ગુરુ દ્રોણાચાર્યના માર્ગદર્શન અને ભીષ્મ પિતામહના આશ્રય હેઠળ, કૌરવો અને પાંડવો ધીમે ધીમે મોટા થયા અને અર્જુનના લગ્ન રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદી સાથે થયા. એ પછી દ્રૌપદી પાંડવોની પત્ની બની. તેઓ માતા કુંતી સાથે દ્રુપદના રાજ્યમાં જ રહેવા લાગ્યા. વર્ણાવતના લાક્ષાગૃહમાં પાંડવો તેમની માતા કુંતી સાથે બચી ગયાના સમાચાર સાંભળીને દુર્યોધનને ખુબ દુઃખ થયું અને અશ્વત્થામા, શકુની, કર્ણ સાથે દ્રુપદની રાજધાની માંથી હસ્તિનાપુર પાછા ફર્યા.
દુર્યોધને પાંડવોને મા-ર-વા-માટે ઘણા કપટી ઉપાયો સૂચવ્યા :
મહારાજ ધૃતરાષ્ટ્રની હાજરીમાં, હવે રાજ્યના ભાગલાની વાત શરૂ થઈ. ત્યારે દુર્યોધને માતા કુંતી અને માદ્રીના પુત્રો વચ્ચે મતભેદ કરાવવા, રાજા દ્રુપદને વશમાં કરવા અથવા દ્રૌપદીને પાંડવોને છોડી મુકવા ઉશ્કેરવી, અથવા ભીમસેનને દગો કરીને મા-રી-ના-ખ-વા-માં આવે. આ સિવાય કર્ણને ત્યાં મોકલીને પાંડવોને કર્ણની સાથે અહીં બોલાવીને પછી એવો કોઈ યોજના બનાવવામાં આવે કે જેથી પાંડવો બચી જ ના શકે, આવા અનેક વિચારો આપતાં દુર્યોધને કર્ણ તરફ જોઈને પૂછ્યું કે – મિત્ર કર્ણ આ વિષે તારો શું અભિપ્રાય છે?
કર્ણએ દુર્યોધનના સૂચનો સાથે અસહમતી દર્શાવી :
કર્ણએ દુર્યોધનને સ્પષ્ટ કહ્યું કે – હું તમારા અભિપ્રાયને બિલકુલ પસંદ કરતો નથી. તમે જણાવેલા ઉપાયોથી પાંડવોને કાબૂમાં લેવા શક્ય નથી. તેઓ એકબીજાને એટલો પ્રેમ કરે છે કે તેમની વચ્ચે મતભેદ ઉભો કરવાનો કોઈ રસ્તો જણાતો નથી.

ભીષ્મ પિતામહે દુર્યોધનના સૂચનોનો વિરોધ કર્યો :
આ પછી ધૃતરાષ્ટ્રના સૂચન પર આચાર્ય દ્રોણ, ભીષ્મ પિતામહ અને વિદુરને પણ બોલાવવામાં આવ્યા અને આ મુદ્દે ચર્ચા શરૂ થઈ, ત્યારે ભીષ્મ પિતામહે સ્પષ્ટ કહ્યું કે – મને પાંડવો સાથે શત્રુતા કરવી બિલકુલ પસંદ નથી. મારા માટે ધૃતરાષ્ટ્ર અને પાંડુ અને તેમના પુત્રો એક સમાન છે. હું દરેકને એક સરખો જ પ્રેમ કરું છું, જેમ મારો ધર્મ છે, પાંડવોનું રક્ષણ કરવાનો એવો તમારો પણ છે. હું પાંડવો સાથેની લડાઈને સમર્થન આપી શકતો નથી. તેમણે દુર્યોધનને કહ્યું કે – તું તેમની સાથે સુમેળભર્યો વ્યવહાર કર અને તેમને અડધુ રાજ્ય આપી દે. આમાં તારા સમગ્ર કુરુ વંશનું કલ્યાણ છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.