બાળકના ભવિષ્યને ઉજવળ બનાવવા માટે તેમના માટે આ પોલીસી છે કામની, બે ગણું રીટર્ન આપે છે.

0
419

12 વર્ષ સુધીના બાળકો માટે આ છે એલઆઈસીની જોરદાર પોલીસી, મેચ્યોરીટી ઉપર મળશે ડબલ રૂપિયા.

આજના સમયમાં દરેક માતા પિતા પોતાના બાળકોના સારા ભવિષ્યના પ્લાનિંગ માટે તેમના મોટા થવાની રાહ નથી જોતા. તેનું કારણ એ છે કે છેલ્લા થોડા વર્ષોમાં હાયર સ્ટડીઝના ખર્ચા ઘણા વધી ગયા છે. એટલું જ નહિ લગ્નમાં પણ ઘણા પૈસાની જરૂર પડે છે. તેથી લોકો બાળકો માટે શરુઆતથી રોકાણ કરવા લાગે છે. તેના માટે લોકો વિશ્વસનીય રોકાણ સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ એલઆઈસીએ ‘એલઆઈસી જીવન તરુણ પ્લાન’ (LIC Jeevan Tarun Plan) બનાવ્યો છે.

એલઆઈસી જીવન તરુણ પ્લાન વિશે જાણો : બાળકો માટે એલઆઈસીનો જીવન તરુણ પ્લાન એક નોન લીંક્ડ, પાર્ટીસિપેટીંગ, ઇંડીવિઝયુઅલ, લાઈફ ઇન્શ્યોરન્સ સેવિંગ પ્લાન છે. આ પ્લાન હેઠળ એલઆઈસી પ્રોટેક્શન અને સેવિંગના ફીચર આપે છે. આ પ્લાનને બાળકોનો અભ્યાસ અને બીજી જરૂરિયાતોને ધ્યામમાં રાખીને બનાવવામાં આવ્યો છે.

કઈ ઉંમરના બાળકો માટે લઇ શકાય છે પોલીસી? આ પોલીસી લેવા માટે બાળકોની ઉંમર ઓછામાં ઓછી 90 દિવસ હોવી જોઈએ. અને વધુમાં વધુ મર્યાદા 12 વર્ષ સુધી કરવામાં આવી છે. આ પોલીસી બાળકો 25 વર્ષના થવા પર મેચ્યોર થશે. એલઆઈસીની આ પોલીસી ઉપર ઘણા પ્રકારના રાઈડર લઇ શકાય છે.

આવી રીતે કરી શકો છો પ્રીમીયમનું પેમેન્ટ : તમે વાર્ષિક, ત્રિમાસિક, છ માસિક કે માસિક આધાર ઉપર પ્રીમીયમનું પેમેન્ટ કરી શકો છો. તમે NACH દ્વારા તેનું પેમેન્ટ કરી શકો છો કે સીધા તમારા પગાર માંથી પ્રીમીયમ કપાવી શકો છો. જો કોઈ ટર્મમાં પ્રીમીયમ જમા કરવાથી તમે ચુકી જાવ છો તો ત્રીમાસિકથી લઈને વર્ષના આધાર ઉપર પ્રીમીયમ જમા કરાવવા વાળાને 30 દિવસનો ગ્રોસ પીરીયડ મળશે. અને જો તમે દર મહીને પેમેન્ટ જમા કરો છો તો તમને 15 દિવસનો ગ્રોસ પીરીયડ મળશે.

મળશે ડબલ બોનસ : બાળકો 25 વર્ષના થાય એટલે આ સ્કીમ હેઠળ પૂરો ફાયદો મળે છે. આ એક ફલેક્સીબલ પ્લાન છે. મેચ્યોરીટી વખતે આ સ્કીમ ઉપર ડબલ બોનસ મળે છે. તમે ઓછામાં ઓછા 75,000 રૂપિયાના સમ એસ્યોર્ડ (Sum Assured) માટે આ પોલીસી લઇ શકો છો. આમ તો તેના માટે કોઈ મેક્સીમમ લીમીટ મર્યાદા નથી.

દરરોજ 100 રૂપિયાથી પણ ઓછાના રોકાણ ઉપર બની જશે 15 લાખ રૂપિયા : બાળકોના 90 દિવસથી વધુ અને એક વર્ષની ઉંમરના થતા પહેલા આ પોલીસીમાં રોકાણ શરુ કરી દો. આ સ્કીમમાં રોજના 100 રૂપિયાથી પણ ઓછા બચાવીને તમે તમારા બાળક માટે 15 લાખ રૂપિયાથી વધુ બનાવી શકો છો. એલઆઈસીની ગણતરી મુજબ જો તમે ઝીરો ઉંમરના બાળક માટે દર મહીને લગભગ 2800 રૂપિયાનું રોકાણ 20 વર્ષ માટે કરો છો, તો બાળક 25 વર્ષનું થાય એટલે તમને 15,66,000 રૂપિયા મળશે. તે સમય દરમિયાન તમારું રોકામ આશરે 7.20 લાખ રૂપિયાનું થશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.