ભારતમાં જન્માષ્ટમીનો ત્યોહાર ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગલી, સોસાયટી અને વિસ્તારોમાં કૃષ્ણજીને નવા વાધા પહેરાવી, હિંડોળો સજાવી તેમના જન્મ સમય 12 વાગ્યા સુધી રાહ જોય છે અને જેવા જ 12 વાગે છે એટલે બધા ઝૂમીને નાચવા લાગે છે અને ઉત્સવ ઉજવવા લાગે છે. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થાય એટલે હિંડોળો ઝુલાવવા લાગે છે.
તેના વચ્ચે કેટલાક ગરીબ લોકો હોય છે જે ફક્ત આ આશામાં હોય છે કે ક્યારેય તો તેમના દિવસ સારા થશે અને તે પણ બીજાની જેમ જન્માષ્ટમીનો ઉત્સવ પોતાના પરિવારના સભ્યો સાથે ઉજવે.

ઘણા બધા ગરીબ હોય છે જેમની પાસે પૈસાને લઈને સમસ્યા હોય છે. તે પોતાના ઘરમાં નાના સ્તર પર યોગ્ય રીતે ઉત્સવ ઉજવે છે. શ્રીકૃષ્ણ પોતાના બધા ભક્તોને એક જ નજરની જુએ છે, પછી તે નાનો હોય કે મોટો, અમિર હોય કે ગરીબ, જે પણ તેમની સાચા મનથી ધ્યાન કરશે તે તેમની ઉપર કૃપા જરૂર વરસાવશે. જન્માષ્ટમી પ્રસંગ પર કરો આ 5 ઉપાય, આ ઉપાયોની સાથે પૂજા કરવાથી તમારા ઘરમાં ધનની સમસ્યા દૂર થશે.
જન્માષ્ટમી પ્રસંગે કરો આ 5 ઉપાય :
રૂપિયાની તંગી જયારે ઘરમાં થઇ જાય છે તો તેના પરિવારમાં અંદરો અંદર ઝગડા થવા લાગે છે. પૈસાની અછતના કારણે પત્ની પોતાના પતિ પર ગુસ્સે થાય છે અને આ સમય એમના આસપાસના સંબંધ પણ ખરાબ થઇ જાય છે. એવામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એક એવો પાવન અવસર છે. જેમાં યોગ્ય રીતે પૂજા કરવાથી તમારા ઘરમાં ધનની અછત ક્યારેય પણ થતી નથી અને તમારું પરિવાર ખુશહાલીના રસ્તે ચાલવા લાગે છે.
1. શંખ :-
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપ એક શંખમાં દૂધ નાખીને તેનાથી અભિષેક કરો. તેના પછી શ્રીલક્ષ્મી અને કૃષ્ણજીની પૂજા કરો સાચ્ચા મન અને આસ્થાની સાથે કરો. આવું કરવાથી તમારા ઘરમાં આર્થિક સ્થિતિ સારી બની રહે છે અને તમારું પરિવાર ખુશહાલ રહશે.
2. તુલસી :-
શ્રીહરિને તુલસી ખુબ વધારે પ્રિય હોય છે. આ વાત તો હિન્દૂ ધર્મના મોટાભાગના લોકોને ખબર હશે. પૂજા દરમિયાન જયારે તમે કાન્હાને ભોગ લગાવો છો. તો તેમાં તુલસીના કેટલાક પાંદડા અર્પિત કરવાનું ભૂલતા નહિ, એવું કર્યા પછી જન્માષ્ટમીની સાંજે તુલસીના છોડ પર એક લાલા કપડું ઓઢાવીને તેના સામે દિપક લગાવો.
3. માખણ મિશ્રી :-
આપણે હંમેશા સાંભળતા આવી રહ્યા છે કે કાન્હાને માખણ ખાવું ખુબ વધારે સારું લાગે છે. આ વાતને પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીએ જો આપણે કાન્હાની મૂર્તિની સામે મિશ્રી અને માખણનો ભોગ લગાવો તો આનાથી તે અત્યન્ત પ્રસન્ન થશે.
4. પીળા વસ્ત્ર અને મોર પંખ :-
ભગવાન શ્રીકૃષ્ણને પીતામ્બર રંગ ખુબ પસંદ છે અને આની સાથે જો મોરપંખ પણ આવી જાય તો શું વાત છે. એટલા માટે જન્માષ્ટમીની પૂજા દરમિયાન કાન્હાને પીળા કપડાં પહેરાવીને તેમને મોરપંખ સાથેનું મુકુટ જરૂર લગાવો. આવું કરવાથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને તમને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે.
5. ફળ અને અનાજ :-
જન્માષ્ટમીના વર્તને સફળ બનાવવા માટે ફળ અને અનાજનું ગરીબોને દાન આપવું સૌથી સારો ઉપાય છે. આવું કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા તમારા પર વર્ષે છે અને તે તમારા પરિવારને ખુશીઓથી ભરી નાખે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)