જોક્સ :
ચિન્ટુ : મોટા માણસ બનવું છે તો રિસ્ક તો લેવું પડશે.
માં : પહેલા આ ચપ્પલ અહીંથી લઇ લે અને સાઈડમાં મૂકી દે, પોતું કર્યું છે.
જોક્સ :
પતિ પત્નીમાં સમજશકિતના અભાવે છૂટાછેડાના ધણા બનાવો બને છે.
પણ એ બન્નેમાં ખરી સમજશકિત હોત તો લગ્ન થાત ખરાં?
જોક્સ :
છગન : જો પત્ની પોતાના પતિને ફેસબુક પર બ્લોક કરી દે,
તો તેને શું કહેવાય?
મગન : બ્લોક કરી દીધો એમ જ કહેવાય ને.
છગન : ના, તેને કહેવાય ઈલેક્ટ્રોનિક છૂટાછેડા.
જોક્સ :
મીના : તમારા પતિ દેવે રામાયણ સીરીયલમાં રાક્ષસને ઋષિમુનિના રોલ કર્યા પણ ઘરમાં કયો રોલ ભજવે છે?
ટીના : ઘરમાં તો મારા ‘એ’ ગુસ્સામાં હોય ત્યારે રાક્ષસ જેવા ને શાંત હોય છે ત્યારે ઋષિમુનિ જેવા બની જાય છે.
અને ઊંઘમાં કુંભકર્ણ જેવા બની જાય છે!

જોક્સ :
સંબંધી : એન્જીનીયરીંગ લઇ લે, ઘણો સ્કોપ છે.
4 વર્ષ પછી…
સંબંધી : કેવો લાગયો મજાક.
જોક્સ :
પતિ : જો આ સૂપમાં તારો વાળ ક્યાંથી આવ્યો?
પત્ની : એ મારો વાળ નથી પરંતુ પ્લેટની તિરાડ જણાય છે.
આ સાંભળી પતિ સૂપમાં આંગળી નાખવા લાગ્યો.
પત્ની : અરે પણ તમે આશું કરો છો?
પતિ : તિરાડને પ્લેટની બહાર કાઢીને ટેબલ પર મૂકું છું!
જોક્સ :
પત્ની : ચાલો તમારી બેગ પેક કરો,
મેં 10 લાખની લોટરી જીતી છે.
પતિ : શું શું પેક કરું?
આપણે ક્યાંક ફરવા જવાનું છે?
પત્ની : ફક્ત પોતાનો સામાન પેક કરો અને ઝડપથી આ ઘરમાંથી નીકળો.
જોક્સ :
પતિ : તેં ખરેખર મારી નાનપણની મહેચ્છા પૂર્ણ કરી!
પત્ની : એ વળી કઈ?
પતિ : નાનપણમાં મારી માં મારા વાળ ઓળતી ત્યારે મને થતું,
મારી ટાલ હોય તો કેવું સારું? ને એ મહેચ્છા તેં લગ્ન પછી પરિપૂર્ણ કરી બતાવી!
જોક્સ :
છ વર્ષના મયંકે પોતાના દાદાને પૂછ્યુ કે,
દાદાજી, પપ્પા સામેના બિલ્ડિંગમાં રહેતા મીના આંટી સાથે ઇશારાથી વાત કેમ કરે છે?
દાદા : ભૂલ તારા પપ્પાની નથી બેટા, આ તો વારસામાં મળેલી બીમારી છે.
જોક્સ :
છગન : જો હું પૈસાદારની એકની એક સુકન્યા સાથે પરણી જાઉં તો ભયો! ભયો! પૈસાની ફિકર જ ના રહે!
મગન : તો, તો, પરણી જાને પરણતા તને કોણ રોકે છે?
છગન : મારા ગરીબ સસરાની. એકની એક સુકન્યા!
જોક્સ :
એક દુકાનદારને પૂછવામાં આવ્યું : શું તમે નસીબ પર વિશ્વાસ કરો છો?
દુકાનદાર બોલ્યો : હા, મારા દુશ્મનોની દુકાનમાં વધુ ગ્રાહકોને હું બીજા કયા શબ્દોમાં વર્ણવી શકુ.
જોક્સ :
રમેશ : દરેક પત્ની, પ્રેમમાં ચોર જેવી ને વહેમમાં પોલીસ જેવી બની જાય છે!
જયેશ : કેવી રીતે?
રમેશ : પતિના કોટ ઉપર કોઇનો લાંબો વાળ જરા જો દેખાયો તો બૂમરાણ કરી મૂકે કે, આ તમારી કઈ સગલીને પ્રેમ કરો છો?
જયેશ : એને કદાચ વાળ ના દેખાયો તો?
રમેશ : તોપણ એ રાડારાડ કરી મૂકે કે, તમે કઈ બૉડીને પ્રેમ કરો છો?
જોક્સ :
ગુનાશોધક યંત્ર વિશે તમે શું જાણો છો?
ઘણું જાણું છું.
કઈ રીતે?
એકની સાથે હું પરણ્યો છું.
જોક્સ :
જયેશ : મારી-પત્ની કેતી’તી કે, તારી પત્નીએ લેડિઝ કલબમાં ડર્ટી પોલિટિક્સ પર સારૂ એવું લેકચર ઝૂડી નાખ્યું!
દિનેશ : ઝૂડી જ નાખે ને! (મને તો રોજ ઝૂ ડે છે!) કારણ કે અમે પરણ્યાં ત્યારથી તે આજની તારીખ સુધી એ મારા ધરની સ્પીકર છે!