દિલીપ કુમારના જીવનમાં બનેલો આ પ્રસંગ સમજાવે છે કે પૈસાનો દેખાડો ના કરવો પણ વિનમ્ર બનવું.

0
261

દિલીપ કુમાર કહે છે… મારા કેરિયરના ટોચ ઉપર, હું એકવાર વિમાનથી યાત્રા કરી રહ્યો હતો, મારી બાજુની સીટ ઉપર એક સાધારણ જેવા સજ્જન વ્યક્તિ બેઠા હતા. જેણે એક સાધારણ શર્ટ અને પેન્ટ પહેર્યા હતા, તે મધ્યમ વર્ગના લાગી રહ્યા હતા, અને ઘણા વધારે ભણેલા દેખાતા હતા.

બીજા યાત્રી મને તરત ઓળખી લેતા હતા કે હું કોણ છું. પરંતુ આ સજ્જન મારી હાજરીથી અજાણ લાગતા હતા. તે તેમનું પેપર વાંચી રહ્યા હતા. થોડી વારે બારીની બહાર જોઈ રહ્યા હતા. અને જયારે ચા આપવામાં આવી ત્યારે તેમણે તેને ચુપચાપ પી લીધી.

તેમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન માટે મેં તેમની તરફ જોઈને સ્માઈલ આપી. તે માણસે મારી તરફ જોઈને વિનમ્રતા પૂર્વક સ્માઈલ આપી અને ‘હેલો’ કહ્યું. અમારી વાતચીત શરુ થઈ અને મેં સિનેમા અને ફિલ્મના વિષયને આગળ કર્યો અને પૂછ્યું, ‘શું તમે ફિલ્મો જુઓ છો?’

તે વ્યક્તિએ જવાબ આપ્યો, ‘અરે, ઘણી ઓછી. મેં ઘણા વર્ષો પહેલા એક ફિલ્મ જોઈ હતી.’

મેં જણાવ્યું કે મેં ફિલ્મ ઉદ્યોગમાં કામ કર્યું છે.

તે માણસે જવાબ આપ્યો.. ‘અરે, ઘણું સારું કહેવાય. તમે શું કરો છો?’

મેં જવાબ આપ્યો, ‘હું એક અભિનેતા છું’

તે માણસે માથું હલાવ્યું, અરે, આ ઘણું અદભુત છે! તો આ વાત છે…

જયારે અમે ઉતાર્યા, તો મેં હાથ મિલાવતા કહ્યું, ‘તમારી સાથે યાત્રા કરવી ઘણી સારી રહી, મારુ નામ દિલીપ કુમાર છે!’

તે માણસે હાથ મિલાવતા સ્માઈલ આપી, ‘આભાર… તમને મળીને ઘણું સારું લાગ્યું.. હું જે આર ડી ટાટા (ટાટાના ચેરમેન) છું!’

વિનમ્ર બનો, એમાં કંઈપણ ખર્ચ થતો નથી.

(આ સોશિયલ મીડિયા પર શેર થયેલી પોસ્ટનું સંપદાન છે. અમે તેની પુષ્ટિ કરી નથી.)