16 જુલાઈથી સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિવાળાનું નસીબ, જાણો કેટલા નસીબદાર છો તમે.

0
1678

સૂર્ય 16 જુલાઈએ મિથુન રાશિમાંથી નીકળીને આ રાશિમાં ગોચર કરશે, તમારા માટે આ ગોચર સારું સાબિત થશે કે નહિ, જાણો.

ગ્રહોના રાજા સૂર્યનું 16 જુલાઈએ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ દિવસે સૂર્ય મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં ગોચર કરશે. સૂર્યનું આ રાશિ પરિવર્તન રાતે 11 વાગીને 11 મિનિટ પર થશે. સૂર્યનું આ રાશિ પરિવર્તન ઘણીબધી રાશિઓ માટે મહત્વપૂર્ણ થશે. મિથુન, કર્ક, તુલા, અને મીન રાશિ વાળાના માટે આ ગોચર બધાથી સારૂ સાબિત થઈ શકે છે.

મેષ – સરકારી વિભાગોમાં કામ કરતા લોકો પોતાના જીવનમાં પ્રગતિ અને સફળતા તરફ જોઈ શકશે. જે લોકો ઊંચા પદની નોકરી શોધી રહ્યા છે, એમણે પોતાનો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. કારણકે આ દરમિયાન તમને પોતાના પ્રયત્નનું સારું ફળ મળી શકે છે.

વૃષભ – સૂર્યનું કર્ક રાશિમાં ગોચર થયા પછી નોકરીમાં ફેરફાર થવા અથવા સ્થનાંતર થવાની શક્યતા છે. એટલે કે મૂળ રૂપથી તમને કાર્યસ્થળમાં ફેરફાર થવાના યોગ બની રહે છે. આ સિવાય જે લોકો ખેલ-કૂદ ના વ્યવસાયમાં જોડાયેલા છે. તે પણ આ દરમિયાન સારો એવો લાભ પ્રાપ્ત કરી શકાય છે.

મિથુન – તમારી રાશિનો બીજો ભાવ એટલે ધન ભાવમાં સૂર્ય આવે છે. આ સમયગાળો તમારા માટે આર્થિક રૂપથી લાભકારી થઇ શકે છે. નોકરી કરતા લોકોના જીવનમાં આ ગોચર પગાર વધારો અને પ્રોત્સાહન લઈને આવી શકે છે. બેંક-બેલેન્સ વધશે. રોકાણ કરવાવાળા લોકોને લાંબા સમય સુધી લાભ મળશે.

કર્ક – સૂર્યનું ગોચર તમારી જ રાશિમાં થવા જઈ રહ્યું છે. આ દરમિયાન તમે આવક વધવાની આશા કરી શકો છો. સરકારી નોકરીના માટે પ્રયત્ન કરી રહેલ લોકોના માટે સમય અનુકૂળ છે. એટલે કે તે પોતાની મનપસંદ નોકરી મેળવવામાં સફળ થઈ શકે છે.

સિંહ – સૂર્યના આ ગોચર દરમિયાન તમે કેટલીક યાત્રાઓની યોજના બનાવી શકો છો. જે આરામદાયક ન હોઈને ઘણી થકાવવાવાળી હશે. હમણાં શક્ય હોય તો આવી યાત્રાઓને ટાળવાનો પ્રયત્ન કરો. પૈસાની બાબતમાં સ્થિતિ સામાન્ય રહેવાની છે. ખર્ચા પણ વધી શકે છે.

કન્યા – પબ્લિક સેક્ટરમાં નોકરીની શોધ કરી રહેલા લોકોને ખુશીના સમાચાર મળી શકે છે. સમાજ સેવાના રૂપમાં કામ કરવાવાળા લોકો માટે સમય સારો છે. વ્યવસાયી લોકોને સલાહ આપવામાં આવે છે કે સૂર્યના આ ગોચર દરમિયાન કોઈ પણ નવા રોકાણ કરવાથી બચો. જમીન-મિલકતમાં પૈસા ન ફસાવો.

તુલા – કરિયરની નવી શરૂઆત કરવાની યોજના બનાવી રહ્યા છે તેમને આ સમયગાળામાં ઝડપથી સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. નોકરી કરતા લોકોને એમના કાર્યક્ષેત્રમાં પ્રશંસા અને પ્રસિદ્ધિ મળશે. વ્યવસાયીને આ દરમિયાન પોતાના વ્યવસાયમાં પ્રતિષ્ઠા અને ખ્યાતિ પ્રાપ્ત થવાની છે.

વૃશ્ચિક – જો તમે પોતાની નોકરીમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ અવસ્થામાં તમને કેટલાય અવસર પ્રાપ્ત થશે. વ્યાપાર કરવાવાળાને પણ આ દરમિયાન બહુ લાભ થશે. એમ છતાં પૈસાની લેવડ દેવડને કારણે વિવાદ વધી શકે છે.

ધનુ – નોકરી કરતા લોકો આ ગોચર અવસ્થામાં પોતાની નોકરીને લઈને અસુરક્ષા અનુભવી શકે છે. તમે ઓફિસની ખરાબ રાજનીતિ અથવા કાવતરાનો શિકાર થઈ શકો છો. વડીલો કે બોસ સાથે વાતચીત કરતા સમયે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

મકર – મકર રાશિના જે લોકો ભાગીદારીના વ્યવસાયમાં છે. તેમણે આ દરમિયાન કેટલીક અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓ અથવા શત્રુઓથી સાવધાન રહો. કોઈપણ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ના કરવો.

કુંભ – પરણેલા લોકોને જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્ય અથવા કોઈ જરૂરી યાત્રાઓને કારણે ઘરથી દૂર જવાનું થઈ શકે છે. જે વ્યક્તિ પ્રેમ સંબંધમાં છે, એણે આ અવસ્થામાં વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. લગ્નની વાતો પણ બગડી શકે છે.

મીન – વિદ્યાર્થીઓ માટે આ અવસ્થા અનુકૂળ સાબિત થશે. તમે પરીક્ષાઓમાં પાસ થશો. સારા નંબર સાથે આગળ વધશો. પરિશ્રમ કરવાવાળા ને રોજગારમાં સફળતા મળશે. સંતાનપક્ષથી કોઈ શુભ સમાચારની શકયતા બની શકે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.