આજની ચેલેન્જ ગેમ : આ ફોટામાં છુપાયેલી છે એક બિલાડી, તેને 10 સેકન્ડમાં શોધી બતાવો.
ઘણીવાર તમે એવા ફોટા જરૂર જોયા હશે, જેમાં કોઈ પ્રાણી છુપાયેલું હોય છે. આવા ફોટાને ઓપ્ટિકલ ઈલ્યુઝન કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ફક્ત તે જ વસ્તુઓમાં વિશ્વાસ કરીએ છીએ જે આપણી આંખ સામે દેખાય છે.
જો કે, કેટલીકવાર અમુક ઓપ્ટિકલ ઈલ્યુઝન સાથેના ફોટા આપણને મૂંઝવણમાં મૂકે છે; કારણ કે તેમાં કોઈ વસ્તુ આપણી નજર સામે હોવા છતાં આપણને સારી રીતે દેખાતી નથી. આવા ફોટા જોવા માટે માત્ર આંખોનો જ નહીં, મગજનો પણ સારી રીતે ઉપયોગ કરવો પડે છે.

માસ્ટરમાઇન્ડ તેને કહેવામાં આવશે જે આ જટિલ કોયડો ઉકેલી શકશે :
ઓપ્ટિકલ ઇલ્યુઝન સાથેના ફોટા માટે તમારા મગજનો ઉપયોગ કરતી વખતે તમારી ઝડપથી અવલોકન કરવાની ક્ષમતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ફોટો જોયા પછી જે જટિલ કોયડાને શક્ય તેટલી વહેલી તકે સરળતાથી ઉકેલી શકે તેને માસ્ટર માઈન્ડ કહેવામાં આવે છે.
આ વાયરલ તસવીરમાં તમારે એક બિલાડી શોધવાની છે, જે આ ફોટામાં જ ક્યાંક છુપાયેલી છે. જણાવી દઈએ કે તે ચુપચાપ કેમેરા તરફ જોઈ રહી છે, પણ લોકો તે બિલાડીને સરળતાથી જોઈ શકતા નથી. તેને શોધવા માટે તમારે તમારી તેજ આંખો પર જોર લગાવવું પડશે.
જો તમારી દૃષ્ટિ તેજ છે, તો માત્ર એક વાર નજર દોડાવો તો તમને બિલાડી મળી જશે.
હજારો અને લાખો લોકોએ આ ઓપ્ટિકલ ઈલ્યુઝન ફોટાને સારી રીતે જોયો પરંતુ કોઈ બિલાડીને શોધી શક્યું નહીં. જો તમારી દૃષ્ટિ તેજ છે, તો એકવાર ફોટા પર નજર દોડાવો. શું તમને બિલાડી દેખાઈ? જો નહિ તો ચાલો તમને જણાવીએ કે, આખરે બિલાડી ક્યાં છુપાયેલી છે. બિલાડી તમારી આંખોની સામે અને ફોટામાં મધ્યમાં છે. તમારે ફક્ત આંખ દ્વારા શોધવાનું છે. તમે ઝાડના થડમાં વચ્ચેના ભાગમાં તેને જોઈ શકશો.