દિવાળી ઉપર આ 5 જગ્યાએ દીવડા પ્રગટાવવાનું ન ભૂલશો, માં લક્ષ્મીની થશે કૃપા, જાણો કઈ છે તે જગ્યાઓ

0
1677

દિવાળી ભારતનો સૌથી મોટો અને સૌથી પ્રકાશમય તહેવાર છે. રાક્ષસ રાજ રાવણ (લંકાના અધિપતિ) ઉપર વિજય મેળવીને, ૧૪ વર્ષ વનવાસના પસાર કરીને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, તેમની પત્ની દેવી સીતા અને તેમના ભાઈ શ્રી લક્ષ્મણના અયોધ્યા પાછા ફરવાના આનંદ અને સન્માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળીમાં દીવાઓનું વિશેષ મહત્વ હોય છે.

દિવાળી હોય અને દીવડા પ્રગટાવવામાં ન આવે, એ શક્ય નથી. આ તહેવાર પ્રકાશનો છે. હિંદુ ધર્મમાં એ માન્યતા છે કે દિવાળીના શુભ અવસર પર લક્ષ્મીજી પૃથ્વીનું ભ્રમણ કરે છે.

એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી માતા જેના પણ ઘરમાં દિવાળી ઉપર નિવાસ કરી લે તેમના ઘરે પૈસાની ક્યારે પણ તંગી નથી રહેતી. એ કારણ છે કે દિવાળીની રાત્રે દરેક લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવીને ઘરને પ્રકાશથી ભરી દે છે.

તેની સાથે જ ઘણા લોકોને એ નથી ખબર હોતી કે ઘરની સાથે-સાથે બીજા પણ થોડા વિશેષ સ્થાનો ઉપર, દિવાળીના દિવસે દીવડા પ્રગટાવવા ઘણું જ શુભ માનવામાં આવે છે. અને તેની પાછળ એવી માન્યતા છે કે ઘરની સાથે સાથે થોડા વિશેષ સ્થાનો ઉપર દેવડા પ્રગટાવીને મુકવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી ઘણા જલ્દી પ્રસન્ન થઇ જાય છે. આજે અમે તમને એવા જ ૫ સ્થાનો વિષે જણાવીશું જ્યાં દિવાળીના દિવસે દીવડા પ્રગટાવીને મુકવાથી ઘરમાં ધનનો વરસાદ થશે.

૧. દિવાળીના દિવસે આપણે આપણા ઘરમાં દીવા પ્રગટાવવા સાથે-સાથે એક દીવો પીપળાના વૃક્ષની નીચે જરૂર મુકવો જોઈએ. કહેવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં ૩૩ કરોડ દેવી દેવતાઓનો પણ વાસ હોય છે, અને અહી દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મીજી ખુશ થાય છે.

૨. આ દિવસે માં લક્ષ્મીજીના સ્વાગત માટે એક બીજી વાત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની બન્ને તરફ દીવા પ્રગટાવો. માં લક્ષ્મીજીના સ્વાગત માટે આના કરતા વધુ સારી રીત બીજી કોઈ જ નથી હોઇ શકતી. માં લક્ષ્મીજી તે ઘરમાં પ્રવેશ કરે છે, જ્યાં અંધારું ન હોય અને પ્રકાશ હોય.

દીવાથી માં લક્ષ્મીજીનું સ્વાગત કરશો તો તમે પોતે ફરકનો અનુભવ કરશો, તેની સાથે જ આપણે દિવાળીના દિવસે આપણા ઘરના આંગણામાં પણ દીવડા જરૂર પ્રગટાવવા જોઈએ.

૩. દિવાળીના દિવસે આપણે ઘરે તો પૂજા કરીએ જ છીએ, પરંતુ તેની સાથે જ જો આપણા ઘરની બહાર કોઈ મંદિર છે તો તેને પણ દીવડાથી શણગારી દો. પહેલી વાત તો એ કે તેનાથી તમે પ્રભુની સેવા કરી શકશો. તેની સાથે જ ભગવાનના ઘરને પ્રકાશથી ઝગમગતું કરી શકશો.

કહેવામાં આવે છે કે દરેક પૂજાનું પોતાનું એક વિધાન હોય છે. એટલા માટે દિવાળીની પૂજામાં આ વિધાનને પણ મોટું માનવામાં આવે છે. આસપાસ કોઈ મંદિર હોય તો દીવડો જરૂર પ્રગટાવશો તેનાથી હંમેશા માં લક્ષ્મીજીની કૃપા જળવાયેલી રહે છે.

૪. કહેવામાં આવે છે કે દિવાળીની રાત્રે ઘરની આજુ બાજુ કોઈ ચાર રસ્તા ઉપર દીવડો પ્રગટાવવો જોઈએ. તેનું એક કારણ એ પણ છે કે તમે આવવા જવા વાળાને અંધારામાં રસ્તો દેખાડી રહ્યા છો. અમાસની અંધારી રાતમાં તમે કોઈના માટે પુણ્ય કરો છો, તો દેવીમાં પણ તમારી દરેક મનોકામનાને પૂર્ણ કરશે. તમામ શાસ્ત્રોમાં આ વાત લખવામાં આવી છે કે આ દિવસે ચાર રસ્તા ઉપર જઈને એક દીવડો જરૂર પ્રગટાવવો જોઈએ.

૫. કહેવામાં આવે છે કે દિવાળીના દિવસે કોઈ સુમસામ વિસ્તારમાં રહેલા શિવલિંગ પાસે દીવા પ્રગટાવો. કહેવામાં આવે છે કે એમ કામ કરવાથી તમારા મનની મનોકામનાઓ પૂરી થાય છે. જ્યોતિષ શાસ્ત્ર પણ આ વાતને માને છે કે આ દિવસે સુમસામ વિસ્તારમાં રહેલા કોઈ શિવલિંગ પાસે દીવા પ્રગટાવવા જોઈએ. તેનું એક કારણ એ પણ છે કે તમે ભગવાનના આ ઘરને પ્રકાશમય કરી રહ્યા છો, જ્યાં પ્રકાશ નથી.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)