આ 5 વસ્તુઓને સીધી કોઈની હથેળીમાં આપવાથી બચો, જ્યોતિષ અનુસાર આમ કરવું શુભ નથી.
જ્યોતિષ શાસ્ત્રમાં એવા કાર્યો કરવાની મનાઈ છે જે ઘરની સુખ-સમૃદ્ધિ છીનવી લે છે. તેથી આ કાર્યો ક્યારેય ન કરવા જોઈએ. ઉદાહરણ તરીકે, ઘણી વાર તમે એવું જોયું હશે કે વડીલો કેટલીક વસ્તુઓને હથેળી પર આપવાની ના પાડે છે. આ વસ્તુઓને સીધી કોઈની હથેળી પર આપવી સારું નથી માનવામાં આવતું. આવું કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે, અને ઘરમાં ગરીબી આવે છે. ઘરમાં અશાંતિ અને ઝઘડાઓ થાય છે. ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે, જે હથેળી પર આપવી ઘરમાં ઝઘડાઓનું કારણ બને છે.
હથેળી પર આ વસ્તુઓ ન આપો :
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠું ક્યારેય પણ કોઈની હથેળીમાં આપવું નહિ. તેના બદલે થાળી કે વાસણમાં મુકીને મીઠું આપો. બીજાના હાથમાં મીઠું સીધું આપવાથી ઝઘડો થાય છે અને પુણ્ય ઘટે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ કોઈના હાથ પર સીધું મરચું ન આપો, પરંતુ મરચાને હંમેશા વાસણ કે થાળીમાં મુકીને આપો. નહિંતર, આમ કરવું તેમની વચ્ચે ઝઘડાનું કારણ બને છે.

એ જ રીતે પીવા માટે પાણી પણ સુધી કોઈના હાથ કે ખોબામાં ન આપવું જોઈએ, પરંતુ કોઈ વાસણમાં આપવું જોઈએ. આનાથી ધન, ધર્મ અને પુણ્યની હાનિ થાય છે.
તેવી જ રીતે રોટલીને હંમેશા પ્લેટ વગેરેમાં રાખીને આપવી જોઈએ. હાથમાં રોટલી આપવાથી ઘરની સમૃદ્ધિ જાય છે. હંમેશા સન્માન સાથે રોટલી આપો. જો તમે કોઈની થાળીમાં રોટલી પીરસો તો પણ રોટલીને હાથમાં લઈને ન જાવ, પણ રોટલીને થાળીમાં રાખો અને પછી કોઈની થાળીમાં પીરસો.
એ જ રીતે, કોઈ વ્યક્તિને હાથમાં રૂમાલ ન આપો, પરંતુ તેને ક્યાંક રાખો જેથી સામેની વ્યક્તિ તેને પોતાના હાથથી ઉપાડી લે. હાથમાં રૂમાલ આપવાથી ધનની હાનિ થાય છે.
ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.