નવરાત્રી દરમ્યાન કરી રહ્યા છો ખરીદી, તો આ વાતોનું રાખો ધ્યાન, તમારી બધી મનોકામનાઓ થશે પૂરી.

0
183

નવરાત્રીનો પવિત્ર તહેવાર 26 સપ્ટેમ્બરથી શરુ થઈ ગયો છે. નવરાત્રીના દિવસોમાં દુર્ગા માતાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. બધા ભક્તો પોતાની મનોકામના પુરી કરવા માટે આ 9 દિવસ સુધી માતાના વ્રત રાખે છે અને કળશની સ્થપાના કરે છે. વિધિ-વિધાન પૂર્વક માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઘણા બધા લોકો એવા છે માતાના મંદિરમાં જઈને એમના દર્શન કરે છે. તમે બધા લોકો નવરાત્રીના 9 દિવસ દરમ્યાન માતાના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોઈ શકો છો.

આમ તો જોવા જોઈએ તો નવરાત્રીના 9 દિવસ દરમ્યાન લોકો ખરીદીમાં પણ લાગેલા રહે છે. પરંતુ શું તમે આ વાત જાણો છો કે, આ પવિત્ર તહેવાર પર તમે એવી કઈ વસ્તુ ખરીદી શકો, જેથી તમારી બધી મનોકામનાઓ પુરી થઈ જાય. અને એના સિવાય કઈ મનોકામનાની પૂર્તિ હેતુ આ 9 દિવસોમાં શું ખરીદવું જોઈએ?

આજે અમે તમને આ વિષયમાં જાણકારી આપીશું. જો તમે નવરાત્રીના આ તહેવાર પર પોતાની મનોકામના પુરી કરવા માંગો છો. તો આ દિવસોમાં તમારે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ. જેથી તમારી બધી મનોકામનાઓ પુરી થઈ શકે.

આવો જાણીએ કે નવરાત્રીના નવ દિવસોમાં મનોકામના પૂર્તિ હેતુ કઈ વસ્તુ ખરીદવી :

જો તમે સ્વાસ્થ્ય સારું બનાવી રાખવા માંગો છો? અને આરોગ્ય મેળવવા માંગો છો? તો એના માટે નવરાત્રીના પ્રથમ દિવસથી લઈને અંતિમ દિવસ સુધી ક્યારેય પણ ગાયનું ઘી ખરીદી શકો છો.

જો તમે પોતાનું મકાન મેળવવા માંગો છો? તો એના માટે તમે માટીનું નાનું ઘર લાવીને એને પોતાના ઘરના પૂજા સ્થાન પર રાખો.

જો તમે વિદેશ યાત્રા કરવા માટે ઈચ્છુક છો, તો તમે નવરાત્રીના આ 9 દિવસમાં ક્યારેય પણ ધજા ખરીદી 9 દિવસ સુધી એની પૂજા કરો અને નવમીના દિવસે કોઈ દેવીના મંદિરમાં અર્પિત કરી દો.

જો તમે આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગો છો? તો એના માટે ચાંદીની કોઈ પણ શુભ વસ્તુ લાવીને દેવી માતાને સમર્પિત કરો.

જો તમે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગો છો? તો એના માટે ત્રણ નારિયેળ લાવીને પહેલા ઘરમાં રાખો અને નવમીના દિવસે કોઈ મંદિરમાં જઈને અર્પણ કરી દો.

જો તમે આકર્ષણ વધારવા માંગો છો? તો એના માટે ધૂપ, અગરબત્તી, રૂ અથવા ચમકતી સફેદ વસ્તુ ખરીદી શકો છો.

જો તમે પોતાના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો? તો એના માટે નવરાત્રીના 9 દિવસોમાં લાલ નાડાછડી ખરીદી એમાં 9 ગાંઠ લગાવો, અને એને દેવી માતાને સમર્પિત કરો અને ત્યાર બાદ એને હંમેશા પોતાની પાસે રાખો.

જો તમે અપાર ધનની પ્રાપ્તિ કરવા માંગો છો? તો એના માટે નવરાત્રીના 9 દિવસોમાં કિન્નર પાસેથી પૈસા લઈને પોતાની તિજોરી અથવા પર્સમાં રાખો.

જો તમે પોતાના સૌભાગ્યમાં વધારો કરવા માંગો છો? તો એના માટે તમામ સુહાગ સિંગાર સામગ્રી ખરીદીને લાવો અને માતાને નવમીના દિવસે અર્પણ કરો.

ઉપર જે વાતો અમે તમને જણાવી, જો તમે એના અનુસાર વસ્તુઓ ખરીદીને લાવ છો, તો એનાથી તમે પોતાની બધી મનોકામનાઓ પુરી કરી શકો છો. તમારા પર દેવી માતાની કૃપા દૃષ્ટિ હંમેશા બનેલી રહેશે, તમે તમારા જીવનમાં સફળતા તરફ આગળ વધશો અને બધા દુઃખ, તકલીફોથી મુક્તિ મળશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)