આ ફોટામાં છુપાયેલું છે એક પ્રાણી, પણ તેને શોધવા માટે તમારે દોડાવવું પડશે તમારું મગજ.

0
1114

ઓપ્ટિકલ ઈલ્યુઝન ખૂબ જ મજેદાર અને મનોરંજક હોય છે. ઘણી વખત તો કેટલીક એવી તસવીરો આપણી સામે આવે છે, જેને જોયા પછી પણ આપણે તેમાં છુપાયેલી વસ્તુ શોધી શકતા નથી. અને ક્યારેક આવા ચિત્રો જોઈને આપણું મગજ પણ ચકરાઈ જાય છે.

આજે અમે તમારા માટે એવી જ એક તસવીર લઈને આવ્યા છીએ જેમાં એક પ્રાણી છુપાયેલું છે, પરંતુ તે તસ્વીરને જોતા પહેલી નજરે તમે વિચારશો કે આ બકવાસ છે. આ તસવીરમાં કોઈ પ્રાણી હોઈ શકે નહીં. પણ તમારે આ કોયડો ઉકેલવા માટે થોડો પ્રયત્ન કરવો પડશે, કારણ કે આ તસવીરમાં પ્રાણી છે અને તેને શોધવું એ સરળ કાર્ય નથી.

જો કે, આ પોસ્ટ અગાઉ 2019 માં પણ શેર કરવામાં આવી હતી, પરંતુ આ તસવીર ફરી એકવાર લોકોને રોમાંચિત કરી રહી છે. ટ્વિટર યુઝર ડોક્ટર મિશેલ ડિકિંસને ટ્વિટર પર તસવીર પોસ્ટ કરી છે. તેને શેર કરતા તેમણે લખ્યું, “તમે આ ઓપ્ટિકલ ઈલ્યુઝન ત્યારે જ જોઈ શકશો જ્યારે તમે તમારું માથું હલાવશો (હું ગંભીર છું)”.

શું તમે આ તસવીર જોઈને હજી પણ તમારું માથું ખંજવાળી રહ્યા છો? તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આમાં એક બિલાડી છે. લોકોએ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી. કેટલાકે અલગ-અલગ રીતો પણ સૂચવી જેના દ્વારા ફોટામાં છુપાયેલી બિલાડી જોઈ શકાય. જેમ કે એક ટ્વિટર યુઝરે લખ્યું કે, “સ્ક્વીન્ટિંગ પણ કામ કરે છે.” એકે લખ્યું, “તમારો ફોન તમારા ચહેરાથી દૂર રાખો.”

શું તમે પણ બિલાડીને જોવાનો રસ્તો શોધી રહ્યાં છો? જો તમે હજી પણ પ્રયાસ કરી રહ્યાં છો, તો બીજી પદ્ધતિ છે જે મદદ કરી શકે છે. ફક્ત ફોટો ઝૂમ આઉટ કરો. જ્યારે ફોટો નાનો બને છે, ત્યારે બિલાડીનો ફોટો સ્પષ્ટ રીતે દેખાય છે.