શું તમારું પણ તેજ મગજ છે, તો 48 સેકેન્ડમાં આઈસ્ક્રીમના વચ્ચે એક લોલીપોપ શોધીને દેખાડો.

0
2220

બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને આઈસ્ક્રીમ ગમે છે. આકરા તડકામાં જ્યારે ગરમીથી રાહત મેળવવી હોય ત્યારે છાંયડામાં ઊભા રહીને પાણી પીવાથી તરસ તો મટી જાય છે, પરંતુ જો આ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા મળી જાય તો મજા જ કંઈક અલગ હોય છે. અને ઘણી વખત પરિવાર કે મિત્રોની સાથે પણ આઈસ્ક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં આઈસ્ક્રીમનું વેચાણ આકાશને આંબી ગયું છે. પરંતુ જો તમારું બાળક આઈસ્ક્રીમને બદલે લોલીપોપ પસંદ કરે તો શું? આવો અમે તમને એક એવો ફોટો બતાવીએ જેમાં ઘણી બધી આઈસ્ક્રીમ દેખાઈ રહી છે પરંતુ તમારે તેમાં લોલીપોપ શોધવો પડશે.

શું તમને આ આઈસ્ક્રીમ વાળા ફોટામાં લોલીપોપ મળ્યો?

મગજને વધુ તેજ કરવા વાળા ઓપ્ટિકલ ઈલ્યુઝન ફોટામાં તમારે કોન વાળી આઈસ્ક્રીમ વચ્ચે છુપાયેલ લોલીપોપ શોધવાનું રહેશે. તમારે ફક્ત 48 સેકન્ડ પહેલા તેને જોવાનું છે. આ ઓપ્ટિકલ ઈલ્યુઝન ફોટાએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે અને એવું પણ કહેવામાં આવે છે માત્ર 1% લોકો તેને શોધી શક્યા છે. લોલીપોપ્સ જોવા માટે ઉત્તમ દ્રશ્ય કૌશલ્યની જરૂર પડે છે કારણ કે ફોટાને જોતી વખતે આઈસ્ક્રીમ અને લોલીપોપ એકદમ સરખું દેખાઈ રહ્યા છે. આ ચેલેન્જ આખી દુનિયામાં આપવામાં આવી છે, તમે પણ તેમાં ભાગ લઈને તમારા આઈક્યુ લેવલ વિશે જાણી શકો છો.

પ્રખ્યાત હંગેરિયન કલાકારે આ કળા બનાવી છે

હંગેરિયન કલાકાર ગેર્જલી ડુડાસને ડુડોલ્ફ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ તેમના વ્હેયર્સ વાલ્ડો-એસ્ક ડૂડલ માટે વિશ્વભરમાં જાણીતા છે. નીચે દેખાડવામાં આવેલ ફોટો ડુડોલ્ફનું જ છે, તેના પર એક નજર નાખો. તમને સ્માઈલ ચહેરાવાળા ઘણા આઈસ્ક્રીમના કોણ જોવા મળશે, જેવી રીતે કે તેને ખાતા સમયે તમારો ચહેરો થાય છે. કેટલાક કોને ટોપી પણ પહેરે છે, જે ફોટામાં ખૂબ જ સારી દેખાય છે. કેટલાક મજામાં હોય તેવું લાગે છે. પરંતુ તેમની પાછળ એક લોલીપોપ છુપાયેલા છે. તમે શોધી શકો છો જો નહીં, તો ચાલો અમે તમને નીચે આપેલા ચિત્ર દ્વારા જવાબ જણાવીએ.

જો તમે જવાબ વાળો ફોટો જોયા વિના જ જવાબ જણાવી દીધો છે, તો તમારા તેજ મગજને એક સલામ આમારા તરફથી અને જો નહિ અને અમારા ફોટા દ્વારા જ તમને આ જવાબ મળ્યો છે, તો કોઈ વાંધો નહિ અમે બીજા પણ આવા ફોટાઓ લાવીએ છીએ તેમાં તમે તમારું મગજ લગાવી શકો છો અને હા આ કોયડાને તમે તમારા મિત્રો, પરિવાર અને ખાસ કરીને તમારા બાળકો જોડે જરૂર શેયર કરજો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.