જો તમે સાચા પ્રેમી છો, તો આ ફોટામાં શોધી કાઢો દિલ આકારનો ફુગ્ગો, 99 ટકા થઇ ગયા ફેલ.

0
651

વેલેન્ટાઈન ડે થીમ ક્વીઝ : માત્ર 10 સેકંડમાં આ ફોટામાં છુપાયેલો હાર્ટ શેપનો ફુગ્ગો શોધીને બતાવો.

પ્રેમી-પ્રેમીકાઓનો સૌથી મોટો તહેવાર વેલેન્ટાઈન વીક 7 ફેબ્રુઆરીથી શરૂ થઇ ગયું છે. ત્યારથી ઇન્ટરનેટ, પ્રેમ સાથે જોડાયેલ બાબતોથી છલકાઈ ગયું છે. સોશિયલ મીડિયા પર તમને પ્રેમી-પ્રમીકાઓ સાથે જોડાયેલા અનેક પ્રકારના વીડિયો જોવા મળશે. આ સિવાય ઘણી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પણ પ્રેમીઓના મનને લલચાવવામાં વ્યસ્ત છે.

પ્રેમીઓ માટે મુશ્કેલ ફોટો પઝલ : આ બધા વચ્ચે પ્રેમીઓ માટે સોશિયલ મીડિયા પર એક ટ્રિકી ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે હાર્ટ શેપનું બલૂન શોધીવાનું હોય છે. જો તમે પણ સાચા પ્રેમી છો, તો તમે તેને શોધવાનો પડકાર ઉપાડી શકો છો.

તમને જણાવી દઈએ કે આ ચેલેન્જ લેતા મોટાભાગના લોકો ફોટામાં હાર્ટ શેપનો બલૂન શોધવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે કેટલાક લોકોએ આ ચેલેન્જ પૂરી પણ કરી છે. તમે પણ આ ફોટામાં દિલ આકારનો ફુગ્ગો શોધો એ પણ માત્ર 10 સેકન્ડમાં.

ડેઇલી મેઇલના સમાચાર પ્રમાણે, બ્રિટિશ રિટેલર 247 બ્લાઇંડ્સ એ આ વેલેન્ટાઇન-થીમ આધારિત સીક એન્ડ ફાઈન્ડ પઝલ (જુઓ અને શોધો) વિશ્વ સમક્ષ મૂકી છે. તે પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ મુશ્કેલ રમતમાં પ્રેમીઓએ ચિત્રમાં હૃદયના આકારનો ફુગ્ગો શોધવાનો હોય છે. લોકોને તેને શોધવામાં પણ ઘણી મજા પડી રહી છે. વેલેન્ટાઈન વીકના કારણે લોકો પોતાના પ્રેમી-પ્રેમીકાઓને આ ચેલેન્જ આપી રહ્યા છે.

અહીં ધ્યાનથી જોયા પછી ફુગ્ગો મળી જશે : ચિત્રમાં તમે ગુલાબી બેગ્રાઉન્ડ જોઈ શકો છો. તેમાં ઘણા ધનુષ્ય અને હાર્ટ છે. તેની આસપાસ ગુલાબ પણ છે. આ ફોટો વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરી પહેલા શેર કરવામાં આવ્યો છે જેથી લોકોનું ધ્યાન તેના પર જાય.

આ ફોટામાં હાર્ટ શેપનો બલૂન શોધવો ચોક્કસપણે થોડો મુશ્કેલ છે, જો કે તમે ધ્યાનથી જોશો તો તમને તે મળી જશે. તમને ફોટાની જમણી બાજુ જોવા પર જવાબ મળી જશે. જવાબ વેલેન્ટાઇનની ડિઝાઇનની મધ્યમાં સંતાયેલ છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.