માત્ર 5 સેકન્ડમાં જો તમે આ ફોટામાં છુપાયેલી સંખ્યા શોધી કાઢી, તો તમે છો જીનીયસ, ફટાફટ દોડાવો નજર.
ઓપ્ટિકલ ઇલ્યુઝન (Optical Illusion) એટલે કે ‘આંખોની છેતરપિંડી’. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જે ઓપ્ટિકલ ઈલ્યુઝનનું યોગ્ય ઉદાહરણ રજૂ કરી રહ્યો છે. આ ફોટો જોઈને તમારી આંખો પણ છેતરાઈ શકે છે. આ ફોટામાં જે નંબર લખેલા છે તેને જોવા માટે તમારે ડર્ઝનો વખત તેને ધ્યાનથી જોવો પડશે. જોકે આમ કરવા છતાં પણ ઘણા લોકો ફોટામાં લખેલો સાચો નંબર કહી શકતા નથી.
ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે : ઈન્ટરનેટ યુઝર્સ એ વ્યક્તિને જીનિયસનું બિરુદ આપી રહ્યા છે જે આ ફોટામાં લખેલા નંબરને 5 સેકન્ડમાં શોધી કાઢે છે. જો કે 98 ટકા લોકો ફોટામાં લખેલો નંબર જણાવવામાં નિષ્ફળ રહ્યા છે.

જો તમારામાં પણ જીનિયસ છુપાયેલો છે, તો આ ફોટાને ધ્યાનથી જુઓ અને તેમાં લખેલો નંબર કોમેન્ટ કરીને જણાવો. તમને પણ જીનિયસ ગણવામાં આવશે, કારણ કે ફોટામાં લખેલો નંબર જણાવવામાં લોકોનો પરસેવો છૂટી ગયો છે. તેમાં લખેલી સાચી સંખ્યા કોઈ કહી શકતું નથી.
ફોટામાં ગોળ (વર્તુળ) બનાવવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો. આ વર્તુળની અંદર કેટલીક સંખ્યાઓ લખેલી છે. જેને શોધવામાં લોકોના મગજનું દહીં થઈ ગયું છે. વર્તુળમાં છુપાયેલો સાચો નંબર બહુ ઓછા લોકો કહી શક્યા છે, મોટા ભાગના લોકોએ ખોટા નંબર જ કહ્યા છે. આ મગજ ચકરાવી દે તેવો ફોટો ટ્વિટર પર @ benonwine નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે સવાલ પૂછવામાં આવ્યો છે કે, શું તમે સાચો નંબર જોઈ રહ્યા છો? જો એમ હોય તો, જણાવો તે નંબર કયો છે?
98 ટકા લોકો થયા ફેલ : જણાવી દઈએ કે લોકો આ ફોટો જોઈ રહ્યા છે અને તેમાં છુપાયેલો નંબર શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ અત્યાર સુધી માત્ર 2 ટકા લોકો જ સાચો જવાબ આપી શક્યા છે, બાકીના 98 ટકા લોકો તેમાં નિષ્ફળ ગયા છે.
આ ફોટાને અત્યાર સુધીમાં 1,900 થી વધુ લાઈક્સ મળી છે. ફોટો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે નંબર જણાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં એક યુઝરે જણાવ્યું કે તસવીરમાં નંબર 3452839 લખેલો છે, જ્યારે અન્ય યુઝરે 528 જવાબ આપ્યો છે. હકીકતમાં સર્કલની અંદર 3452839 નંબર લખેલો છે. માત્ર થોડા ઘણા યુઝર્સ જ સાચો નંબર કહી શક્યા છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.