આ 5 ખાવાની આદતો તમને રાખશે સ્વસ્થ, રોગોથી દૂર રહેવા આ આદતો અપનાવો.

0
593

જાણો 5 એવી નાની ખાવાની આદતો વિષે જેને અપનાવીને તમે પણ તમારી જાતને હંમેશા સ્વસ્થ રાખી શકો છો.

તંદુરસ્ત અને સંતુલિત આહાર લેવો એ તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટેની સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે. ખરેખર, તમારી જીવન શૈલી અને આદતો, જેમ કે તંદુરસ્ત આહાર લેવો અને શારીરિક રીતે સક્રિય રહેવું, 80% સુધી અકાળ હૃદય રોગ અને સ્ટ્રોકને અટકાવી શકે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર સુધારી શકે છે, વધતા પ્રેશરને અટકાવી શકે છે, શરીરનું વજન નિયંત્રિત કરી શકે છે અને સુગરને નિયંત્રિત કરી શકે છે.

પરંતુ શું યોગ્ય ખોરાક પસંદ કરવાનું પૂરતું છે? જવાબ છે ના. યોગ્ય ખોરાકની સાથે સાથે આપણે ખાવાની સારી ટેવ પણ શીખવી જોઈએ. તેને અનુસરવા માટે કોઈ નિર્ધારિત માર્ગદર્શિકા નથી, પણ અહીં કેટલીક વસ્તુઓ છે જે તંદુરસ્ત આહારની આદતોનો એક ભાગ હોવી જોઈએ.

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર તમારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફના પ્રવાસમાં તમને મદદ કરવા માટે અહી છે. તેણીએ કેટલાક અવિશ્વસનીય સ્વાસ્થ્ય રહસ્યો પોતાના ઓડિબલ ઓરિજિનલ પોડકાસ્ટમાં શેર કર્યા છે. આવો તેના વિષે જાણીએ.

આદત નંબર 1 : નાસ્તો છોડશો નહીં અને ફક્ત ઘરે બનાવેલો તાજો જ લો.

રૂજુતા કહે છે, ‘માત્ર યોગ્ય રાત્રિભોજન કરવું પૂરતું નથી, દરરોજ તાજા અને ઘરે બનાવેલા નાસ્તાથી તમારા દિવસની શરૂઆત કરવી પણ મહત્વપૂર્ણ છે.’ તે દિનચર્યાના ભાગરૂપે ઈડલી, પૌઆ, ઢોસા અને ઈંડાનો સમાવેશ કરવાનું સૂચન કરે છે. આ સિવાય રુજુતા તેમના ફેન્સને તેમના નાસ્તામાં તાજા ફળો અને સૂકા ફળો ઉમેરવા માટે પણ વિનંતી કરે છે. તમે નાસ્તામાં પલાળેલી બદામ, અખરોટ અથવા ફક્ત કેળા પણ ખાઈ શકો છો.

આદત નંબર 2 : મિડ મીલમાં દરરોજ એક સ્થાનિક ફળ ખાઓ.

દૈનિક મધ્ય ભોજનમાં સ્થાનિક ફળનો સમાવેશ કરો (નાસ્તો અને લંચ અથવા લંચ અને ડિનર વચ્ચેનો સમય). રુજુતા કહે છે, “હાયપર-લોકલ ફ્રુટ એ એક એવું ફળ છે, જેનું અંગ્રેજીમાં નામ નથી, તે તમારી સ્થાનિક ભાષામાં નામ છે. તે તમારા પ્રદેશ તરીકે જાણીતું હોઈ શકે છે, પરંતુ તે જરૂરી નથી કે તે વિશ્વભરમાં જાણીતું હોય. આ સ્થાનિક ફળોમાં કેળા, જામફળ, જેકફ્રૂટ, દ્રાક્ષ વગેરેનો સમાવેશ થાય છે.’

શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ અને ફિટ રહેવા માટે રુજુતા બોર, ફાલસા, શેતૂર, જાંબુ, બીલી, કાજુ ફળ, રામફળ વગેરે ફળો ખાવાનું સૂચન કરે છે. તે બધા પોષણ, વિટામિન્સ, પ્રીબાયોટિક્સ અને ઘણા બાયોએક્ટિવ સંયોજનોથી સમૃદ્ધ છે.

આદત નંબર 3 : લંચ દરમિયાન ભૂખ્યા ન રહો.

રુજુતા કહે છે, “ભારતીય થાળી ભરપૂર હોવી પૂરતી છે. પૂરી થાળી એટલે દાળ, રોટલી, ભાત, લીલા શાકભાજી અને જો જરૂરી હોય તો દહીં અથવા અથાણું અથવા કોઈપણ મીઠાઈનો સમાવેશ કરતી સાઇડ ડિશ સામેલ હોય છે.

તેથી, ખાતરી કરો કે તમારું લંચ પૌષ્ટિક છે, જેમાં આવશ્યક વિટામિન્સ અને ખનિજો છે. રૂજુતા આગળ કહે છે, ‘સારૂ પોષણ એ સ્વસ્થ જીવનની ચાવી છે. આમાં ફળો, શાકભાજી, આખા અનાજ, ડેરી અને પ્રોટીનનો સ્ત્રોત શામેલ છે.

પ્રો ટીપ : જમતી વખતે, ચોક્કસપણે સુખાસનમાં બેસો.

આદત નંબર 4 : બપોરે થોડી નિદ્રા લો (10-30 મિનિટ).

રૂજુતા બપોરે નિદ્રાના મહત્વ પર ખૂબ ભાર મૂકે છે. તે તમારા લંચ પછી તરત જ ઓછામાં ઓછી 20-30 મિનિટની નિદ્રા ઉમેરવાનું સૂચન કરે છે. તે કહે છે, “બપોરે નિદ્રા લેવાનું શરૂ કરો, તે તમને વધુ સારી રીતે ઊંઘવામાં મદદ કરશે.” આ તમને ગ્રોથ હોર્મોન અને IGF (ઇન્સ્યુલિન જેવા ગ્રોથ ફેક્ટર) ના મહત્તમ સ્તરો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તે તમારી ચરબી ઝડપથી ઘટાડશે.’

અન્ય સ્વાસ્થ્ય લાભો તરફ ઈશારો કરતા તે એ પણ કહે છે, ‘જેઓ હૃદયની સર્જરી કરાવી ચૂક્યા છે અને જેઓ થાઈરોઈડ, PCOD, હોર્મોનલ સમસ્યાઓ, ડાયાબિટીસ, એસિડિટી અને પાચનની સમસ્યાથી પીડાતા હોય અથવા જેઓ અનિંદ્રા અને તૂટક ઊંઘથી પીડિત હોય, તેમણે પણ બપોરે નિંદ્રા લેવાનો પ્રયત્ન કરવો.’

આદત નંબર 5 : રાત્રિભોજન વહેલું પૂરું કરો.

આજકાલ લોકો રાત્રિભોજન છોડી દે છે પરંતુ દિવસના અંતે, હેલ્ધી અને હળવું રાત્રિભોજન તમારા શરીરને તેના સ્તરો અને કાર્યો જાળવવામાં મદદ કરે છે. એ પણ ધ્યાનમાં રાખો કે સારા સ્વાસ્થ્ય માટે તમારા આહારમાંથી રોટલી, ભાત અને ઘી ક્યારેય દૂર ન કરો. ઉપરાંત, રુજુતા સંપૂર્ણ સ્વસ્થ થવા માટે રાત્રિભોજન પછી સારી ઊંઘ પર ભાર મૂકે છે. તે કહે છે “ઊંઘ અને રિકવરી સમાન રીતે મહત્વપૂર્ણ છે”.

આ 5 નાની ખાવાની આદતો અપનાવીને તમે પણ તમારી જાતને હંમેશા સ્વસ્થ રાખી શકો છો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.