દીકરીનું સગપણ નક્કી કરતા સમયે દરેક પિતાના મનમાં ચાલે છે આ 10 વિચાર, છોકરા વાળા જરૂર વાંચે.

0
1361

કોઈપણ પિતા માટે તેની દીકરી કોઈ પરીથી ઓછી નથી હોતી, તે તમને કેટલું પણ વઢે, કેટલું પણ કડક વલણ અપનાવે પરંતુ મનથી તો તે તમને ખુબ પ્રેમ કરે છે. તમે તેમના હ્રદયનો ટુકડો હો છો. તેવામાં જયારે તમારા લગ્નની ઉંમર થાય છે અને ઘર માંથી જવાનો સમય આવી જાય છે, તો પિતાને ઘણું દુઃખ થાય છે. પોતાની લાડકી દીકરીના સંબંધ નક્કી કરતી વખતે તેના મનમાં ઘણા બઘા વિચારો ચાલતા હોય છે.

૧. છોકરો કેટલું કમાય છે? તે વાત દરેક કન્યાના પિતાને જાણવાની ઈચ્છા થતી હોય છે. ખાસ કરીને ત્યારે જયારે તેની દીકરી કોઈ જોબ નથી કરતી. તેની સાથે જ પિતાના મનમાં વિચાર આવે છે કે છોકરો લગ્ન પછી મારી દીકરીને સુઃખ સુવિધાઓ સાથે રાખી શકશે કે નહિ.

૨. છોકરામાં કોઈ ખરાબ ટેવ તો નથી ને? દરેક પિતા એવું વિચારે છે કે તેની દીકરીને સારામાં સારા પતિ મળે. તે એવું નથી ઇચ્છતા કે તેના લગ્ન એક એવા વ્યક્તિ સાથે થઇ જાય જેની અંદર ઘણી બધી ખરાબ ટેવો હોય.

૩. સાસરિયાના લોકો કેવા છે? તેમનું સ્ટેંડર્ડ કે ઈતિહાસ શું છે? ઘણા પિતા પોતાની દીકરીનો સંબંધ નક્કી કરતા પહેલા છોકરાના કુટુંબ અને ઈતિહાસ વિષે તપાસ કરાવી લે છે. તે જોવા માંગે છે કે તે લોકો સારા સ્વભાવ વાળા છે કે નહિ. સાથે જ તેની પ્રોપર્ટી અને બિઝનેસ વગેરે શું છે? તેમનો કોઈ ખરાબ રેકોર્ડ તો નથી ને.

૪. મારી દીકરીને લગ્ન પછી કેટલી સ્વત્રંત્રતા મળશે? દીકરી જયારે પિયરમાં હોય છે, તો તેની ઉપર કોઈ ખાસ બંધન નથી હોતા ને. આમ તો સાસરિયામાં જતા જ ઘણા પ્રકારના બંધન હોય છે. જેવા કે જોબ ન કરવી, કપડામાં માત્ર સાડી પહેરવી, વધુ ફરવું નહિ વગેરે. તેવામાં પિતાના પ્રયાસ એવા હોય છે કે દીકરીના લગ્ન ખુલ્લા વિચાર વાળા લોકોને ત્યાં જ થાય.

૫. દીકરા વાળા દહેજના લાલચુ તો નથી ને? એક પિતા પોતાની દીકરીનો સંબંધ નક્કી કરે છે, નહિ કે સોદો કરે છે, ઉપરથી દહેજના ત્રા-સ-ને લઈને ઘણા સમાચારો સાંભળવા મળતા રહે છે, તેવામાં પિતાની ફરજ હોય છે કે તે દીકરીને દહેજના લાલચુ લોકોને ત્યાં ન પરણાવે.

૬. હવે ઘર સુનું થઇ જશે, દીકરીના સંબંધ નક્કી કરતા જ પિતાના મનમાં એ પણ ચિંતા રહે છે કે તેની લાડકી દીકરી જતી રહેશે પછી ઘરની રોનક અને હલન ચલન ઓછું થઇ જશે, તે તેના વગર કેવી રીતે રહી શકશે?

૭. દીકરીના સંબંધ થતા જ પિતાને તેની તૈયારીઓ અને ખર્ચની પણ ચિંતા રહેતી હોય છે. જો પૈસા હોય તો પણ તે વાતની ચિંતા રહે છે કે આટલી બધી તૈયારીઓ કેવી રીતે થશે? મહેમાનગતીમાં કોઈ ખામી ન રહી જાય, આ મારી આબરૂનો સવાલ છે.

૮. દીકરી જે ઘરમાં જઈ રહી છે, ત્યાંના લોકો તેને ખુશ રાખશે કે નહિ તે વિચાર પણ પિતાના મનમાં જરૂર આવે છે.

૯. છોકરાનો સ્વભાવ અને વાતચીત કરવાની પદ્ધતિ કેવી છે તે વાત પણ એક પિતા વિચારે છે.

૧૦. દીકરીના સંબંધ તમારા ઘરેથી કેટલા દુર કરવા. તેને પિયર આવવામાં કોઈ તકલીફ ન થાય, તે વાતો પણ ઘણા પિતાના મનમાં ચાલતી હોય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.