ફની ફોટા : ક્રિએટિવ કરવાના ચક્કર લોકોએ એવી ડિઝાઇન બનાવી કે તમે હસી હસીને થાકી જશો.

0
3008

આ 14 ડિઝાઈનર કાંઈ હટકે કરવા નીકળ્યા હતા, પણ તેનું પરિણામ એવું આવ્યું કે તમને હસવું આવી જશે, જુઓ ફોટા.

એવું જરૂરી નથી કે કંઇક અલગ કરવાની લ્હાયમાં વસ્તુઓ હંમેશા સારી જ નીકળે. ક્યારેક પરિણામ એકદમ વાહિયાત પરિણામ પણ સામે આવે છે. ડિઝાઇનિંગમાં પણ આવી વસ્તુઓ જોઇ શકાય છે. ઘણા ડિઝાઇનરો પોતે ડિઝાઇન કરેલી વસ્તુ કેવી દેખાશે અથવા લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરશે તે વિશે વિચાર્યા વિના, સર્જનાત્મક બનવાના ચક્કરમાં કંઈપણ બનાવી દે છે. અમારી પાસે એવા જ કેટલીક મનોરંજક વસ્તુઓના ફોટા છે, જ્યાં તમે વાહિયાત ડિઝાઇનર્સના સાહસો સ્પષ્ટપણે જોઈ શકો છો.

આવો, હવે ડીઝાઈન ફેઈલ્સના ફોટાઓ પર એક નજર ફેરવીએ અને હસીએ.

(1) આ કેવા પ્રકારની ઢીંગલી બનાવી છે ભાઈ? (2) નવા લુકના ચક્કરમાં આ કયો કાંડ કરી દીધો? આવા વાળ લઈને કોણ લગ્ન કે પાર્ટીમાં જાય?

(3) ઇટાલિયન અને જાપાનીઝ વાનગીઓનું સૌથી ખરાબ કોમ્બિનેશન છે આ વાનગી. અમુકને તો જોઈને જ ઉલ્ટી થઇ જશે. (4) ગાડીનું આટલું બેકાર કવર બનાવનાર શું ખાઈને ડિઝાઈન કરવા બેઠો હશે?

(5) આવો પીકાચુ તમે ક્યારેય સપનામાં ય જોયો છે? (6) મગરના માથા અને પગ વાળી બેગની ડિઝાઇન. આના કરતા સારી ડિઝાઇન વાળા બેગ તો રસ્તા પર બેગ વેચવા વાળા સો સો રૂપિયામાં આપે.

(7) આ લોકોએ તો આખું સમુદ્ર જ બાથરૂમમાં લાવીને મૂકી દીધું. સી વ્યુ ઘર બનાવે પણ આમણે તો સી વ્યુ બાથરૂમ બનાવી દીધું. (8) શું તમે આવા ઓશીકા લેવા માંગશો?

(9) આ જેકેટ પૃથ્વી પર પહેરવા માટે છે કે અવકાશમાં પહેરવા માટે? કદાચ બાબુ શોના વાળા ડિઝાઇન કરવા બેઠા હશે. (10) આ ચડ્ડો માણસો માટે છે કે એલિયન્સ માટે?

(11) આ ડિઝાઇન તો કઈંક વધારે જ એડવાન્સ છે. (12) માસ્કની આ ડિઝાઇન બનાવનારને શું કહેવું એ સમજાતું નથી.

(13) શું આ સ્વર્ગની સીડી છે? (14) આ કોઈના ઘરનું પોતું નહિ પણ મોંઘી કિંમતની ડિઝાઇનર ચડ્ડી છે.