આર્થીક સમસ્યાઓ જવાનું નામ નથી લેતી, પિતૃદોષ દુર નથી થતો તો શિવલિંગ સાથે જોડાયેલું આ કામ કરો 

0
767

શિવલિંગ સાથે સંકળાયેલ આ જ્યોતિષીય ઉપાય કરવાથી મળશે વિવિધ સમસ્યાઓથી મુક્તિ.

સનાતન ધર્મમાં શિવલિંગને સ્વયં મહાદેવના પ્રતીક તરીકે જોવામાં આવે છે, તે સૃષ્ટિની રચનાનું માધ્યમ છે, બ્રહ્માંડમાં આનાથી વધુ શક્તિશાળી બીજું કંઈ નથી. શિવલિંગ પવિત્રતા અને શુભતાનો સમાનાર્થી છે. હિંદુ ધર્મ સાથે સંબંધિત પ્રાચીન દસ્તાવેજોમાં મહાદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના શિવલિંગ સાથે જોડાયેલા છે.

શિવલિંગ : મહાદેવના ભક્તો શિવલિંગને તેના પ્રત્યક્ષ સ્વરૂપમાં પૂજે છે, કેટલાક તેમને દૂધથી સ્નાન કરાવે છે, કેટલાક ગંગાના જળથી, કેટલાક તેમને ઘી અર્પણ કરે છે અને કેટલાક ધતુરો. મહાદેવ ખૂબ જ ભોળા છે, તેઓ તેમના ભક્તની શ્રદ્ધાથી જ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે સંયમ અને દૃઢ નિશ્ચય સાથે મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. તેને પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળે છે.

ઉપાય : જો તમારા જીવનમાં પણ કેટલીક એવી સમસ્યાઓ છે, જેનો ઉકેલ મેળવવો તમારા માટે શક્ય નથી, તો અમે તમને શિવલિંગ સાથે જોડાયેલા કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપાયોનો 100% લાભ મેળવવા માટે, તમારે આ ઉપાય દિવસ આથમી જાય પછી જ કરવા જોઈએ.

જો વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય, તો તેના પ્રભાવથી સુખ અને પ્રગતિના તમામ માર્ગો અવરોધાય છે. જો તમને પણ આવી જ કોઈ સમસ્યા હોય તો તમારે સાંજે સફેદ તલ અને સાકરનું દાન કરવું જોઈએ. દર સોમવારે આ ઉપાય અજમાવો.

જો તમે તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે રાત્રે શિવલિંગ પાસે દીવો જરૂર કરવો. આ દીવો 41 દિવસ સુધી નિયમિત રીતે પ્રગટાવવાનો પ્રયત્ન કરો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મન અને ભાવનાથી શિવલિંગ પાસે ઘી નો દીવો પ્રગટાવે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે, આર્થિક સમસ્યાઓ તેના જીવનમાંથી દૂર થઈ જાય છે.

સાચા હૃદયથી ભોલેનાથને પ્રાર્થના કરવાની સાથે જ શિવલિંગ પર બીલીપત્ર, ધતુરો, દૂધ અને પાણીનો અભિષેક કરવાથી વ્યક્તિના જીવનની અંગત સમસ્યાઓ દૂર થાય છે. સૂર્યાસ્ત પછી શિવલિંગને જળ ચઢાવવામાં આવતું નથી, તેથી આ ઉપાય દિવસ દરમિયાન જ કરો.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી સ્પીકિંગ ટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.