15 વર્ષના આ છોકરાની હકીકત જાણીને તમારા આશ્ચર્યનો પાર નહિ રહે, જાણો નાની ઉંમરે કેવી સિદ્ધિ મેળવી છે.

0
530

5 વર્ષમાં 4 ડીગ્રી, 15 વર્ષની ઉંમરમાં થયો ગ્રેજ્યુએટ અને હવે પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારી, જાણો આવું કોણે કરી દેખાડ્યું.

તે ઉંમર અને કદ બંનેમાં ઘણા નાના છે, તેનું વજન પણ વધુ નથી. પણ તેણે જે સિદ્ધી પ્રાપ્ત કરી છે તે ઘણી મોટી છે. તેના હાથમાં જે ડીગ્રીઓ છે તેનું વજન ઘણું વધુ છે. જે ઉંમરમાં બાળકો મોબાઈલ અને ગેમમાં વ્યસ્ત રહે છે, તે ઉંમરમાં તે પુસ્તકોમાં ખોવાયેલા રહે છે. અમે કોઈ વાર્તા નથી સંભળાવી રહ્યા, પણ તમને 15 વર્ષના એક છોકરાની હકીકત જણાવી રહ્યા છીએ, જે તેની સફળતાથી આજે આખી દુનિયામાં ખ્યાતી મેળવી રહ્યા છે. આવો તમને પરિચય કરાવીએ આ સામાન્ય પ્રતિભાનો.

11 વર્ષની ઉંમરમાં કોલેજમાં પ્રવેશ : રીપોર્ટ મુજબ 15 વર્ષના જૈક રિકો અમેરિકાના કેલીફોર્નીયામાં તેના કુટુંબ સાથે રહે છે. શરુઆતના દિવસોમાં જૈકની માં હોમ સ્કૂલિંગ દ્વારા તેને ભણાવતી હતી, પણ જૈકે ધીમે ધીમે પોતે જ એટલું બધું કવર કરી લીધું કે તેને ભણાવવા માટે તેની માં પાસે કાંઈ બાકી ન હતું. જયારે જૈક 11 વર્ષનો થયો તો ફૂલર્ટન કોલેજમાં પ્લેસમેંટ પરીક્ષા આપી, તેમાં તેણે સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા અને તેને પ્રવેશ મળી ગયો.

2 વર્ષમાં જ ઘણી સફળતા : જૈકે કોલેજમાં પણ અભ્યાસને લઈને એ જુસ્સો ચાલુ રાખ્યો અને માત્ર 2 વર્ષમાં ઈતિહાસ, સોશિયલ બિહેવીયર, આર્ટ એંડ હ્યુમન એક્સપ્રેશન અને સોશિયલ સાયન્સ વિષયમાં 4 આસોસીએટ ડીગ્રી પ્રાપ્ત કરી લીધી. જયારે જૈક રિકો 14 વર્ષના થયા તો યુનીવર્સીટી ઓફ નેવાદામાં ક્લાસ લેવાના શરુ કર્યા.

14 ડીસેમ્બર 2021 ના રોજ જૈકે ઈતિહાસમાં ગ્રેજ્યુએશનની ડીગ્રી પ્રાપ્ત કરી લીધી. હવે તે થોડા દિવસનો બ્ર્રેક લઇને પોસ્ટ ગ્રેજુએશન કરવા માંગે છે. જૈકની સિદ્ધી જોઇને દરેક ચકિત બની ગયા છે. તે માત્ર 15 વર્ષમાં જ 5 ડીગ્રી પ્રાપ્ત કરી ચુક્યા છે. તેણે એક બીજી ડીગ્રીનો ગોલ સેટ કરી લીધો છે.

આ માહિતી એબીપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.