ચૈત્ર નવરાત્રિમાં ભૂલીને પણ આ કામ ન કરો, નહીં તો પૈસાની થઈ શકે છે તંગી.

0
472

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ મહત્વ છે. આ તહેવારમાં ભક્તો 9 દિવસ સુધી માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. વર્ષમાં 4 નવરાત્રિ આવે છે. જેમાં શારદીય અને ચૈત્ર નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 મી એપ્રિલે સમાપ્ત થશે. માન્યતાઓ અનુસાર નવરાત્રિમાં માતાની પૂજા-અર્ચના કરવાથી આશીર્વાદ મળે છે. તેમજ કેટલીક ક્રિયાઓ ટાળવી જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ નવરાત્રિમાં આ કામો કરે છે, તો તેમના જીવનમાં ગરીબી આવે છે. આવો જાણીએ નવરાત્રિમાં કયા કામ ન કરવા જોઈએ.

માંસાહારી ખોરાક ટાળવો : નવરાત્રિમાં દેવીના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો વ્રત રાખીને માતાની પૂજા કરે છે. નવરાત્રિ દરમિયાન માંસાહારી ખોરાકથી દૂર રહો.

લસણ અને ડુંગળી ન ખાઓ : લસણ અને ડુંગળી તામસિક ખોરાક છે. તેનું સેવન કરવાથી મનની એકાગ્રતા ઓછી થાય છે. તેનાથી માનસિક થાક અનુભવાય છે. તેથી નવરાત્રિ દરમિયાન તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ.

વાળ ન કપાવવા જોઈએ : નવરાત્રિ દરમિયાન વાળ કપાવવા અને સાચવવા ન જોઈએ. એવું માનવામાં આવે છે કે વાળ કપાવવાથી ધનની હાનિ થાય છે ને લક્ષ્મી માતા રિસાઈ જાય છે.

નખ કાપવા : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન નખ કાપવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માં દુર્ગા નારાજ થાય છે. તેના કારણે તમારે હાલાકી ભોગવવી પડી શકે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.