ક્યારેક આપણી આંખ સામે એવું ચિત્ર જોવા મળે છે, જેમાં બધું તમારી નજર સામે હોવા છતાં તમને કશું દેખાતું નથી. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઓપ્ટિકલ ઈલ્યુઝનના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં લોકોએ છુપાયેલ કોયડાનો જવાબ શોધીને કહેવાનો હોય છે. આ કોયડાઓનો જવાબ એટલો સરળ નથી હોતો. આવો જ એક ફોટો ફરી સામે આવ્યો છે. આ ફોટામાં લોકોએ એક નાની છોકરીને શોધવાની છે.
એક ક્યૂટ છોકરી ખડકો વચ્ચે છુપાયેલી છે :
ફોટામાં ખડકો દેખાય છે. આ ખડકો વચ્ચે એક બાળકી છુપાયેલી છે. જેને શોધવી એ તમારા માટે પડકાર છે. ફોટામાં તેને શોધવા માટે ઘણા લોકો પરસેવો પાડી રહ્યા છે. ઘણા લોકો આંખો પર જોર લગાવીને પણ ફોટામાં છુપાયેલી છોકરીને શોધવામાં નિષ્ફળ રહ્યા છે. ઘણા લોકો અંતે થાકી ગયા અને કહી રહ્યા છે કે ફોટામાં કોઈ બાળકી નથી. જોકે એવું નથી. તે નાની છોકરી ખડકો વચ્ચે જ હાજર છે.

બાળકીને શોધવામાં થોડી ધીરજ જોઈએ :
બાળકીને શોધવા માટે તમારે થોડી ધીરજની જરૂર છે. આ ફોટાને ‘શું તમે શોધી શકશો?’ કૅપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે. જો તમને હજુ સુધી ફોટામાં છુપાયેલી છોકરી મળી નથી, તો અમે તમારા માટે નીચે ફોટો મુક્યો છે. આ ફોટામાં છુપાયેલી છોકરીને શોધવા માટે તમે ફોટાને જેટલો વધારે ઝૂમ કરશો, તે તમારા માટે વધુ સારું રહેશે. તમે ખડકોની વચ્ચે છોકરીને બંને હાથ હવામાં હલાવતી જોઈ શકશો.