શું તમે ક્યારેય વિચાર્યું કે સાબુનું ફીણ સાબુના કલરનું કેમ નથી હોતું, અહીં જાણો તેનું વૈજ્ઞાનિક કારણ.
દરેક વ્યક્તિ સાબુનો ઉપયોગ કરે છે. પોતપોતાની પસંદગી પ્રમાણે દરેક વ્યક્તિ વિવિધ પ્રકારના સાબુનો ઉપયોગ કરે છે. બજારમાં નહાવાથી લઈને કપડાં ધોવા સુધીના સાબુ મળે છે. જે વિવિધ આકાર, કદ અને રંગોમાં ઉપલબ્ધ હોય છે. પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે, સાબુ ગમે તે રંગનો હોય પણ તેમાંથી હંમેશા સફેદ ફીણ જ કેમ નીકળે છે?
ફીણ સફેદ રંગનું જ કેમ છે?
ક્યારેક તમારા મનમાં પણ એવો પ્રશ્ન આવ્યો હશે કે જે રંગનો સાબુ હોય, એ જ રંગનું ફીણ કેમ નથી નીકળતું? તો તમને જણાવી દઈએ કે આની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે.
ફીણ બન્યા પછી રંગ ખોવાઈ જાય છે :
વિજ્ઞાનના કારણે કોઈપણ સાબુથી હાથ ધોયા પછી તેનો રંગ ક્યાંક ખોવાઈ જાય છે અને ફીણ સફેદ જ નીકળે છે. વિજ્ઞાન અનુસાર કોઈ પણ વસ્તુનો પોતાનો કોઈ રંગ હોતો નથી. કોઈપણ વસ્તુના રંગ પાછળનું કારણ પ્રકાશના કિરણો છે.

તેની પાછળનું વિજ્ઞાન જાણો :
જો કોઈ વસ્તુ પ્રકાશના તમામ કિરણોને શોષી લે છે, તો તે વસ્તુ કાળી દેખાય છે. બીજી બાજુ, જો કોઈ વસ્તુ પ્રકાશના તમામ કિરણોને પરાવર્તિત કરે છે, તો તે વસ્તુ સફેદ દેખાય છે. સાબુના ફીણ સાથે પણ એવું જ થાય છે.
રિપોર્ટ શું કહે છે?
એથેન્સ સાયન્સનો રિપોર્ટ કહે છે કે, સાબુ કોઈપણ રંગનો હોઈ શકે છે, જ્યારે તે સાબુ બને છે ત્યારે તેમાં હવા, પાણી અને સાબુ હોય છે. પછી તે ગોળ આકાર લઈને પરપોટાના સ્વરૂપમાં જોવા મળે છે. જ્યારે પ્રકાશના કિરણો તેમના પર પડે છે, ત્યારે તેઓ પરાવર્તિત થાય છે. આ કારણે પારદર્શક પરપોટા સફેદ દેખાય છે.
ફીણથી બનેલા પરપોટા પારદર્શક હોય છે :
વિજ્ઞાન એ પણ કહે છે કે, સાબુના ફીણમાંથી બનેલા નાના પરપોટા સપ્તરંગી પારદર્શક ફિલ્મથી બનેલા હોય છે, પરંતુ હકીકતમાં તે પારદર્શક હોય છે. આ કારણોસર જ્યારે પ્રકાશના કિરણો તેમના પર પડે છે, ત્યારે તે પરાવર્તિત થાય છે. આ જ કારણ છે કે સાબુ લીલો હોય કે પીળો, વાદળી હોય કે સફેદ તેનું ફીણ હંમેશા સફેદ જ નીકળે છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.