હાસ્યની દુનિયામાં આવેલા અત્યાર સુધીના સૌથી ઉત્તમ જોક્સ, વાંચતા જ લોથપોથ થઇ જશો તમે

0
3846

આજકાલની દોડધામ વાળા જીવનમાં હરકોઈ ટેન્શનમાં રહે છે અને તમને જણાવી આપીએ કે સ્વસ્થ રહેવા માટે હસવું ઘણું જ જરૂરી છે. માણસ ની માનસિક સ્થિતિ સાથે સાથે શારીરિક સ્થિતિ પણ હસવાથી સારી રહે છે. અને સોસીયલ મીડિયા આજના સમયમાં મનોરંજન નું સારું સાધન છે જ્યાં તમને એક થી એક વસ્તુ જોવા મળી જાય છે જેનાથી તમને સારું એવું મનોરંજન થઇ જાય છે.

આજના સમયમાં દરેક માણસ નું જીવન એટલું દોડધામ વાળું બની ગયું છે કે લોકો પૈસા કમાવા ના ચક્કર માં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તે પોતા ને ભૂલી ગયા છે. એટલું જ નહિ આ દોડધામ ભરેલા જીવનમાં વ્યક્તિ હસવાનું સુદ્ધાં ભૂલી ગયા છે. આજે અમે તમને હસાવવા માટે થોડા પસંદગી ના રમુજ લઈને આવ્યા છીએ જે તમારા તનાવ ને દુર કરશે જ સાથે જ તમને ખુબ હસાવવા ના પણ છે.

1. પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતે નથી કરતા ?

પતી : હવે શું થયું? શું કરી નાખ્યું એવું મેં?

પત્ની : તમે જે કાલે cylinder લગાવ્યું હતું,

પતી : હા લગાવ્યું હતું.

પત્ની : ખબર નહિ કેવું લગાવ્યું કાલથી બે વખત દૂધ ઉકળ્યું, બન્ને વખત જ દૂધ ફાટી ગયું.

2. પત્ની મંદિર ગઈ અને માનતાનો દોરો બાંધવા માટે હાથ ઉપાડ્યો.

પછી કાંઈક વિચારીને દોરો બાંધ્ય વગર જ હાથ નીચે કરી લીધો.

પતી : આ શું? માનતા ન માગી?

પત્ની : માગવા જ લાગી હતી કે ઈશ્વર તમારી તમામ મુશ્કેલી દુર કરી દે.

પછી વિચાર્યું ક્યાંક હુ જ ના ઝપટમાં આવી જાઉ.

3. તે દિવસો દુર નથી

જયારે દીવાલો ઉપર લખવામાં આવ્યું હશે કે

૧૫ દિવસમાં facebook, whatsapp છોડવો ગેરંટી સાથે.

મળો દર બુધવારે જુના બસ સ્ટેન્ડ પાસે

4. પત્ની : સાંભળો જી, મને એક નવી સાડી ખરીદવી છે,

પતી : પણ તારા કબાટમાં તો સાડીઓ ભરેલી પડી છે.

પત્ની : અરે તે સાડીઓ તો આખી સોસાયટીની મહિલાઓ જોઈ ચુકી,

પતી (ખીજાઈને) : તો પછી સાડી જ શું લેવી, સોસાયટી જ બદલી નાખીએ છીએ.

5. એક માણસ એ પોતાની પત્નીને સુનામીના મોજામાં ગુમાવી દીધી,

એક દિવસ દરિયા કાંઠે ઉભા હતા.

મોજા તેના પગને સ્પર્શ કરી રહ્યા હતા.

અચાનક તે બોલી ઉઠ્યો : જુવો દરિયા ભાઈ કેટલા પણ પગ પકડો,

હું મારી પત્નીને પાછી લેવા નથી આવ્યો,

તમારી ભૂલ છે હવે તમે જ ભોગવો.

6. એક માણસ પોતાની પત્નીને લીધે ગભાયેલો ડોક્ટરના દવાખાને ગયો અને ડોક્ટરનો હાથ પકડીને એક બાજુ લઇ ગયો,

ડોક્ટર : શું થયું?

માણસ : ડોક્ટર સાહેબ, મારી પત્ની ૮GB નું મેમરી કાર્ડ ગળી ગઈ છે, ત્યારથી સતત ગાઈ રહી છે. જલ્દી કાઢી દો.

ડોક્ટર : ક્યારથી ગીત ગાઇ રહી છે?

માણસ : ગાવાને ગોળી મારો ડોક્ટર સાહેબ, મારી તો એ વિચારીને હાલત ખરાબ થઇ રહી છે કે video folder ઉપર પહોચશે તો શું કરશે?

7. એક માણસની પત્ની મ-રી-ગ-ઈ તે ખુબ રોઈ રહ્યો હતો.

એક મિત્ર એ પૂછ્યું : ભાભીજીને શું થયું?

માણસ : કાંઈ નથી, બસ દહીં ખાઈ રહી હતી.

અને ખાતા ખાતા જ..

મિત્ર : સારું, એ બતાવ કે દહીં બીજું વધ્યું છે શું?

8. પતી પેપ્સી સામે રાખીને ઉદાસ બેઠો તો.

પત્ની આવી અને પેપ્સી પી ગઈ અને બોલી તમે આજે કેમ ઉદાસ છો?

પતી : આજે તો દિવસ જ ખરાબ છે.

સવારે તારી સાથે ઝગડો થઇ ગયો, રસ્તામાં કાર ખરાબ થઇ ગઈ.

ઓફિસે મોડો પહોચ્યો. બોસે નોકરી માંથી કાઢી નાખ્યો.

હવે સોસાઈટ કરવા માટે પેપ્સીમાં ઝે-ર ભેળવ્યું હતું. તે પણ તું પી ગઈ.

9. પત્ની (ગુસ્સા માં) : હું ઘર છોડીને જઈ રહી છું.

પતી (ગુસ્સામાં ) : હા “જાન” છોડાવ હવે.

પત્ની : બસ તમારી આ “જાન” કહેવાની ટેવ એ હંમેશા મને રોકી લે છે.