નવરાત્રીના દિવસોમાં માતા રાણીની ભક્તિમાં ભક્તો લિન રહે છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે, અને લોકો 9 દિવસ સુધી વ્રત રાખે છે તેમજ દુર્ગા માતાની પૂજા ઉપાસના કરે છે. લોકો માતા રાણીને પ્રસન્ન કરવા જાત જાતના ઉપાય કરવામાં લાગેલા રહે છે. આખા દેશમાં માતા રાણીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસો દરમિયાન મંદિરોમાં ભક્તોની ખુબ વધુ ભીડ જોવા મળે છે.
વિશેષ રૂપથી પશ્ચિમ બંગાળમાં નવરાત્રીના આ પર્વનું ખુબ મોટા પાયા પર આયોજન કરવામાં આવે છે. દુર્ગા પૂજાના નામથી લોકો અહીં નવરાત્રીનો તહેવાર ખુબ જોરદાર રીતે ઉજવે છે. એવું જાણવા મળે છે કે, નવરાત્રીના નવ દિવસ માતા દુર્ગાની ઉપાસના કરવાથી આપણી બધી મનોકામના દેવી માતા પુરી કરે છે.
આખા દેશમાં ઘણા પ્રસિદ્ધ માતાના મંદિર છે, જ્યાં નવરાત્રીના દિવસોમાં દર્શન કરવાથી માતાના આશીર્વાદ મળે છે. અહીં માતા વૈષ્ણો દેવી અલગ અલગ સ્વરૂપોમાં વિરાજમાન છે. આજે અમે માતાના એવા કેટલાક વિશેષ ચમત્કારિક મંદિર વિષે જાણકારી આપવાના છીએ, જ્યાં દર્શન કરતા ભક્તોની મનોકામના પુરી થાય છે અને માતાના આશીર્વાદ મળે છે.

આવો જાણીએ અને દર્શન કરીએ માતા દેવીના આ ચમત્કારિક મંદિરોના :
જ્વાલા જી મંદિર, કાંગડા, હિમાચલ પ્રદેશ :
માતાના સૌથી વધુ પ્રસિદ્ધ મંદિરમાંથી એક છે જ્વાલા દેવીનું મંદિર, અને આ મંદિર આખી દુનિયામાં ખુબ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં માતા દુર્ગાના નવ રૂપોની જ્યોત હંમેશા પ્રગટેલી રહે છે. આ મંદિરમાં માતાના નવ રૂપોનું એક સાથે દર્શન કરી શકાય છે.
મનસા દેવી મંદિર, હરિદ્વાર, ઉત્તરાખંડ :
હરિદ્વારમાં માતાનું પ્રસિદ્ધ મંદિર મનસા દેવી મંદિર આવેલું છે. આ મંદિરને મનસા દેવી એટલા માટે કહેવામાં આવે છે, કેમ કે અહીં જે પણ ભક્ત પોતાની મનોકામના લઈને આવે છે, તેમની બધી મનોકામના માતા રાણી પુરી કરે છે. આ મંદિરના પરિસરમાં કેટલાક ઝાડ આવેલા છે, જ્યાં લોકો પોતાની બાધા પુરી કરવા માટે દોરો બાંધે છે. જયારે લોકોની બાધા પુરી થઇ જાય છે. ત્યારે તેઓ આ મંદિરમાં આવીને દોરો છોડી દે છે.
કરણી માતા મંદિર, બીકાનેર, રાજસ્થાન :
કરણી માતા મંદિર રાજસ્થાનમાં બીકાનેરનું સૌથી વધારે પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે, આ મંદિરમાં ઉંદરની સંખ્યા સૌથી વધુ છે. આ મંદિરમાં લગભગ 20,000 ઉંદર રહે છે, અને તેમને માતા રાણીના સંતાન માનવામાં આવે છે. આ મંદિરમાં કરણી માતાની મૂર્તિ સ્થાપિત છે, જેને જગદંબાનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરમાં દર્શન કરવા માટે દેશમાંથી જ નહિ પણ વિદેશમાંથી પણ ભક્તો આવે છે.
માતા વૈષ્ણો દેવી મંદિર, કટરા, જમ્મુ અને કશ્મીર :
તમે બધા લોકોએ માતા વૈષ્ણો દેવી મંદિર વિષે સાંભળ્યું જ હશે. આ દેશનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે અને તેનું ખુબ મહત્વ માનવામાં આવ્યું છે. આ તીર્થ સ્થાન હિન્દુઓનું મુખ્ય સ્થાન માનવામાં આવે છે. અહીં માતા વૈષ્ણો દેવીનું મંદિર જમ્મુના ઊંચા પહાડો પર આવેલું છે.
આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ખુબ જ ભીડ લાગેલી રહે છે, પરંતુ જયારે નવરાત્રીના દિવસો આવે છે, તો અહીં વાતાવરણ કાંઈક અલગ જ હોય છે. નવરાત્રીના દિવસોમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે ભક્તોની મોટી ભીડ ઉમટી પડે છે. વૈષ્ણો દેવીમાં માતા રાણી પિંડ સ્વરૂપમાં વિરાજમાન છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.