શ્રાવણના છેલ્લા દિવસે કરો આ એક વસ્તુનું દાન, ભગવાન શિવ કરી દેશે તમારી દરેક ઈચ્છા પુરી

0
2148

શ્રાવણ મહિનો તેના છેલ્લા ચરણ ઉપર છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ મહિનો હિંદુ ધર્મના હિસાબે ભગવાન શિવનો મહિમા હોય છે, આ મહિનામાં ભક્ત ભગવાન શિવની પૂજા કરે છે. શ્રાવણ મહિનામાં ભક્ત ભગવાન શિવને જળ ચડાવવા માટે દુર-દુરથી જળ ભરીને લાવે છે અને તેમનો અભિષેક કરે છે.

પૂજા સાથે દાનનું હોય છે વિશેષ મહત્વ :

જો તમે હજુ સુધી ભગવાન શિવનો અભિષેક નથી કર્યો તો થોડા જ દિવસો બાકી છે, જલ્દીથી ભગવાન શિવનો અભિષેક કરી લો. ભગવાન શિવ વિષે કહેવામાં આવે છે કે તે માત્ર જળ ચડાવવાથી જ પ્રસન્ન થઈ જાય છે. આમ તો ભગવાન શિવને બીલીપત્રથી ખુબ સ્નેહ છે.

જે તેમને બીલીપત્ર ચડાવે છે તેમની ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. ભગવાન શિવને પસન્ન કરવાના ઘણા ઉપાયો વિષે શિવ મહાપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં પૂજા સાથે જ દાનનું પણ ઘણું વધુ મહત્વ હોય છે.

શ્રાવણ મહિના વિષે કહેવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ પોતાના દરેક ભક્તની મનોકામનાને પૂર્ણ કરી દે છે. આ આખા મહિનામાં ભગવાન શિવ પૃથ્વીનું કલ્યાણ કરવા માટે આવે છે. તે કારણે તે ભક્તોનો અવાજ ખુબ જલ્દી સાંભળી લે છે.

ભગવાન શિવ પૂજાની સાથે-સાથે દાન ધર્મ કરવાથી પણ પ્રસન્ન થાય છે. આમ તો શ્રાવણ મહિનો પૂરો થવાનો છે, પરંતુ તમે એકવાત જાણી લો કે જેટલા દિવસ પણ બાકી છે, તેમાં તમે દાન-ધર્મ કરીને ભગવાન શિવની કૃપા મેળવી શકો છો. શિવપુરાણ મુજબ જે વ્યક્તિને દાન-પુણ્ય કરવામાં મજા આવે છે, તેને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે.

શ્રાવણના છેલ્લા દિવસોમાં કરો આ વસ્તુનું દાન :

દાન કરવાથી વધે છે એશ્વર્ય :

ભગવાન શિવના અભિષેક, શિવપુરાણ કથાનું વાંચન અને સાંભળ્યા પછી દાન કરવું ઘણું જ શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ચાંદીના બે સિક્કા જેની ઉપર ભગવાન શિવ કોતરેલા હોય, તે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનામાં શિવાલયોમાં વૈદિક બ્રાહ્મણને રુદ્રાક્ષની માળાનું દાન કરવું કે ચાંદી માંથી બનેલી સર્પની જોડી દાન કરવાથી એશ્વર્ય વધે છે. ત્યાર પછી વ્યક્તિના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી.

દીપદાનની જેમ વિદ્યાદાન :

શ્રાવણ મહિનામાં દરરોજ દીપદાન કરવું શુભ હોય છે. દીપદાન એટલે પ્રકાશનું દાન કરવું. તેની સાથે જ વ્યક્તિનએ વિદ્યાદાન પણ કરવું જોઈએ. કહેવામાં આવે છે કે વિદ્યાદાન તમામ દાનથી મોટું હોય છે. તેનાથી ભગવાન શિવની કૃપા મળે છે.

છોડ રોપવા :

શ્રાવણ મહિનામાં છોડ રોપવાનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનામાં કોઇપણ છોડ ઉગાડી શકાય છે. પરંતુ બેલ, શમી, શિવલિંગી, આંબળા વગેરે છોડને ઉગાડવાથી ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે. શ્રાવણના છેલ્લા દિવસોમાં ગાયને ઘાંસ ખવરાવવાનું પણ ઘણું મહત્વ હોય છે. તેની સાથે જ ગરીબોને ભોજન પણ કરાવો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)