ભાગ્ય, પ્રેમ અને સમૃદ્ધિ મેળવવા માટે ઘરમાં આ જગ્યા પર રાખો ફેંગશુઈ ડ્રેગન, જાણો તેના લાભ.

0
165

ફેંગશુઈ અનુસાર ઘરમાં આ જગ્યા પર ડ્રેગન રાખવાથી સકારાત્મક ઉર્જાનો થાય છે સંચાર, આ રંગનો ડ્રેગન શુભ ગણાય છે.

ફેંગશુઈ શાસ્ત્રમાં ડ્રેગનને શક્તિ, શ્રેષ્ઠતા, દિવ્યતા, મહાનતા અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર ઘરમાં ગોલ્ડન ડ્રેગન રાખવો શુભ હોય છે. આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો અંત આવે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

ફેંગશુઈ શાસ્ત્રમાં ડ્રેગનને ઘરમાં રાખવાના સાચા નિયમો અને દિશા જણાવવામાં આવી છે. આ સાથે ડ્રેગનના રંગ સાથે જોડાયેલા મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી છે. આવો પંડિત ઈન્દ્રમણિ ઘનશ્યાલ પાસેથી જાણીએ કે ડ્રેગનને ઘરમાં રાખતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ઘરમાં ડ્રેગન ક્યાં રાખવો? ફેંગશુઈ ડ્રેગનને યોગ્ય જગ્યાએ મૂકવો ખૂબ જ જરૂરી છે. તેને ખોટી જગ્યાએ મુકવાથી વિપરીત અસર થઈ શકે છે. ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર ઘરમાં ખુલ્લી જગ્યા પર ડ્રેગન રાખવો શુભ હોય છે. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, પરંતુ તેનું મુખ ઘરની બહારની તરફ ન હોવું જોઈએ, તેનાથી ધનહાનિ થઈ શકે છે.

ડ્રેગનને સ્ટડી રૂમમાં રાખવાથી બાળકોનું અભ્યાસમાં મન લાગે છે. સ્ટડી રૂમમાં તેને ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. તેવી જ રીતે, જો ધંધામાં નફો ન થતો હોય તો, તમે તેને તમારી ઓફિસ અથવા કામના સ્થળે રાખી શકો છો. તેનાથી તમને આર્થિક લાભ થશે.

આ સ્થળોએ ડ્રેગન ન રાખો : ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર ડ્રેગનને દીવાનની સામે ન મૂકવો જોઈએ. તેમજ તેને તમારા બેડરૂમમાં કે કોઈ ઊંચી જગ્યા પર ન રાખવો જોઈએ. તેનાથી ઘરમાં તણાવનું વાતાવરણ બની શકે છે.

ફેંગશુઈ અનુસાર, લીલા રંગનો ડ્રેગન સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવે છે, જ્યારે ગોલ્ડન ડ્રેગન સમૃદ્ધિ માટે સારો માનવામાં આવે છે. જો પરિવારના કોઈપણ સભ્યનું સ્વાસ્થ્ય સારું ન હોય તો ઘરમાં લીલા રંગના ડ્રેગનની જોડી રાખવી જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય લાભની સાથે આર્થિક લાભ પણ થશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.