રાતોરાત બદલાઈ જાય છે આ રાશિઓનું નસીબ, આ ગ્રહ હોય છે તેમના પર મહેરબાન.

0
797

આ ગ્રહ આ રાશિના લોકોને શુભ પરિણામ આપે છે, વ્યક્તિને અચાનક ઉચ્ચ પદ, મોટો લાભ વગેરે મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિનો પ્રભાવ વ્યક્તિના જીવન પર જોવા મળે છે. ગ્રહના ગોચર અથવા રાશિ પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર શુભ કે અશુભ કોઈપણ સ્વરૂપમાં જોવા મળે છે. સાથે જ રાશિના આધારે એ પણ જોવામાં આવે છે કે, કયા ગ્રહની સ્થિતિ શુભ છે અને કયા ગ્રહની સ્થિતિ અશુભ છે. કેટલાક લોકોની રાશિમાં અચાનક ફેરફાર જોવા મળે છે. આવો જાણીએ આ રાશિના લોકો વિશે.

મિથુન – જ્યોતિષમાં રાહુને પાપી ગ્રહ માનવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં રાહુ અશુભ સ્થાનમાં હોય તો તેના જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જાય છે. રાહુ ગ્રહ જીવનમાં આકસ્મિક ઘટનાઓનો કારક માનવામાં આવે છે. રાહુ મિથુન રાશિમાં ઉચ્ચ (બળવાન) માનવામાં આવે છે. મિથુન રાશિના લોકોની કુંડળીમાં રાહુ ઉચ્ચ સ્થાનમાં હોય તો તે ખાસ સંજોગોમાં શુભ ફળ આપે છે.

તેની અસરથી વ્યક્તિની અચાનક પ્રગતિ થાય છે. વ્યક્તિના જીવનમાં અચાનક ક્યાંકથી પૈસા મળવાના યોગ બને છે. આ લોકોને અચાનક સફળતા મળે છે. આવી સ્થિતિમાં જો આ રાશિના લોકો રાહુને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરે તો ખૂબ જ ફાયદો થશે.

મકર – મકર રાશિના લોકો માટે રાહુ શુભ સાબિત થાય છે. શનિ દેવ આ રાશિના સ્વામી છે. શનિને કર્મફળ આપનાર અથવા ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. રાહુ સખત પરિશ્રમ કરનાર અને મહેનતુ લોકોથી પ્રસન્ન થાય છે. અને તેમને શુભ પરિણામ આપે છે. અચાનક વ્યક્તિને ઉચ્ચ પદ, મોટો લાભ વગેરે મળે છે. પરંતુ આ રાશિના લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ કોઈપણ પ્રકારનું ખોટું કામ ન કરે. જો તેઓ એવું કરશે તો રાહુ મોટું નુકસાન પણ કરી શકે છે. તેથી, તમારી વાણી અને સંગત પર સંયમ રાખો.

રાહુને પ્રસન્ન કરવા કરો આ ઉપાયો : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને પ્રસન્ન કરવા માટે બંને રાશિના લોકો શનિવારે વ્રત રાખી શકે છે. સાથે જ આ લોકોને ભગવાન શિવની પૂજા કરવાની પણ સલાહ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે શિવલિંગની પૂજા કરતી વખતે તેના પર બીલી પત્ર અને ધતુરા ચઢાવવાથી રાહુની અશુભતા દૂર થઈ શકે છે.

રાહુ મંત્ર : રાહુના અશુભ પ્રભાવને ઘટાડવા માટે ઉપાયોની સાથે મંત્રોનો જાપ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. શનિવારના દિવસે રાહુની શુભ અસર માટે ઓછામાં ઓછી એક માળા “ૐ રાં રાહવે નમઃ” મંત્રનો જાપ કરતા કરતા ફેરવો.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.