પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે અને તમારી મનોકામના પૂરી થાય તેના માટે 10 એપ્રિલ પહેલા કરો લાલ કિતાબના આ ઉપાય.
ચૈત્ર નવરાત્રીનો તહેવાર શનિવાર, 2 એપ્રિલથી શરૂ થઈ ગયો છે, જે 10 એપ્રિલ, રવિવાર સુધી ચાલશે. આ 9 દિવસો દરમિયાન દરરોજ દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. આ દરમિયાન દરેક વ્યક્તિ માતાના આશીર્વાદ મેળવવા માટે અલગ-અલગ ઉપાય કરશે.
નવરાત્રિમાં માતાને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો ધાર્મિક ગ્રંથો, જ્યોતિષ ગ્રંથો વગેરેમાં જણાવવામાં આવ્યા છે. આવા જ કેટલાક ઉપાયો લાલ કિતાબમાં પણ જણાવવામાં આવ્યા છે. લાલ કિતાબમાં ગ્રહોને લગતી ઘણી વિશેષ જાણકારીઓ આપવામાં આવી છે, સાથે જ તેમને સંબંધિત શુભ ફળ મેળવવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. નવરાત્રિમાં લાલ કિતાબના ઉપાયો કરવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. આજે અમે તમને એવા જ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જે નીચે મુજબ છે.
1) ચૈત્ર નવરાત્રી દરમિયાન દરરોજ દેવીને મીઠું પાન ધરાવો. ધ્યાન રાખો કે પાનમાં તમાકુ ન હોવું જોઈએ. એલચી હોવી જોઈએ. પાન અર્પણ કરતી વખતે તમારી પરેશાનીઓ દૂર કરવા માટે દેવીને પ્રાર્થના કરો. તેનાથી તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે.

2) નવરાત્રિમાં નવ દિવસ સુધી દરરોજ માતાની મૂર્તિ અથવા ચિત્રની સામે શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ નાખો. જો તમારા પરિવાર પર કોઈની ખરાબ નજર હશે તો તે દૂર થઈ જશે. જો ધંધો ન ચાલી રહ્યો હોય, તો દુકાન કે ઓફિસમાં પણ આ ઉપાયો કરી શકાય છે.
3) નવરાત્રિની અષ્ટમી તિથિએ દેવી માતાને લાલ ચુંદળીમાં કાજુ, કિસમિસ, બદામ, પિસ્તા અને ખજૂર જેવા પાંચ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ અર્પણ કરો. ત્યારબાદ આ ભોગનો પ્રસાદ પરિવારના સભ્યોમાં વહેંચો. આ પ્રસાદ અન્ય કોઈ વ્યક્તિને ન આપવો. તેનાથી તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.
4) નવરાત્રિ દરમિયાન કોઈપણ દેવી-દેવતાના મંદિરમાં લાલ ધજા ચઢાવો. જો તમે તેને મંદિરમાં લગાવી શકતા નથી, તો તમે તમારા ઘરની છત પર લાલ ધજા પણ લગાવી શકો છો. આ પહેલા ધજાનું પૂજન અવશ્ય કરવું જોઈએ. આ ઉપાયથી તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે.
5) નવરાત્રિ દરમિયાન જ્યાં ભંડારા યોજવામાં આવે છે અથવા અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે, ત્યાં કાચા અનાજનું દાન કરો. જો શક્ય હોય તો આ કામ ગુપ્ત રીતે કરો. તેના વિશે કોઈને કહો નહીં. આનાથી તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત નહીં આવે.
ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
આ માહિતી એશિયા નેટ ન્યૂઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.