આ ફોટામાં છુપાયેલા છે સેનાના જવાનો, પણ 95 ટકા લોકો તેનો સાચો આંકડો કહેવામાં થયા છે નિષ્ફળ.
સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એ ફોટોમાં સેનાના જવાનો છુપાયેલા છે, જેમને શોધવા માટે તમારી આંખોએ થોડી મહેનત કરવી પડી શકે છે. ફોટામાં એક-બે નહીં પરંતુ સેનાના 12 જવાનો છુપાયેલા છે, પરંતુ એક પણ જવાન સરળતાથી દેખાતો નથી. ફોટામાં છુપાયેલા જવાનોને શોધવા માટે તમારે ઘણી મહેનત કરવી પડી શકે છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ ફોટામાં છુપાયેલા જવાનોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ મોટેભાગે બધા નિષ્ફળ થઈ રહ્યા છે.
ફોટામાં 12 જવાનો છુપાયેલા છે : ઘણા લોકો આ ફોટાને ડઝનેક વખત ધ્યાનથી જોઈ ચુક્યા છે, પણ તેમ છતાં પણ તેઓ ફોટામાં છુપાયેલા તમામ જવાનોને શોધી શક્યા નથી. ઘણા લોકો એવા છે જેઓ ફોટામાં એક પણ જવાનને શોધી શક્યા નથી. જોકે એક જવાન તો તરત દેખાઈ જાય છે. આ ફોટામાં જંગલ દેખાઈ રહ્યું છે. આ જંગલમાં સેનાના 12 જવાન છુપાયેલા છે. આ જવાનો દુશ્મનોને ડોજ કરવા માટે છુપાયેલા છે. જો કે, જો તમે ધ્યાનથી જોશો, તો તમને આ તમામ જવાનો મળી જશે.

જો તમે પણ માનતા હોવ કે તમારી નજર પારખું છે, તો ફટાફટ 12 છુપાયેલા જવાનોને શોધી કાઢો. જો તમે ઈચ્છો તો એક દિવસનો સમય લઈને આ આર્મી જવાનોને શોધી શકો છો. આ ફોટો ધ આર્મી ઇન લંડન – હેડક્યૂ લંડન ડિસ્ટ્રિક્ટ નામના ફેસબુક પેજ પરથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ ફોટો વર્ષ 2017 માં શેર કરવામાં આવ્યો હતો, પરંતુ પાંચ વર્ષ પછી પણ ઘણા લોકો આ ચેલેન્જને ઉકેલી શક્યા નથી.
5 વર્ષ પછી લોકો થઈ રહ્યા છે નિષ્ફળ : સોશિયલ મીડિયા પર લોકો આ ચેલેન્જ સોલ્વ કરનાર વ્યક્તિને જિનિયસનું બિરુદ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે જો તમે 6 જવાન પણ શોધી કાઢો તો તમે જિનિયસ ગણાશો. જો તમે પણ તમારી જાતને પ્રતિભાશાળી માનો છો અને તમને લાગે છે કે, તમે આ ચેલેન્જને ઉકેલી શકશો, તો આ ફોટામાં છુપાયેલા કુલ 12 જવાનોને શોધી કાઢો.
જો તમે આ પ્રશ્નનો જવાબ શોધી શકતા નથી, તો અમે નીચે એક ફોટો મુક્યો છે જેમાં લાલ વર્તુળો કરીને દેખાડ્યું છે કે કઈ કઈ જગ્યાએ જવાનો છુપાયેલા છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.