ઘણી વખત એવું થાય છે કે, કેટલાક ફોટા તમારી આંખોને છેતરી જાય છે? શું તમારી સાથે એવું બન્યું છે કે, કોઈ વસ્તુ તમારી આંખોની સામે હોવા છતાં પણ દેખાતી નથી, અને પછી જ્યારે તમે તેને જુઓ છો તો આશ્ચર્યચકિત થઈ જાઓ છો? જો આ પ્રશ્નોના જવાબ હા છે, તો તમે ઓપ્ટિકલ ઇલ્યુઝનનો અનુભવ કર્યો છે.
ઓપ્ટિકલ ઇલ્યુઝન આપણી આંખો અને મગજને છેતરવામાં અને આપણે એ વિશ્વાસ અપાવવામાં ઘણા સારા હોય છે કે આપણે જોયેલા ફોટામાં કંઈક છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઓપ્ટિકલ ઇલ્યુઝન એ છબીઓ છે જેને આપણે જોઈએ છીએ પણ તેમાં આપણી ધારણા કરતા વાસ્તવિકતા જુદી હોય છે.
ફોટામાં છુપાયેલા છે ત્રણ દેડકા :
ઓપ્ટિકલ ઇલ્યુઝનને જોનારા બે લોકો બે અલગ-અલગ વસ્તુઓનું અવલોકન કરી શકે છે, જે સંપૂર્ણપણે તેમની ધારણા પર આધારિત હોય છે. આ ઓપ્ટિકલ ઇલ્યુઝન ટેસ્ટ કે જે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ તે તમારા અવલોકન કૌશલ્યને પડકારશે. આ ફોટો અર્બન એમ્બ્રોજિક અને ગ્રેગોરી પ્લાંટર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો.

આ ફોટામાં, તમે પનામાના એક જંગલમાં જમીન પર પથરાયેલા પાંદડા જોઈ શકો છો. પરંતુ શું તેમાં ફક્ત પાંદડા જ છે, અથવા બીજું કંઈક પણ છે જે તમારી આંખોને છેતરે છે? તમને જણાવી દઈએ કે સુંદર રીતે લીધેલા આ ફોટામાં ત્રણ દેડકા છુપાયેલા છે. અને તમારે તેને શોધવાના છે.
માત્ર 5 સેકન્ડમાં તેમને શોધો :
આ ઓપ્ટિકલ ઈલ્યુઝનમાં તમારે ત્રણ છુપાયેલા દેડકા શોધવા પડશે. શું તમે ત્રણેય છુપાયેલા દેડકા શોધી શકશો? જો તમે કાળજીપૂર્વક જોશો તો તમે એક તો શોધી જ શકશો. અને એક મળી જાય પછી બીજા બે શોધવા થોડાક જ મુશ્કેલ છે. આ દેડકાને શોધવાની રમતની સાથે સાથે તમારી સાથે એક રસપ્રદ માહિતી પણ શેર કરવી છે. તે એ કે આ દેડકાઓ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વતની છે, અને જંગલોમાં તો જીવતા રહેવું જ સૌથી મહત્વપૂર્ણ છે. અહીં બીજા શિકારી પ્રાણીઓથી બચવા માટે છળ કરવાની કળા જરૂરી બની જાય છે. અને આ ત્રણેય દેડકામાં એ કળા છે?
જો તમે ત્રણેય દેડકાને આપેલા સમયમાં શોધી લીધા, તો તમારી પાસે સારું IQ અને વધુ સારી નિરીક્ષણ કુશળતા છે. તમે તમારી પ્રતિભાનો ઉપયોગ એવી નોકરીઓમાં કરી શકો છો જેમાં ધ્યાન અને એકાગ્રતાની જરૂર હોય અને તમે તમારી કારકિર્દીમાં સફળતા મેળવી શકો છો. જેઓ ત્રણેય દેડકા શોધી શક્યા નથી, તેમના માટે જવાબ નીચેના ફોટામાં છે.