મિત્રો આ વર્ષે 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી આવી રહી છે. એવામાં તમને દરેક જગ્યાએ એની રોનક જોવા મળશે. ગણેશ ચતુર્થીનો તહેવાર સામાન્ય રીતે 10 દિવસ સુધી ચાલે છે. જોકે ઘણી જગ્યાએ એમને 3 દિવસમાં પણ વિસર્જિત કરવાની પરંપરા છે. જયારે પણ દર વર્ષે ગણેશ ચતુર્થી આવે છે તો આપણે બજાર માંથી આપણા પસંદગીના ગણપતિ લાવીએ છીએ.
આ વર્ષે બજારમાં ઈકોફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ ઘણી ધૂમ મચાવી રહી છે. જયારે પણ તમે ગણેશજીની મૂર્તિઓ લાવો છો તો એમની સાચા નિયમથી સ્થાપના પણ કરવી પડે છે. જો તમે ગણેશીજી સ્થાપના યોગ્ય રીતે નથી કરતા તો તમને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ નથી થતી.

ઘણા લોકો ઘરમાં શોખથી ગણેશજી લઈને આવે તો છે, પરંતુ એમની સ્થાપનાની વાત આવે છે તો વધારે વિચારતા નથી અને એમને ઘરમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં સ્થાપિત કરી દે છે. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ખોટા સ્થાન પર વિરાજિત કરેલા ગણેશજીની પૂજા-પાઠનો પણ કોઈ લાભ નથી મળતો. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને વાસ્તુ અનુસાર ગણેશજીને સ્થાપિત કરવાની સાચી દિશા જણાવવા જઈ રહ્યા છીએ.
આ દિશામાં ગણેશજીની સ્થાપના કરવી હોય છે શુભ :
વાસ્તુ અનુસાર ગણેશજીને એ પ્રકારે સ્થાપિત કરવા જોઈએ કે એમનું મુખ હંમેશા પશ્ચિમ દિશામાં જ હોય. આ તરફ જયારે તમે ગણેશજીની આરાધના કરશો તો તમારું મુખ પૂર્વ દિશામાં હશે. જેવું કે તમે જાણો છો કે પૂર્વ દિશા સૂર્યદેવની દિશા હોય છે. સૂર્ય માંથી નીકળતા પ્રકાશમાં ઘણી પોઝિટિવ એનર્જી હોય છે. તે પોઝિટિવ એનર્જી જયારે તમારી પર પડે છે અને તમે પૂજા કરો છો તો એનું ફળ ઝડપી મળે છે.
જો તમે કોઈ કારણવશ આ દિશામાં ગણેશજીને સ્થાપિત નથી શકતા, તો બીજી દિશા એટલે કે ઉત્તર દિશામાં પણ તમે એમને સ્થાપના કરી શકો છો. જો કે આ બે દિશા સિવાય બીજી કોઈ દિશામાં ગણેશજીને સ્થાપિત નહીં કરવા જોઈએ.
ગણેશ સ્થાપના સમયે આ વાતોનું રાખો ધ્યાન :
જયારે પણ તમે ગણેશજીને સ્થાપિત કરો ત્યારે એમને સીધા જમીન પર ન બેસાડો. પણ એમની નીચે કોઈ બાજોઠ અથવા આસન અવશ્ય રાખો. એમને જમીન અથવા ટેબલની સપાટીથી થોડા ઉપર રાખવા જોઈએ.
એક વાર ગણેશજીની સ્થાપના થઈ જાય તો એમની રોજ સવાર સાંજ પૂજા અવશ્ય કરવી જોઈએ. જ્યાં સુધી તમે ગણેશજીને વિસર્જિત ન કરો ત્યાં સુધી એમની નિયમિત રીતે બંને સમયે પૂજા થવી જોઈએ. પૂજાની સાથે-સાથે તમારે બંને સમયે ભોગ પણ ધરાવવો જોઈએ.
તમે જે જગ્યાએ ગણેશજીની સ્થાપના કરો ત્યાં સાફ-સફાઈનું વિશેષ રૂપથી ધ્યાન રાખો. સાથે જ પ્રયત્ન કરો કે એ રૂમમાં હંમેશા શાંતિ બનેલી રહે અને કોઈ પ્રકારનો ઝગડો કે ગાળા-ગાળી ન થાય.
મિત્રો, જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો એને પોતાના મિત્રો સાથે શેયર કરવાનું ન ભૂલતા. સાથે તમે ઈકોફ્રેન્ડલી એટલે કે માટી માંથી બનેલી ગણેશજીની મૂર્તિ લાવવાનો જ આગ્રહ રાખો જેથી પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)