મનમાં છે આત્મવિશ્વાસની કમી અને હેરાન કરે છે અસફળતાનો ડર તો કરો બસ આ એક કામ, હનુમાનજી…

0
793

આ દુનિયામાં દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેકને ક્યારેક કોઈ પણ વસ્તુનો ડર લાગે જ છે. ઘણા લોકો ભૂત-પ્રેતથી ડરે છે, તો ઘણા લોકો ગરીબીથી ડરે છે. ઘણા લોકો આ દુનિયાની ભીડમાં ખોવાય જવાથી ડરે છે, તો ઘણા લોકો લોકોથી જ ડરે છે. અમુક લોકો એવા પણ હોય છે. જે વસ્તુથી નથી ડરતા, પણ અસફળ થવાથી ડરે છે. વધારે પડતા લોકોના મનમાં અસફળતાનો ડર બેસેલો હોય છે. અસફળતાનો ડર લોકોને અંદરથી ખોખલા કરી દે છે, અને તે દરેક કામને કરતા પહેલા ડરે છે, જેના કારણે તેમને સફળતા નથી મળી શકતી.

અસફળતાના ડરને કારણે વ્યક્તિ દરેક સમયે વિચાર્યા કરે છે કે એનું કામ ક્યારેય પૂરું નહીં થાય. પરંતુ એવું નથી હોતું, જો વ્યક્તિ સાચા મનથી એનું કામ કરે તો એને સફળતા જરૂર મળે છે. કોઈ પણ કામને કરવા માટે મુશ્કેલીઓનો સામનો જરૂર કરવો પડે છે, પરંતુ જો લગન સાચી હોય અને મહેનતથી કામ કરવામાં આવે, તો અસફળ થવાનો સવાલ જ ઉભો નથી થતો. જો તમે પણ એવા લોકો માંથી જ એક છો જે અસફળતાથી ડરે છે, તો આજે અમે તમને એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા મનનો આ ડર હંમેશા માટે દૂર થઈ જશે.

કળિયુગમાં સૌથી ઝડપી પુકાર સાંભળે છે હનુમાનજી :

હાં, જે લોકોને જીવનમાં અસફળતાનો ડર હેરાન કરે છે, એ લોકોએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. એનાથી તમારી બધી મુશ્કેલીઓ હંમેશા માટે દૂર થઈ જશે. સુંદરકાંડના પાઠથી વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ વધે છે અને હનુમાનજીની કૃપાથી દરેક કામમાં સફળતા મળવા લાગે છે. હનુમાનજીને કળિયુગમાં સૌથી ઝડપી પુકાર સાંભળવા વાળા દેવ કહેવામાં આવે છે. આ કારણે કળિયુગમાં સૌથી વધારે લોકો હનુમાનજીની પૂજા કરે છે, હનુમાનજીના ભક્ત મંગળવારના દિવસે એમની પૂજા અર્ચના કરે છે.

આ લેખ ગમે તો લાઇક અને શેર અવશ્ય કરશો. આભાર…

જાણો સુંદરકાંડની અમુક ખાસ વાતો : તમને જાણવી દઈએ કે રામચરિત માનસમાં સુંદરકાંડની કથા સૌથી અલગ છે. આખા રામચરિત માનસમાં દરેક જગ્યાએ ફક્ત શ્રીરામના ગુણગાન કરવામાં આવ્યા છે, પરંતુ સુંદરકાંડ જ એક એવો અધ્યાય છે, જેમાં ફક્ત હનુમાનજીના ગુણગાન કરવામાં આવ્યા છે.

મનોવૈજ્ઞાનિક નજરે જોવામાં આવે તો આ આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિ વધારવા વાળો અધ્યાય છે. એમાં એવી એવી વાતો લખેલી છે, જેને વાંચ્યા પછી વ્યક્તિને માનસિક શક્તિની પ્રાપ્તિ થાય છે. આનાથી કોઈ પણ કામમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ મળે છે.

સુંદરકાંડને હનુમાનજીની સફળતા માટે યાદ કરવામાં આવે છે. વારંવાર લોકો આ કહે છે કે શ્રીરામચરિત માનસના પાંચમા અધ્યાયનું નામ સુંદરકાંડ જ કેમ રાખવામાં આવ્યું છે.

જયારે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા ગયા હતા, એમણે જોયું કે લંકા ત્રિકુટાચલ પર્વત પર સ્થિત છે. ત્યાં ત્રણ પર્વત હતા. પહેલો સુબૈલ હતો. જ્યાં મેદાનમાં યુદ્ધ થયું હતું. બીજો નીલ પર્વત જ્યાં બધા રાક્ષસોના ઘર હતા. અને ત્રીજો સુંદર પર્વત જ્યાં અશોક વાટિકા બનાવેલી હતી. આ વાટિકામાં રાવણે સીતાજીને રાખ્યા હતા. અહીં હનુમાનજી માતા સીતાને મળ્યા હતા. તે આ અધ્યાયની સૌથી મુખ્ય ઘટના હતી, આ કારણે એનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું હતું.