ફોટામાં એક પ્રાણી છુપાયેલું છે, જો તમે તમારી જાતને જીનિયસ માનતા હોવ તો તેને શોધી બતાવો.

0
1932

ઓપ્ટિકલ ઇલ્યુઝન એટલે ‘આંખોની છેતરપિંડી’. હાલના દિવસોમાં આંખોને છેતરતી ઘણી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જે વસ્તુ હોય છે તે દેખાતી નથી. એક રીતે જોઈએ તો આંખોને છેતરવા માટે જ આવા ચિત્રો બનાવવામાં આવે છે કે દોરવામાં આવે છે. આ તસવીરો ઈન્ટરનેટ પર જોરદાર શેર કરવામાં આવે છે અને લોકો એકબીજાને આવા સવાલનો સાચો જવાબ પૂછે છે.

‘આંખો છેતરતી’ તસવીર વાયરલ થઈ રહી છે : આ દિવસોમાં ફરી એકવાર આવી જ તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં એક પ્રાણી છુપાયેલું છે. જો કે આ પ્રાણી લોકોને સરળતાથી દેખાતું નથી. તમને જણાવી દઈએ કે આ પ્રાણી બીજું કોઈ નહીં પણ આપણી બધાની ફેવરિટ બિલાડી માસી છે. આ તસવીરમાં એક બિલાડી છુપાયેલી છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તસવીરમાંથી બિલાડીને શોધવામાં નિષ્ફળ રહ્યાં છે. જોકે એક-બે યુઝર્સ તસવીરમાં છુપાયેલી બિલાડીને શોધી શક્યા છે.

તમે જોઈ શકો છો કે તસવીર એક દરવાજાની છે, જેમાં ઘણી કાચની બારીઓ બનેલી છે. આમાંથી એક બારી માંથી બિલાડી ડોકિયું કરી રહી છે, પરંતુ નજીકથી જોયા પછી પણ સોશિયલ મીડિયા યુઝર્સ બિલાડીને જોઈ શકતા નથી. ઘણા યૂઝર્સ એવા છે જેઓ ઘણી વખત તસવીર જોયા પછી પણ બિલાડીને શોધવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. હાલમાં આ તસવીર ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે.

જો તમે તમારી જાતને જીનિયસ માનતા હોવ તો સાચો જવાબ જણાવો :

જો તમે તમારી જાતને જિનિયસ માનતા હોવ તો આ તસવીરમાં છુપાયેલી બિલાડીને શોધી બતાવો. આ સિવાય તમે તમારા મિત્રો સાથે તસવીર પણ શેર કરી શકો છો અને તેમના મગજની પરીક્ષા કરી શકો છો. જો તમે હજી સુધી બિલાડી જોઈ નથી, તો તમારે નજીકથી જોવાની જરૂર છે. જો તમે નજીકથી જોશો, તો તમે ચોક્કસપણે એક બિલાડી જોશો. શું તમે હજુ સુધી બિલાડી જોઈ છે? જો નહીં તો નીચેનો જવાબ જુઓ.