સ્ટાઈલિશ દેખાવા માટે આ 15 લોકોએ એવી હેરકટ કરાવી કે જોઈને તમને હસવું આવી જશે.

0
212

આ 15 લોકોની હેરસ્ટાઈલ જોઈને તમે કહેશો આવા નમૂનાની બુદ્ધિ ખાસ ચરવા ગઈ છે કે શું? જુઓ ફની ફોટા.

જ્યારે વાળ કપાવવાની વાત આવે છે, ત્યારે લોકો ખૂબ જ મૂંઝવણમાં રહે છે અને ઘણા વધારે વિચાર કરે છે. જેમ કે, મારે કપાવવા જોઈએ કે નહીં? આ સ્ટાઈલ મારા પર સારી લાગશે કે નહીં? શું હું તેને 1 અઠવાડિયા પછી કપાવી દઉં? વાળ બગડશે તો નહીં ને. અને આ વધુ પડતું વિચારવું નથી તો બીજું શું છે? વાળ આપણી પર્સનાલિટીને સુંદર બનાવવાનું કામ કરે છે. એટલે વિચારવું પણ પડે છે.

લોકો પોતાની જાતને અલગ બનાવવા માટે પોતાના વાળ સાથે અલગ-અલગ પ્રયોગ કરતા રહે છે. હેરસ્ટાઇલના અલગ-અલગ ટ્રેન્ડ દરરોજ આવતા રહે છે. આજે અમે તમારા માટે આવા જ લોકોના ફોટા લાવ્યા છીએ, જે હેર કટ કરીને સ્ટાઈલિશ બનવા માંગતા હતા, પરંતુ તેમની સાથે ખેલ થઈ ગયો.

Weird Haircut :

(1) આ શું હંગામો મચાવ્યો છે ભાઈ! આવી દાઢી મૂછ રાખીને સાબિત શું કરવું છે? (2) એવું લાગે છે કે આ ભાઈ વાળ કપાવવા ગયા હતા અને વચ્ચેથી જ ભાગી આવ્યા!

(3) પોતાની ઈ-મેલ આઈડી પણ લખાવી દેવી હતી ને. (4) લાગે છે કે આ કાકા Wolverine ના મોટા ફેન છે.

(5) આ શું છે, આખી ગેમ ચહેરા પર જ રમવાની! (6) આ વ્યક્તિ સાઉથના અપરિચિતનો મોટો ચાહક ફેન લાગે છે.

(7) આમણે તો પોતાની દાઢીમાં ચક્રવ્યૂહ બનાવી લીધો છે. (8) શું તમે આવી હેરકટ રાખી શકો છો?

(9) જો આપણે આવા વાળ કપાવીને આવીએ તો મમ્મી ઘરમાં ઘુસવા નહીં દે. (10) અરે ભાઈ ડોલર તો અમે અમારી દાઢીમાં રાખીને ફરીએ છીએ.

(11) કાકા, તમારા વાળ સેટ કરાવવાનો સમય આવી ગયો છે. (12) આ હેરકટ ok હોવા છતાં, તે જરાપણ ok નથી.

(13) આ આમણે શું કરાવ્યું છે. (14) આ અનુ મલિકના મોટા ફેન લાગે છે એટલે જ દાઢીમાં – આગ લગા દી આગ!

(15) ભાઈ તેં આ શું કર્યું?

હવે તમે કહો, શું તમે આવી હેરસ્ટાઇલ કરવાની હિંમત કરી શકો છો, કે પછી તમને તમારા મમ્મી-પપ્પા કે પત્નીથી ડરશો? આજ સુધી અમે અમારી આસપાસ આવા વાળ ધરાવતા કોઈ નમૂના જોયા નથી. માનવું પડે કે આવા વાળ કપાવીને બહાર આવવું એ ખરેખર હિંમતનું કામ છે. આમાંથી તમને કઈ હેરસ્ટાઇલ સૌથી વધારે વિચિત્ર લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો.