મજેદાર જોક્સ : ફકરૂભાઈની મરઘી ગુરુબક્ષના વાડામાં જઈ ઇંડુ મૂકી આવી. તે ઇંડુ લેવા ગયા. ફકરૂભાઈ : ગરુબક્ષ …

0
13458

જોક્સ :

મહર્ષિ માલખાવેશ્વરે સાયું જ કહ્યું છે કે –

લગ્નના દસ વર્ષ પછી પણ તમને તમારી વાઇફ સુંદર દેખાતી હોય

તો તમારી આંખે વહેલો મોતિયો આવી ગયો છે એમ જાણવું.

જોક્સ :

ડોક્ટર : માજી મારી પચાસ વર્ષની પ્રેક્ટિસમાં આટલી મોટી ડુંટી મેં ક્યારેય જોઈ નથી.

માજી : ઇ તો દાગતર પરભાતફેરીને લીધે.

ડોક્ટર : પ્રભાતફેરીને લીધે. માજી હું કાંઈ સમજ્યો નહિ.

માજી : બાપુના વખતમાં વરસો સુધી દરરોજ સવારે પરભાતફેરીમાં હું ઝંડો લઈને આગળ ચાલતી હતી.

જોક્સ :

મહર્ષિ માલખાવેશ્વરે સાચું જ કહ્યું છે કે –

તમારું ભવિષ્ય તમારા સપનાઓ ઉપર અવલંબે છે.

માટે સૂતા રહેવામાં જ તમારો ઉદ્ધાર છે.

જોક્સ :

ફકરૂભાઈની મરઘી ગુરુબક્ષના વાડામાં જઈ ઇંડુ મૂકી આવી. ફકરૂભાઈ ઇંડુ લેવા ગયા.

ફકરૂભાઈ : ગરુબક્ષ, મારી મરઘીએ મૂકેલું ઇંડુ લેવા આવ્યો છું.

ગરુબક્ષ : નહિ આપુ. મારા વાડામાં મૂકી ગઈ એટલે ઈંડું મારું કહેવાય.

ફકરૂભાઈ : મરઘી મારી છે એટલે ઈંડું મારું કહેવાય.

ગરુબક્ષ : પણ વાડો મારો છે.

ફકરૂભાઈ : ઠીક છે. આમ ઝઘડવાનો કોઈ અર્થ નથી.

એમ કરીએ હું તને એક લાત મારું અને તું મને એક લાત માર.

ભોંય ઉપરથી જે ઓછા ટાઈમમાં ઊભો થઈ જાય એનું ઈડું.

અને ઊભા ઊભા ખેલ જોઈ રહેલા પેસ્તનજી તરફ આંગળી ચીંધતા આગળ ચલાવ્યું – એ આપણા અમ્પાયર.

ગરુબક્ષ : મને વાંધો નથી. જા તું મને પહેલા લાત માર.

એટલે ફકરૂએ ઊંડો શ્વાસ લઈ બે પગની વચ્ચે એવી કચકચાવીને લાત મારી તે ગુરુબક્ષ પડ્યો તે કેટલીયે વારે ચોક્કસ ભાગને ખોબામાં દબાવતો, ઉંહકારા ભરતો ઊભો થયો એટલે પેસ્તનજી ઘડિયાળ જોતા બોલ્યા,

બાવા, ઊઠવામાં બરોબર વીસ મિનિટ અને પાંત્રીસ સેકન્ડ થયા છેની.

ખુન્નસ ખાતો ગુરુબક્ષ બોલ્યો : વાંધો નહિ. હવે મારો વારો.

એટલે ફકરૂએ કહ્યું : મારે ઈંડું નથી જોઈતું. તું રાખી લે.

જોક્સ :

રન-વે પર દોડતું જેટ વિમાન ઉડાન ભરવામાં જ હતું ત્યાં એકાએક ઊભું રહી ગયું. અને ધીમે ધીમે રન-વેનાં સ્ટાર્ટીંગ પોઈન્ટ ઉપર પાછું ફર્યું.

બરાબર બે કલાક પછી પાછુ રન-વે ઉપર દોડવા લાગ્યું.

અંદર પેસેન્જર પરશોતમદાસે હોસ્ટેસને પૂછયું : “કંઈ પ્રોબલેમ હતો?”

હોસ્ટેસ : ખાસ કંઈ નહિ, પાયલોટને એન્જિમાંથી જાતજાતના અવાજો આવતાં સંભળાયા અને તણખા ઉડતા દેખાયા એટલે એણે પ્લેન પાછું ફેરવ્યું અને ઉડાડવાની સાફ ના પાડી દીધી. પછી બીજા પાયલોટને બોલાવવામાં બે ક્લાક લાગી ગયા.

જોક્સ :

આજે ગુરુજીએ સત્સંગમાં બહુ સારી વાત કહી. દલસુખ ડાહ્યાએ કહ્યું, “એમણે કહ્યું કે ભગવાન બહુ કૃપાળુ છે. અને બધા ઉપર સરખી દૃષ્ટિ રાખે છે.

પછી દાખલો આપતા કહ્યું કે કોઈ માણસની આંખ નબળી હોય કે આંધળો હોય તો ભગવાન એની સાંભળવાની શક્તિ વધારી દે છે. અથવા કોઈની સ્વાદ પારખવાની શક્તિ ઓછી હોય તો એની સૂંઘવાની શક્તિ વધારી દે છે.”

“એમની વાત સાવ સાચી છે.” ભૂપત ભોપાએ વાતને સમર્થન આપતા કહ્યું, “અમારી ચાલીમાં મોહનકાકાનો એક પગ ટૂંકો છે, તો ભગવાને એનો બીજો પગ લાંબો કરી આપ્યો છે.”