મજેદાર જોક્સ : પપ્પા : ભણીલે દીકરા ભણીલે, પછી તો એશ છે. દીકરો : મને મૂર્ખના બનાવો પપ્પા….

0
5089

જોક્સ :

છોકરો : પંડિતજી, સુંદર છોકરીનો હાથ મળે તેના માટે મારે શું કરવું જોઈએ?

પંડિતજી : મોલની બહાર મહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.

જોક્સ :

એક કંજૂસ બાપ પોતાના દીકરાને ધોઈ રહ્યો હતો.

પાડોશી : અરે તમે આની ધોલાઈ કેમ કરી રહ્યા છો?

કંજૂસ બાપ : મેં આને કહ્યું હતું કે 1-1 દાદર છોડીને ચઢ-ઉતર કરીશ તો ચપ્પલ ઓછા ઘસાશે.

તો આ નાલાયક 2-2 દાદર છોડીને ચઢ-ઉતર કરવા લાગ્યો અને પાયજામો ફાડી નાખ્યો.

હવે મારે સિલાઈનો ખર્ચો વધી ગયો.

જોક્સ :

પત્ની : તમારું મગજ એકદમ સડી ગયું છે.

પતિ : હા કદાચ તને વધારે ખબર હશે, રોજ તું જ ખાય છે ને એટલે.

જોક્સ :

મારી પત્ની ઓનલાઇન ક્લાસીસમાં સ્પોકન ઈંગ્લીશ શીખી રહી છે.

તો સવારે મારી પત્નીએ ફળ વેચનાર પાસે અંગ્રેજીમાં ફળ માંગતા કહ્યું,

‘ગીવ મી સમ ડિસ્ટ્રોયડ હસબન્ડ.’

ફળવાળો તો મારી પાસે એવું કાંઈ નથી એમ કહીને જતો રહ્યો,

પણ મારી પત્ની નાસપતી માંગી રહી હતી તે સમજવામાં મને એક કલાક લાગ્યો.

જોક્સ :

ટેરેસ પર એક બેરોજગાર એન્જીનીયર ઊભો હતો.

એટલામાં પાડોશીએ આવીને તેને પૂછ્યું : તો દીકરા તેં આગળ શું વિચાર્યું છે?

એન્જીનીયર : બસ કાકા, ટાંકી ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દઈશ.

જોક્સ :

દુકાનદાર : કેવી સાડી દેખાડું?

સ્ત્રી : એવી કે જેને જોઈને પાડોશીને બળતરા થાય.

જોક્સ :

પપ્પા : ભણીલે દીકરા ભણીલે, પછી તો એશ છે.

દીકરો : મને મૂર્ખના બનાવો પપ્પા, તેના લગ્ન અભિષેક બચ્ચન સાથે થઈ ગયા છે.

તો હવે ભણીને શું ફાયદો?

પછી પપ્પા તેને બરાબરનો ધોયો.

જોક્સ :

સંજુ : આજે ફેસબુકે મને બચાવી લીધો.

સચિન : કેવી રીતે? શું થયું?

સંજુ : આજે મારી પત્નીનો જન્મદિવસ છે અને મને યાદ જ ન હતું.

જોક્સ :

દુકાનદાર : બોલો તમારે શું જોઈએ છે?

નીતિન : મારી થનારી પત્નીના કૂતરા માટે કેક જોઈએ છે.

દુકાનદાર : તમે અહીં ખાશો કે પેક કરી દઉં.

જોક્સ :

એક કંજૂસનો દીકરો તેની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયો,

જ્યારે તે ઘરે પાછો આવ્યો તો કંજૂસ પિતાએ પૂછ્યું,

કેટલો ખર્ચો કર્યો?

દીકરો : 500 રૂપિયા.

કંજૂસ પિતા : હેં! 500 રૂપિયા, આટલા બધો ખર્ચો કરાતો હશે કે?

દીકરો : હા, તે એટલા જ લાવી હતી.

કંજૂસ પિતા : તો ઠીક છે.

જોક્સ :

જે છોકરીઓ સ્કૂલમાં મારી સાથે વાત કરતી ન હતી,

તે આજે સોશિયલ મીડિયા પર મેસેજ કરે છે “Nice Pic”

અરે પાગલ સ્કૂલમાં આંધળી હતી કે શું?

જોક્સ :

ટપ્પુ ઘરેથી ભાગી ગયો,

તે દોડતો રહ્યો, કલાકો સુધી દોડતો રહ્યો.

જ્યારે તે દોડીને થાકી ગયો ત્યારે તેને ખબર પડી કે,

ફિલ્મી હીરો જ દોડીને મોટા થાય છે.

જોક્સ :

પત્નીએ વહેલી સવારે પતિને જગાડ્યો અને કહ્યું,

પત્ની : સાંભળો છો, મેં સપનું જોયું કે તમે મારા માટે હીરાનો હાર લાવ્યા છો.

પતિ : તો ફરીથી સૂઈ જા અને સપનામાં જ તે હાર પહેરી લે.