મજેદાર જોક્સ : બાળક : પપ્પા આપણા નવા પાડોશી બહુ ગરીબ છે. પપ્પા : તમે કેવી રીતે ખબર પડી. બાળક …

0
12736

જોક્સ :

બે બહેનપણીઓ એકબીજા સાથે વાત કરી રહી હતી.

પહેલી બહેનપણી : મારે ચીકણી ચોપડી વાતો શીખવી છે.

બીજી બહેનપણી : તો હું શું મદદ કરું?

પહેલી બહેનપણી : મને જે જણાવ કે તેમાં ઘી કયું વાપરવું?

જોક્સ :

ચિન્ટુ : તું આ ઓફિસમાંથી કેટલા સમયથી કામ કરે છે?

મોન્ટુ : જ્યારથી બોસે નોકરીમાંથી કાઢી નાખવાની વાત કરી છે ત્યારથી.

જોક્સ :

બાળક : પપ્પા આપણા નવા પાડોશી બહુ ગરીબ છે.

પપ્પા : તમે કેવી રીતે ખબર પડી?

બાળક : તેમનો દીકરો એક રૂપિયાનો સિક્કો ગળી ગયો,

તો તેની મમ્મીની રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ.

જોક્સ :

પપ્પુની ગર્લફ્રેન્ડે એમ્બ્યુલન્સ બોલાવવા માટે ફોન કર્યો.

ઓપરેટર : તમને શું સમસ્યા છે?

પપ્પુની ગર્લફ્રેન્ડ : મારો અંગૂઠો ટેબલ સાથે અથડાયો છે.

ઓપરેટર (હસતા હસતા) : તો તેના માટે તમે એમ્બ્યુલન્સ બોલાવવા માંગો છો?

પપ્પુની ગર્લફ્રેન્ડ : ના, એમ્બ્યુલન્સ હું મારા બોયફ્રેન્ડ માટે બોલાવવા માંગુ છું, કેમ કે તે તમારી જેમ જ હસ્યો હતો.

જોક્સ :

પત્ની : તમે ઊંઘમાં મને ગા-ળો કેમ આપી રહ્યા હતા?

પતિ : ના તને કોઈ ગેરસમજણ થઈ છે.

પત્ની : મેં મારા સગા કાને સાંભળ્યું છે, એમાં ગેરસમજણ કેવી?

પતિ : એ જ કે હું ઊંઘમાં હતો.

ત્યારથી પતિની ઊંઘ ગાયબ થઇ ગઈ છે.

જોક્સ :

લોકડાઉનમાં, સરકાર લોકો પાસેથી સૂચનો માંગી રહી હતી કે શું શું ખુંલવું જોઈએ.

મેં પણ મારું સૂચન પણ આપ્યું હતું કે,

બીજું કંઈ ખુલે કે ન ખુલે, પણ મારી પાડોશણની બારી જરૂર ખુલવી જોઈએ.

જોક્સ :

ટીટુ : યાર મારા પપ્પા દિવસેને દિવસે કેબીસીના અમિતાભ બચ્ચન બની રહ્યા છે.

પપ્પુ : તે કેવી રીતે?

ટીટુ : જ્યારે પણ હું તમની પાસે પૈસા માંગુ ત્યારે કહે છે,

શું કરશો આટલી ધનરાશિનું?

જોક્સ :

પત્ની : હું રોજ પૂજા કરું છું,

એક દિવસ શ્રીકૃષ્ણના દર્શન થઇ જાય તો મોક્ષ મળી જાય.

પતિ : એકવાર મીરાબાઈ બનીને ઝે-ર પી લે,

શ્રીકૃષ્ણ શું બધા ભગવાનના દર્શન થઈ જશે.

હવે પતિ હોસ્પિટલમાં બેઠો બેઠો જલ્દી પોતાના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરે છે.

જોક્સ :

પત્ની : ડાર્લિંગ સાંભળો છો, મારી ઉંમર 48 હોવા છતાં પણ,

તમારો એક મિત્ર મારી “સુંદરતાની પ્રશંસા” કરે છે.

પતિ : લવજી ભાઈ હશે.

પત્ની : તમને કઈ રીતે ખબર?

પતિ : એ ભંગારનો વેપારી છે, એને જૂની વસ્તુની પ્રશંસા કરતા સારી રીતે આવડે છે.

જોક્સ :

બાયોલોજીના ટીચર : સેલ એટલે શરીરની કોશિકાઓ.

ફિઝિક્સના ટીચર : સેલ એટલે બેટરી.

ઇકોમોનિકસના ટીચર : સેલ એટલે વેચાણ.

ઇતિહાસના ટીચર : સેલ એટલે જેલ.

અંગ્રેજીના ટીચર : સેલ એટલે મોબાઈલ.

મેં તો ભાઈ ભણવાનું જ છોડી દીધું.

જે સ્કૂલમાં 5 ટીચર એક શબ્દ પર એકમત નથી, તે સ્કૂલમાં ભણીને આપણને શું શીખવા મળશે?