માછલીઘરમાં કેટલી માછલીઓ હોવી જોઈએ, તેને કઈ દિશામાં મુકવું હોય છે શુભ, જાણો તેની ખાસ વાતો.
વાસ્તુ શાસ્ત્રમાં માછલીઘર (એક્વેરિયમ) નું વિશેષ મહત્વ છે. તે ઘરની સુંદરતામાં વધારો કરવાની સાથે-સાથે ખુશીઓ પણ લાવે છે. હકીકતમાં માછલીઘરની અંદર વહેતા પાણીનો અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તેની સાથે ઘરમાં ધન અને સંપત્તિમાં પણ વધારો થાય છે. ચાલો જાણીએ માછલીઘર સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ.
દક્ષિણ પૂર્વમાં માછલીઘર : વાસ્તુ શાસ્ત્ર અનુસાર માછલીઘર રાખવા માટે દક્ષિણ-પૂર્વ (અગ્નિ ખૂણો) દિશા શુભ માનવામાં આવે છે. ઘરની આ દિશામાં માછલીઘર રાખવાથી સમૃદ્ધિ આવે છે. આ સિવાય ધનમાં પણ વધારો થાય છે.

ઉત્તર પૂર્વમાં માછલીઘર : ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં માછલીઘર રાખવાથી કરિયરમાં પ્રગતિ થાય છે. જીવનમાં સુખની સાથે-સાથે પરિવારમાં શાંતિનું વાતાવરણ રહે છે.
માછલીઘરમાં કેટલી માછલીઓ હોવી જોઈએ? ફેંગશુઈ ટિપ્સ પ્રમાણે માછલીઘરમાં એક કાળી માછલી અને 8-9 નારંગી માછલી હોવી જોઈએ. આ સિવાય માછલીઘરમાં ગોલ્ડન ફીશ રાખવી શુભ માનવામાં આવે છે.
ઘરમાં આવે છે સુખશાંતિ : ફેંગશુઈની ટિપ્સ પ્રમાણે માછલીઘરમાં 8 લાલ અને એક કાળી માછલી રાખવાથી ઘરમાં સુખશાંતિ, ઉર્જા અને સૌભાગ્યનો પ્રવાહ વધે છે.
માછલીઘર ક્યાં રાખવું નહિ? વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે માછલીઘરને બેડરૂમ કે રસોડામાં ન રાખવું જોઈએ. આ સિવાય ઘરની વચ્ચે માછલીઘર ન રાખવું જોઈએ.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.