ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. અને તેમની પૂજા કરવામાં આવે છે. લોકો 10 દિવસ સુધી પોતાના ઘરોમાં ગણેશ ભગવાનની મૂર્તિ રાખે અને એમની પૂજા કરે છે. આ દિવસોમાં આખા ભારતમાં ખુબ ધૂમ-ધડાકા રહેછે. અમુક લોકો 3 દિવસ માટે તો અમુક અઠવાડિયા માટે ગણપતિની મૂર્તિ રાખે છે. ત્યારબાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
મૂળરૂપથી આ તહેવાર મહારાષ્ટ્રનો છે પરંતુ ફિલ્મો અને સીરિયલમાં જોયા પછી એને આખા ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ગણેશજીની પૂજા જો અમુક ખાસ વસ્તુઓ વગર કરવામાં આવે તો તે પૂજા અધૂરી માનવામાં આવે છે. ગણેશજી વિઘ્નહર્તા છે અને એમની સાચા મનથી પૂજા કરવાથી તે તમારી દરેક પૂજા જરૂર સ્વીકારે છે. માટે આ વસ્તુઓ વગર અધૂરી છે ગણપતિ બાપ્પાની પૂજા. અને પૂજા કરવા માટે અથવા બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરતા પહેલા તમારે આ વાતો જરૂર જાણી લેવી જોઈએ.

આ વસ્તુઓ વગર અધૂરી છે ગણપતિ બાપ્પાની પૂજા :
કોઈ પણ શુભ દિવસ અને શુભ કામની શરૂઆત ગણેશજીની પૂજાથી જ કરવામાં આવે છે. બધા દેવી-દેવતાઓમાં ભગવાન ગણેશને પ્રથમ સ્થાન આપનાર એમના પિતા અને આ જગતને બનાવનાર ભગવાન શંકર જ છે. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા, સુખ-સમૃદ્ધિ અને બુદ્ધિમત્તાના દેવતા માનવામાં આવે છે. એમનો આ તહેવાર દર વર્ષે ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીની સાથે જ મંગલ કામોની કામના પણ કરવામાં આવે છે, અને એ દિવસે ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. પરંતુ એમની પૂજામાં કઈ-કઈ વસ્તુઓ મુખ્ય રૂપથી શામેલ કરવી જોઈએ એ વાતનું ધ્યાન આપણે વિશેષ રૂપથી રાખવું પડે છે.
1. લીલી દુર્વા (ગણેશજી પ્રિય એક પ્રકારનું ઘાસ) :
ગણેશ ચતુર્થીના દિવસે જો ભગવાન ગણેશની પૂજા દુર્વાથી કરવામાં આવે તો ગણેશજી ઘણા પ્રસન્ન થાય છે. એમની પૂજાના સમયે લીલી દુર્વા જરૂર અર્પણ કરવી જોઈએ.
2. શ્રી ફળ :
ભગવાન ગણેશજીને શ્રીફળ ઘણું પસંદ છે. માટે ગણેશજીને ગણેશ ચતુર્થીની પૂજા દરમ્યાન શ્રીફળ જરૂર ચઢાવો, તમને એનાથી ફાયદો જરૂર થશે.
3. મોદક :
ભગવાન ગણેશને મોદક એટલે કે લાડું ઘણા વધારે પસંદ છે, એ વાત તો તમે બધા જાણો છો. મોદક વગર ગણેશજીની પૂજા ઘણી અધૂરી હોય છે. માટે શક્ય હોય તો રોજ એમને મોદકનો ભોગ જરૂર ધરાવો. જો એવું શક્ય ન હોય તો પહેલા અને છેલ્લા દિવસે મોદકનો ભોગ જરૂર ધરાવો. ગણેશજી તમારી બધી મનોકામના પુરી કરશે.
4. હળદળ :
હળદળને શુભ કામનો સંકેત માનવામાં આવે છે અને ગણેશ ભગવાનની પૂજા પણ દરેક શુભ કામની શરૂઆત કરતા પહેલા કરવામાં આવે છે. એના સિવાય ભગવાન ગણેશની પીળો રંગ ઘણો પસંદ છે, અને એમની પૂજામાં હળદળને વિશેષ સ્થાન આપવામાં આવે તો ઘણું સારું રહે છે. કાચી હળદળ સાથે પીળો દોરો અને પીળા ફૂલ જરૂર શામેલ કરો, એનાથી તમારી પૂજા જરૂર સફળ થશે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)