કરતા એટલા માટે કોઈપણ વ્યક્તિ તમારા માટે વિશ્વાસ લાયક નથી હોતા.