મજેદાર જોક્સ : ડોકટર : તમને રાતે શેનાં સપનાં આવે છે. વિજય : ક્રિકેટનાં. ડોકટર : તમને બીજાં કોઈ સપનાં …

0
25871

જોક્સ :

જેલર : મેં સાંભળ્યું છે કે તું શાયર છે, તો કોઈ શાયરી સંભળાવને.

કેદી : ગમ-એ-ઉલ્ફત મેં જો કટ રહી જિંદગી હમારી, જિસ દિન જમાનત હુઈ જિંદગી ખતમ તુમ્હારી.

જોક્સ :

છોકરી : તું મને કેટલો પ્રેમ કરે છે?

ટીટુ : શાહજહાંની જેટલો.

છોકરી : તો મારા માટે તાજમહેલ બંધાવને.

ટીટુ : જમીન ખરીદી રાખી છે, બસ તારા જવાની રાહ જાઉં છું.

જોક્સ :

ચિન્ટુ લગ્નની વાત લઈને છોકરીના ઘરે પહોંચ્યો.

છોકરીના માતા-પિતાએ કહ્યું, અમારી દીકરી તો હજી ભણે છે.

ચિન્ટુ : વાંધો નહિ અમે એકાદ-બે કલાક પછી આવીશું.

છોકરી વાળાએ તેને વગર ચપ્પલે દોડાવ્યો.

જોક્સ :

કંજૂસ છગને ન્યૂઝ પેપરની ઓફિસમાં ફોન કર્યો અને પૂછ્યું,

મારા કાકા ગુ-જ-રી ગયા છે એ ખબર છાપવાનો શું ચાર્જ થશે?

ન્યૂઝ પેપરવાળો : દરેક શબ્દના ૫૦ રૂપિયા.

છગન : આ તો ઘણા વધારે છે. એક કામ કરો એવું લખો કે, ‘કાકા મ-રી ગયા.’

ન્યૂઝ પેપરવાળો : ઓછામાં ઓછા છ શબ્દ જરૂરી છે.

છગન : બાપરે!

પછી થોડું વિચારીને : સારું લખો ‘કાકા મ-રી ગયા… મારુતી વેચવાની છે.’

જોક્સ :

ટ્રેનમાં લખવામાં આવ્યું હતું, ‘ટિકિટ વિના મુસાફરી કરતા પ્રવાસીઓ હોંશિયાર!

ચિન્ટુ પણ એ જ ટ્રેનમાં જઈ રહ્યો હતો.

તેણે આ પંક્તિ વાંચી અને કહ્યું : વાહ, જેઓ ટિકિટ નથી ખરીદતા તેઓ હોંશિયાર.

અને અમે ખરીદી રાખી છે તે મૂર્ખ…

જોક્સ :

એક હાથી મ-રી-ગ-યો.

એ દિવસે કીડી એટલું રડી કે છાની જ ન રહે.

બધાએ ભેગા થઈને એને છાની રાખવા પ્રયત્ન કર્યા.

કીડી રડતાં રડતાં બોલી : એ મ-રી ગયો એટલે હું નથી રડતી.

હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે.

જોક્સ :

પપ્પુ તેના મિત્ર મોન્ટુને જ્ઞાન વહેંચી રહ્યો હતો.

જો પરીક્ષામાં પેપર ખૂબ જ અઘરું હોય,

તો આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લઈ અને તેને મોટેથી કહેવું,

આ વિષય ખૂબ જ મજેદાર છે, તો આવતા વર્ષે ફરી વાંચીશ.

જોક્સ :

ડોકટર : તમને રાતે શેનાં સપનાં આવે છે?

વિજય : ક્રિકેટનાં.

ડોકટર : તમને બીજાં કોઈ સપનાં નથી આવતાં? જેમ કે ખાવાનાં-પીવાનાં?

વિજય : તો મારી બેટિંગ જતી ન રહે…

જોક્સ :

તેની આંખોમાં આંસુ હતા, ચહેરા પર દુઃખ હતું,

શ્વાસમાં આહટ અને દિલમાં લાચારી હતી,

તે ગાંડીએ પહેલા નહિ જણાવ્યું કે,

દરવાજામાં તેની આંગળી ફસાઈ છે.

જોક્સ :

ભાઈ તમે ગમે તેટલું ભણી લો, મોટી મોટી ડિગ્રી વીગ્રી લઇ લો…

પરંતુ તમે રેસ્ટોરન્ટના દરવાજાને અંદર ધક્કો મારવો કે બહાર ખેંચવો તેમાં ગોથા ખાઈ જ જશો.

જોક્સ :

ટીટુએ એરટેલની ઓફિસ પર ફોન કર્યો.

ટીટુ : મારા ફોનનું બિલ ઘણું વધારે આવે છે.

જોકે મેં આટલી બધી વાત પણ નથી કરી.

એરટેલ વાળા : સારું, હું ચેક કરી લઉં છું, પણ તમારે મને તમારો પ્લાન કયો છે એ જણાવવું પડશે.

ટીટુ : હું અત્યારે બજારમાં આવ્યો છું. સાંજે ઈંગ્લીશ પીશ અને બિરિયાની ખાઈશ. તમે તમારો પ્લાન જણાવો.