આજે જ કરી લો ગણેશજીના આ 2 અનોખા ઉપાય, ઘરે બેઠા બેઠા ખુલી જશે કિસ્મત.

0
2458

મિત્રો, આ દુનિયામાં બધા ખેલ કિસ્મતના જ છે. તમે ભલે ગમે તેટલા આધુનિક વિચાર વાળા કેમ ન હોય પરંતુ એક વાત તો તમારે માનવી જ પડશે કે ઘણી વાર તમારી સારી એવી મહેનત પણ ખરાબ કિસ્મતની આગળ ફીકી પડી જાય છે. તેમજ ઘણા લોકો એવા પણ હોય છે કે જે વધારે મહેનત નથી કરતા પરંતુ સારી કિસ્મતને કારણે જીવનમાં બધું સરળતાથી મેળવી લે છે. જો તમે પણ પોતાની ખરાબ કિસ્મતથી પરેશાન છો અને તમારા કામ બનવાની જગ્યાએ વારંવાર બગડી જાય છે, તો ટેંશન ન લો. આજે અમે તમને તમારી બંધ કિસ્મતના તાળા ખોલવાનો રામબાણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

જેવું કે તમે બધા જાણો છો કે હિંદુ ધર્મમાં ગણેશજીને ભાગ્યવિધાતા પણ કહેવામાં આવે છે. ગણેશજી પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરવા અને કિસ્મત ચમકાવવામાં નિપુણ હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડા ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાયને એકવાર પણ અજમાવો છો તો તમારું ભાગ્ય ચમકી ઉઠશે.

ગણપતિના ઉપાયથી ચમકશે કિસ્મત :

ઉપાય 1 :

બુધવારના દિવસે તમે નજીકના પીપળાના ઝાડ પરથી એક પાંદડું લઈ આવો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પાંદડું એકદમ લીલું હોય અને ક્યાંકથી પણ ફાટેલું-તૂટેલું ન હોય. પાંદડું લઈ આવ્યા પછી એને ગણેશજીની સામે મુકો. આ પાંદડા પર ચોખા અને ઘઉંના બે ઢગલી બનાવો. ચોખાની ઢગલી પર એક સૂકી સોપારી રાખો. તેમજ ઘઉંની ઢગલી પર એક ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ ઘીનો હજુ એક દીવો પ્રગટાવો અને એનાથી ગણેશજીની આરતી ઉતારો. આરતી પછી પહેલી આરતી ગણેશજીને, બીજી પીપળાના પાનને અને ત્રીજી પોતાને આપો. હવે તમારી જે મુશ્કેલી હોય કે પછી કોઈ કામ થઈ રહ્યું ન હોય તો એ ગણેશજીને જણાવો અને હાથ જોડી પ્રાર્થના કરો.

જયારે પાંદડા પર રાખેલો ઘી નો દીવો ઓલવાય જાય ત્યારે એના પર રાખેલા ચોખા અને ઘઉંને પોતાના અન્ન ભંડારમાં ભેગા કરી દો. એનાથી તમારા ઘરમાં પૈસાની બરકત હંમેશા બની રહેશે. હવે જે પીપળાનું પાંદડું છે એને તમે પોતાની પાથરીની નીચે માથા પાસે મૂકી દો. આ રીતે તમે જયારે પણ ઊંઘશો તો એ પીપળાના પાંદડાની સકારાત્મક ઉર્જા તમારી અંદર સમાઈ જશે અને તમારી કિસ્મતમાં સુધારો આવશે. પીપળાનું પાન સંપૂર્ણ રીતે સુકાય જાય કે તૂટી જાય તો તમે આ ઉપાય રિપીટ પણ કરી શકો છો.

ઉપાય : 2

બુધવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને પેટભરીને જમાડો અને લાલ વસ્ત્રનું દાન કરો, એ પણ તમારી કિસ્મત ચમકાવી શકે છે. આ દિવસે ખાવાનું અને વસ્ત્રનું દાન શુભ માનવામાં આવે છે. તમે જયારે પણ કોઈને વસ્ત્ર દાન કરો તો એને પહેલા ગણેશજીની સામે મૂકી કંકુ અને ચોખાથી પૂજા જરૂર કરવી. કોઈ ગરીબને ખાવાનું ખવરાવતા પહેલા ગણેશજીને એનો ભોગ અવશ્ય લગાવો. તમને જલ્દી જ એનો ફાયદો જોવા મળશે.

જો તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેયર જરૂર કરો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ ન